IPL 2025 : ભલે RCBએ આઈપીએલની ટ્રોફી જીતી, પરંતુ માલામાલ થયા ગુજરાતના ખેલાડીઓ
ઈન્ડિયન પ્રીમિયર લીગની 2025ની સીઝન રોમાંચક, ઉત્સાહ અને શાનદાર રહી છે. આ વર્ષે આરસીબીએ ખિતાબ પોતાને નામ કર્યો છે, પરંતુ ટ્રોફીથી વધારે આ વખતે ઓરેન્જ કેપ અને પર્પલ કેપે ચાહકોનું ધ્યાન ખેચ્યું હતુ. તો ચાલો જાણીએ કોણે જીતી આ બંન્ને કેપ.

IPL 2025 સીઝનમાં ઓરેન્જ કેપ અને પર્પલ કેપના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત ટાઇટન્સના યુવા બેટ્સમેન સાઈ સુદર્શને આ સીઝનમાં ઓરેન્જ કેપ જીતી છે. તો ચાલો જાણીએ કોણે પર્પલ કેપ જીતી

આઈપીએલ 2025માં ઓરેન્જ કેપ ગુજરાત ટાઈટન્સના બેટ્સમેન સાંઈ સુદર્શનના નામે રહી છે. તેમણે 15 મેચમાં 759 રન બનાવી ટોપ પર હતો. આ વખતે ઓરેન્જ કેપની રેસમાં વિરાટ કોહલી પણ હતો. તેણે આ સીઝનમાં 657 રન બનાવ્યા છે. તો બીજા સ્થાને સૂર્યકુમાર યાદવ રહ્યો હતો. તેમણે આઈપીએલ 2025માં 717 રન બનાવ્યા છે.

પર્પલ કેપ બોલરોને આપવામાં આવે છે. જે આખી સીઝનમાં સૌથી વિકેટ લે છે. તેને પર્પલ કેપ આપવામાં આવે છે. ફાઈનલ બાદ જે ખેલાડીઓ પર્પલ કેપ અને ઓરેન્જ કેપમાં ટોપ પર હોય છે. તે ખેલાડીઓને આ બંન્ને કેપ આપવામાં આવે છે.

હવે આઈપીએલ 2025ના પર્પલ કેપની વાત કરીએ તો પર્પલ કેપની રેસમાં પણ ગુજરાત ટાઈટન્સના ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાએ બાજી મારી છે. તેમણે આઈપીએલમાં 15 મેચમાં 25 વિકેટ લીધી છે. બીજા સ્થાને ચેન્નાઈ સુપર કિંગ્સનો સ્પિનર નૂર અહમદ રહ્યો હતો. તેમણે 24 વિકેટ લીધી હતી.પ્રસિદ્ધ કૃષ્ણને પ્રાઈઝમની તરીકે 20 લાખ રૂપિયા મળ્યા હતા

ગુજરાત ટાઇટન્સ માટે સૌથી સારી વાત એ હતી કે પર્પલ કેપ અને ઓરેન્જ કેપ વિજેતા સાઈ સુદર્શન હતા, જે તેમની જ ટીમના ખેલાડી હતા. બંનેને પ્રાઈઝમની તરીકે 10-10 લાખ રૂપિયા મળ્યા.

18 વર્ષમાં પહેલી વાર IPL જીત્યા બાદ કોહલીએ કહ્યું કે, આ જીત જેટલી ટીમની છે તેટલી જ ચાહકોની પણ છે..
IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. આઈપીએલના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો






































































