AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ગ્લોબલ વોઇસિસ.. વન વિઝન’, એપોલો હોસ્પિટાલ્સ દ્વારા ઇન્ટરનેશનલ હેલ્થ ડાયલોગ 2026 નું આયોજન કરાશે

એપોલો હોસ્પિટલ્સ 30-31 જાન્યુઆરી 2026ના રોજ હૈદરાબાદમાં 13મા ઇન્ટરનેશનલ હેલ્થ ડાયલોગ (IHD)નું આયોજન કરશે. 'Global Voices. One Vision' થીમ હેઠળ, આ વૈશ્વિક મંચ દર્દી સુરક્ષા, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને હેલ્થકેર ઇનોવેશન પર ધ્યાન કેન્દ્રિત કરશે.

‘ગ્લોબલ વોઇસિસ.. વન વિઝન’, એપોલો હોસ્પિટાલ્સ દ્વારા ઇન્ટરનેશનલ હેલ્થ ડાયલોગ 2026 નું આયોજન કરાશે
| Updated on: Jan 09, 2026 | 7:16 PM
Share

એપોલો હોસ્પિટાલ્સ 30 અને 31 જાન્યુઆરી 2026ના રોજ હૈદરાબાદમાં ઇન્ટરનેશનલ હેલ્થ ડાયલોગ (IHD) 2026ના 13મા સંસ્કરણનું આયોજન કરશે. IHD વિશ્વના અગ્રણી વૈશ્વિક મંચોમાંથી એક છે, જે દર્દી સુરક્ષા, હેલ્થકેર ઇનોવેશન અને સિસ્ટમ ટ્રાન્સફોર્મેશનને આગળ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

IHD 2026ની થીમ ‘Global Voices. One Vision’ છે, જે વિચારધારાઓ, નવીનતા અને નેતૃત્વને એકસાથે લાવી મજબૂત, દર્દી-કેન્દ્રિત અને ટેક્નોલોજી આધારિત આરોગ્ય પ્રણાલીઓ વિકસાવવાના સંયુક્ત વૈશ્વિક સંકલ્પને પ્રતિબિંબિત કરે છે. આ વર્ષની કોન્ફરન્સમાં નેતૃત્વ આધારિત સલામતી મોડલ્સ, હ્યુમન-સેન્ટર્ડ ડિઝાઇન, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન તેમજ હોસ્પિટલ ઓપરેશન્સ, પેશન્ટ એક્સપિરિયન્સ અને ક્લિનિકલ આઉટકમ્સમાં સર્વાંગી ઉત્તમતા પર વિશેષ ધ્યાન આપવામાં આવશે.

એપોલો હોસ્પિટાલ્સ ગ્રુપની જ્વૉઇન્ટ મેનેજિંગ ડિરેક્ટર ડૉ. સંગીતા રેડ્ડીએ જણાવ્યું હતું કે, “વર્ષો દરમિયાન ઇન્ટરનેશનલ હેલ્થ ડાયલોગ એક સક્રિય વૈશ્વિક મંચ તરીકે વિકસ્યું છે, જ્યાં ડૉક્ટરો, ઇનોવેટર્સ, નીતિ નિર્માતાઓ અને હેલ્થકેરના વિચાર નેતાઓ ભવિષ્યની આરોગ્ય વ્યવસ્થાને આકાર આપે છે. હૈદરાબાદ આવૃત્તિ AI, ડેટા અને ડિજિટલ ઇકોસિસ્ટમ્સની શક્તિને કરુણા અને સહયોગ જેવી શાશ્વત મૂલ્યો સાથે જોડે છે. IHDનો મુખ્ય ઉદ્દેશ આરોગ્ય સેવાઓને વધુ આગોતરા, ટકાઉ અને સમાવેશક બનાવવાનો છે, જ્યાં દરેક નવીનતા માનવતા માટે કાર્ય કરે અને દરેક ભાગીદારી સ્વસ્થ વિશ્વ તરફ આગળ વધે.”

ઇન્ટરનેશનલ હેલ્થ ડાયલોગ 2026 હેઠળ ચાર મહત્વપૂર્ણ કોન્ફરન્સ અને લર્નિંગ સ્ટ્રીમ્સને એક જ મંચ પર એકત્રિત કરવામાં આવ્યા છે. IPSC – ઇન્ટરનેશનલ પેશન્ટ સેફ્ટી કોન્ફરન્સ, જેમાં પ્રોઍક્ટિવ પ્રેક્ટિસ અને હેલ્થકેર સિસ્ટમ્સ દ્વારા દર્દી સુરક્ષા કેવી રીતે સુધારી શકાય તે અંગે ચર્ચા થશે.

HOPE – હેલ્થકેર ઓપરેશન્સ એન્ડ પેશન્ટ એક્સપિરિયન્સ કોન્ફરન્સ, જે કાર્યક્ષમતા, સંવેદનશીલતા અને નવીનતાના સંકલન દ્વારા દર્દીની સમગ્ર યાત્રાને વધુ ઉત્તમ બનાવવામાં ધ્યાન કેન્દ્રિત કરે છે. THIT – ટ્રાન્સફોર્મિંગ હેલ્થકેર વિથ IT કોન્ફરન્સ, જેમાં વિશ્વભરના હેલ્થકેર અને IT લીડર્સ ઉદ્યોગના નવીન ટ્રેન્ડ્સ અને શ્રેષ્ઠ પ્રથાઓ શેર કરશે.

CLINOVATE – ક્લિનિકલ CME સિરીઝ, જેમાં ઓન્કોલોજી, કાર્ડિયોલોજી, મહિલા સ્વાસ્થ્ય, લૉન્ગેવિટી અને લેબોરેટરી મેડિસિન ક્ષેત્રે પ્રખ્યાત નિષ્ણાતો દ્વારા ઉચ્ચ સ્તરની પ્રેક્ટિસ-ફોકસ્ડ તાલીમ આપવામાં આવશે.

આ કોન્ફરન્સમાં વિશ્વના અગ્રણી હેલ્થ લીડર્સ અને નીતિ નિર્માતાઓ ભાગ લેશે, જેમાં નાઇજરના જાહેર સ્વાસ્થ્ય મંત્રી હોન. કર્નલ મેજર ગરબા હાકિમી, પાપુઆ ન્યૂ ગિનીના સ્વાસ્થ્ય અને HIV/AIDS મંત્રી હોન. એલિયાસ કપાવોરે, રિપબ્લિક ઓફ કોંગોના સ્વાસ્થ્ય અને વસ્તી મંત્રી હોન. પ્રોફ. જાં રોઝેર ઇબારા તથા બર્મુડાના સ્વાસ્થ્ય મંત્રી હોન. કિમ વિલ્સનનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત, હેલ્થકેર ગુણવત્તા, દર્દી સુરક્ષા અને નવીનતાના ક્ષેત્રે વૈશ્વિક સ્તરના નિષ્ણાતો પણ જોડાશે. તેમાં ડૉ. જોનાથન પર્લિન (પ્રેસિડેન્ટ અને CEO, Joint Commission Enterprise), ડૉ. કાર્સ્ટન એન્ગલ (CEO, ISQua), ડૉ. ડીન હો (નેશનલ યુનિવર્સિટી ઓફ સિંગાપુર), ડૉ. અતુલ મોહન કોચર (CEO, NABH), ડૉ. નીલમ ધીંગરા (Joint Commission International), તથા ડૉ. એયાલ ઝિમ્લિચમેન (Sheba Medical Center, ઇઝરાયેલ) સહિત અનેક આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોનો સમાવેશ થાય છે.

