ટેસ્ટમાં ડેબ્યૂ કરનાર ભારતના 318મા ખેલાડીના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો
અંશુલ કંબોજે ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું છે. માન્ચેસ્ટર ટેસ્ટ માટે કંબોજને ભારતની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.ભારત માટે ટેસ્ટ ડેબ્યૂ કરવા માટે તે 318મા નંબરનો ખેલાડી છે.અંશુલ કંબોજના પરિવાર વિશે જાણો

ફાસ્ટ બોલર અંશુલ કંબોજ માન્ચેસ્ટર ટેસ્ટમાં પોતાનું ડેબ્યૂ કરી રહ્યા છે. ભારત માટે ટેસ્ટ ડેબ્યૂ કરવા માટે તે 318મા નંબરનો ખેલાડી હશે. કંબોજને ડેબ્યૂ કેપ દીપ દાસગુપ્તાએ આપી હતી.તો આજે આપણે અંશુલ કંબોજના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણીએ.

અંશુલની ઊંચાઈ 6 ફૂટ છે.આર અશ્વિને કહ્યું કે, અંશુલ કંબોજ ભારતના સૌથી પ્રતિભાશાળી બોલરોમાંનો એક છે. અંશુલ કંબોજને IPL 2025માં ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમમાં જગ્યા મળી હતી.

અંશુલ કંબોજનો જન્મ 6 ડિસેમ્બર 2000માં થયો છે. તે એક ભારતીય ક્રિકેટર છે જે ઘરેલુ ક્રિકેટમાં હરિયાણા માટે અને ઇન્ડિયન પ્રીમિયર લીગમાં મુંબઈ ઇન્ડિયન્સ માટે રમી ચૂક્યો છે અને હાલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમે છે.તે જમણા હાથનો ઓલરાઉન્ડર છે, જે મધ્યમ ગતિએ બોલિંગ કરે છે.

અંશુલ કંબોજને ઘરેલુ ક્રિકેટમાં મેકગ્રા પણ કહેવામાં આવે છે કારણ કે મેકગ્રા તેનો આઈડલ (આદર્શ) છે અને તેની બોલિંગ એક્શન પણ પણ મેકગ્રાની જેવી જ છે. અંશુલ એક જ લેન્થ પર સતત બોલિંગ કરવા માટે જાણીતો છે.

ઓક્ટોબર 2024માં ACC ઇમર્જિંગ ટીમ્સ એશિયા કપ માટે ઇન્ડિયા A ટીમનો પણ ભાગ હતો. તેણે 17 ફેબ્રુઆરી 2022ના રોજ 2021-22 રણજી ટ્રોફીમાં હરિયાણા માટે ફર્સ્ટ-ક્લાસ ડેબ્યૂ કર્યું હતુ.

અંશુલ કંબોજે 22 ઓક્ટોબર 2022ના રોજ ટ્વેન્ટી20 ડેબ્યૂ કર્યું, 2022-23 સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં હરિયાણા માટે રમે છે. તેણે 15 નવેમ્બર 2022ના રોજ લિસ્ટ A ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતુ

2022-23 વિજય હજારે ટ્રોફીમાં હરિયાણા માટે IPL 2025 મેગા ઓક્શનમાં તેને ચેન્નાઈ સુપર કિંગ્સે 3.4 કરોડમાં ટીમમાં સામેલ કર્યો હતો. અંશુલે આઈપીએલમાં કુલ 11 મેચ રમી છે.

અંશુલ કંબોજ જમણા હાથનો ફાસ્ટ બોલર છે. તે નીચલા બેટિંગ ક્રમમાં પણ બેટિંગ કરે છે. અંશુલ કંબોજના પિતાનું નામ ઉધમ સિંહ અને માતાનું નામ પિંકી કંબોજ છે. અંશુલ કંબોજને એક ભાઈ સંયમ કંબોજ પણ છે.

24 વર્ષીય અંશુલ હરિયાણાના કરનાલનો રહેવાસી છે. જે હરિયાણા માટે ઘરેલુ ક્રિકેટ રમે છે. તેણે અત્યાર સુધીમાં 24 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે, જેમાં તેના નામે 486 રન છે અને 79 વિકેટ છે.

અંશુલ કંબોજે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં બે વાર પાંચ વિકેટ પણ લીધી છે. આ ઉપરાંત, ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેના નામે અડધી સદી પણ છે.

અંશુલે ફેબ્રુઆરી 2022માં રણજી મેચમાં ડેબ્યૂ કર્યું હતું. નવેમ્બર 2024માં અંશુલ કંબોજે કેરળ સામેની એક ઇનિંગમાં 10 વિકેટ લઈને ઇતિહાસ રચ્યો હતો, તેણે 30.01 ઓવરમાં 49 રન આપીને 10 વિકેટ લીધી હતી.
તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો
