IPL 2024 : જાણો કોણ છે 18 વર્ષનો અંગક્રિશ રઘુવંશી, જેણે પોતાની સફળતાનો શ્રેય આ વ્યક્તિને આપ્યો
કોલકત્તા નાઈડરાઈડર્સ અને દિલ્હી કેપિટલ્સની મેચ જેમણે પણ જોઈ છે, તે તમામના મોંઢા પર માત્ર એક નામ છે અંગકૃષ રધુવંશી આ નામ હવે તમામ આઈપીએલ ચાહકોના મોંઢા પર હશે. અંગક્રિશે બેટિંગ કરી દિલ્હી કેપિટ્લ્સના બોલરોની આંખો પહોળી કરી દીધી છે.

એવું કહેવાય છે કે સફળ ખેલાડી સફળ કોચ જ હોય અને અસફળ ખેલાડી સફળ કોચ હોય તે જરૂરી નથી. હવે અભિષેક નાયરને જ જુઓ. ભારત માટે માત્ર ત્રણ વનડે રમનાર અભિષેક નાયરએ ભારતીય ક્રિકેટને એવો સ્ટાર આપ્યો છે, જેમણે સૌની બોલતી બંધ કરી દીધી છે.

અંગક્રિશે આઈપીએલ 2024માં ડેબ્યુ ઈનિગ્સ રમી બેટિગ કરી રનનો વરસાદ કર્યો છે. આ સાથે તેમના કોચનું નામ પણ રોશન કર્યું છે. આ નામ છે અંગક્રિશ રધુવંશી. દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ પોતાની શાનદાર ઈનિગ્સ બાદ કેકેઆરના અંગક્રિશે કહ્યું કે, તેની સફળતા પાછળ અભિષેક નાયરનો હાથ છે. જે તેને બાળપણ થી કોચિંગ આપી રહ્યા છે.

અંગક્રિશે આરસીબી વિરુદ્ધ ગત્ત ગેમમાં ઈમ્પેક્ટ ખેલાડી તરીકે ડેબ્યુ કર્યું હતુ, પરંતુ તેમને બેટિંગ કરવાની તક મળી ન હતી. 18 વર્ષના ખેલાડીએ દિલ્હી વિરુદ્ધ મેચમાં 3 નંબર પર રમી સુનીલ નરેન સાથે મળી શાનદાર ઈનિગ્સ રમી હતી.

અંગક્રિશે સુનીલ નરેન સાથે 104 રનની ભાગેદારી કરી હતી. તેમજ તેના બેટમાંથી પહેલી અડધી સદી પણ આવી હતી. કેકેઆરે 20 ઓવરમાં 272 રન બનાવ્યા હતા. જેમાં અંગક્રિશે માત્ર 27 બોલમાં 54 રન બનાવ્યા હતા. આ દરમિયાન 5 ચોગ્ગા અને 3 સિક્સ ફટકારી હતી. કુલ 27 બોલમાં 54 રન બનાવ્યા હતા.

મેચ બાદ તેમણે પોતાની ઈનિગ્સને નાયર તેમજ બાકીના કેકેઆર સ્ટાફને સમર્પિત કરી હતી. તમને જણાવી દઈએ કે, ખેલાડીને ડેબ્યુ કેપ પણ અભિષેક નયારે આપી હતી. તે કોલકત્તા નાઈટ રાઈડર્સના આસિસ્ટેન્ટ કોચ છે.