આ વર્ષની વિશેષ આકર્ષણ તરીકે Safe-A-Thonનું આયોજન કરવામાં આવશે, જે દર્દી સુરક્ષા માટે વાસ્તવિક પડકારોને ઉકેલવા માટે નવીન, ખર્ચ અસરકારક અને સ્કેલેબલ સોલ્યુશન્સ વિકસાવવાની સહયોગી સ્પર્ધા છે. આ સાથે જ  THNX (Technology & Healthcare Network eXchange) નું લોન્ચ પણ કરવામાં આવશે, જે ભારતનું પ્રથમ ડિજિટલ હેલ્થ સ્ટાર્ટઅપ સમુદાય છે અને તેમાં પિચ ડેઝ, ફંડિંગ તકો અને ઇન્વેસ્ટર ઇન્ટરએક્શનનો સમાવેશ થશે.

વર્ષો દરમિયાન ઇન્ટરનેશનલ હેલ્થ ડાયલોગે જાહેર સ્વાસ્થ્ય નેતાઓ, ટેક્નોલોજી ઇનોવેટર્સ, ક્લિનિશિયન્સ અને દર્દી પ્રતિનિધિઓ વચ્ચે મજબૂત સંવાદનું મંચ ઊભું કર્યું છે. 2026ની હૈદરાબાદ આવૃત્તિ પ્લેનરી સેશન, ઇનોવેશન શોકેસ, ટેક્નોલોજી ડેમોન્સ્ટ્રેશન અને વૈશ્વિક નેટવર્કિંગ દ્વારા આ પરંપરાને આગળ વધારશે.

આ વખતે રવિવારે રજૂ થશે સામાન્ય બજેટ, નાણાંમંત્રી રચી શકે છે ‘ઇતિહાસ’

ટ્રાફિક પોલીસકર્મી પર કાર ચઢાવાનો પ્રયાસ! જુઓ Video
ટ્રાફિક પોલીસકર્મી પર કાર ચઢાવાનો પ્રયાસ! જુઓ Video
ભયનો માહોલ સર્જનારો કોંગો ફિવર શું છે? જાણો
ભયનો માહોલ સર્જનારો કોંગો ફિવર શું છે? જાણો
ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસમાં વધારો, NHRCએ લીધી ગંભીર નોંધ
ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસમાં વધારો, NHRCએ લીધી ગંભીર નોંધ
આ રાશિના જાતક ને ઉધાર આપેલા પૈસા પાછા મળશે, ઊર્જાથી ભરપૂર દિવસ રહેશે
આ રાશિના જાતક ને ઉધાર આપેલા પૈસા પાછા મળશે, ઊર્જાથી ભરપૂર દિવસ રહેશે
સાબરમતી જેલ ફરી ચર્ચામાં! જેલમાંથી આઈફોન સહિત બે મોબાઈલ ઝડપાયા
સાબરમતી જેલ ફરી ચર્ચામાં! જેલમાંથી આઈફોન સહિત બે મોબાઈલ ઝડપાયા
Breaking News : ખનીજ વિભાગના દરોડાથી ખનન માફિયાઓમાં ફફડાટ જુઓ Video
Breaking News : ખનીજ વિભાગના દરોડાથી ખનન માફિયાઓમાં ફફડાટ જુઓ Video
કુકરમુંડા ગામે જૂથ અથડામણ, પથ્થરમારામાં 7 ઘવાયા, વાહનોને પણ નુકસાન
કુકરમુંડા ગામે જૂથ અથડામણ, પથ્થરમારામાં 7 ઘવાયા, વાહનોને પણ નુકસાન
સોમનાથ સ્વાભિમાન પર્વમાં સામેલ થવા ભક્તો માટે 4 મહાનગરોથી વિશેષ ટ્રેન
સોમનાથ સ્વાભિમાન પર્વમાં સામેલ થવા ભક્તો માટે 4 મહાનગરોથી વિશેષ ટ્રેન
આજનું હવામાન : 9 ડિગ્રી સાથે નલિયા ઠુંઠવાયુ
આજનું હવામાન : 9 ડિગ્રી સાથે નલિયા ઠુંઠવાયુ
નાણાકીય લાભ થવાની સંભાવના છે, થાક અને તણાવમાંથી રાહત મળશે
નાણાકીય લાભ થવાની સંભાવના છે, થાક અને તણાવમાંથી રાહત મળશે
g clip-path="url(#clip0_868_265)">