IND vs AUS: ટીમ ઈન્ડિયાએ નાગપુરમાં શરુ કરી ટેસ્ટ સિરીઝની તૈયારીઓ, ઓસ્ટ્રેલિયા સામે જંગ પહેલા આકરી ટ્રેનિંગ

ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં નાગપુરમાં અભ્યાસ કેમ્પમાં પરસેવો વહાવી રહી છે. આગામી સપ્તાહથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 મેચોની ટેસ્ટ સિરીઝની શરુઆત થનારી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 03, 2023 | 6:56 PM
ભારતીય ક્રિકેટ ટીમ હવે રેડ બોલ સિરીઝની તૈયારીઓમાં વ્યસ્ત બન્યુ છે. જાન્યુઆરી મહિનામાં ભારતીય ટીમે વ્હાઈટ બોલ સિરીઝમાં ધમાલ મચાવતુ પ્રદર્શન કર્યુ હતુ. આગામી સપ્તાહથી 9 ફેબ્રુઆરીએ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સિરીઝની શરુઆત થનાર છે. 4 મેચોની બોર્ડર ગાવાસ્કર ટ્રોફી માટે  ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયાએ તૈયારીઓ શરુ કરી દીધી છે. બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયાના અભ્યાસની કેટલીક તસ્વીરો સોશીયલ મીડિયા પર શેર કરી છે.

1 / 5
ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ નાગપુરમાં રમાનારી છે.  ટીમ ઈન્ડિયા પહેલાથી જ નાગપુરમાં અભ્યાસ કેમ્પ માટે પહોંચી ગઈ છે અને તૈયારીઓ શરુ કરી દીધી છે. ભારત માટે સિરીઝ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલની ટિકીટ માટે મહત્વની છે.

2 / 5
બીસીસીઆઈએ શેર કરેલી તસ્વીરોમાં ચેતેશ્વર પુજારા અને વિરાટ કોહલી નેટ્સમાં અભ્યાસ કરી રહેલા જોવા મળી રહ્યા છે. એક જ તસ્વીરમાં બંને ખેલાડીઓ સાથે જોવા મળ્યા છે. બંને ખેલાડીઓનુ બેટ ઓસ્ટ્ર્રેલિયા સામે ચાલવુ ખૂબ જ જરુરી છે.

3 / 5
ટીમ ઈન્ડિયા સાથે પરત ફરેલા રવિન્દ્ર જાડેજાએ નેટ્સ પર બેટિંગ અભ્યાસ કરી રહ્યો છે. જાડેજા એશિયા કપ 2022 દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો અને તે લાંબા સમયથી ક્રિકેટથી  દૂર રહ્યો હતો. હવે તે ફિટનેસ સાબિત કરીને ટીમ સાથે પરત જોડાઈ ચૂક્યો છે.

4 / 5
દશેક દિવસ અગાઉ જ લગ્નના 7 ફેરા ફરનારા કેએલ રાહુલ ટીમ ઈન્ડિયા સાથે જોડાઈ ગયો છે. તેણે લગ્નને લઈ રજાઓ મેળવી હતી. હવે તે નાગપુરમાં ટીમ ઈન્ડિયાના અન્ય ખેલાડીઓ સાથે નેટ્સમાં અભ્યાસ કરતો જોવા મળી રહ્યો છે. કેએલ રાહુલ ટેસ્ટ સિરીઝની પ્રથમ બંને મેચમાં વાઈસ કેપ્ટનની ભૂમિકા નિભાવશે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">