IPL 2024 : ‘માહી’ના ચાહકો સાવધાન ! MS ધોનીના નામે થઈ રહી છે છેતરપિંડી, પૈસાની માગણી કરતી પોસ્ટ વાયરલ

સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. આ પોસ્ટ અન્ય કોઈ નહિ પરંતુ મહેન્દ્ર સિંહ ધોનીના નામે પૈસાની મદદને લઈ વાયરલ થઈ રહી છે. ઓનલાઈન સ્કેમ એટલો વધી ગયો છે કે, હવે ક્રિકેટરને પણ નિશાને બનાવ્યો છે.

IPL 2024 :  'માહી'ના ચાહકો સાવધાન ! MS ધોનીના નામે થઈ રહી છે છેતરપિંડી, પૈસાની માગણી કરતી પોસ્ટ વાયરલ
Follow Us:
| Updated on: Apr 26, 2024 | 1:33 PM

આઈપીએલ 2024ની સીઝન ચાલી રહી છે અને આ સીઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની નકલી પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં લોકો પાસે 600 રુપિયા ઉધાર માંગી રહ્યા છે.

એક પોસ્ટ વાયરલ થઈ રહી છે અને કહેવામાં આવી રહ્યું છે કે, હુ મહેન્દ્ર સિંહ ધોની છું અને આ મારું પ્રાઈવેટ અકાઉન્ટ છે, જેમાથી તમને મેસેજ કર્યો છે. હું રાંચીની બહારના વિસ્તારમાં ફસાયો છું અને હું મારું વોલેટ ભૂલી ગયો છું. મારે ઘરે પરત જવું છે, શું તમે લોકો મને ફોન પે પર 600 રુપિયા ટ્રાન્સફર કરી આપશો. હું ઘરે પરત ફરી તમને પૈસા પરત આપી દઇશ.

જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું

પોસ્ટમાં પોતાને ખુદ ધોની બતાવવા માટે સ્કેમર્સે ધોનીનો એક ફોટો સાથે પોસ્ટ કર્યો છે અને કહ્યું છે કે, આ સબુત તરીકે મારી સેલ્ફી, Whistle Podu

ધોનીની નકલી પોસ્ટ થઈ વાયરલ

આ પોસ્ટને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ધોનીના નામે નકલી અકાઉન્ટ બનાવી શેર કર્યું છે. અન્ય કેટલાક યુઝરે પણ આ પોસ્ટને શેર કરી છે. ધોનીના ચાહકોને આવા લોકોથી સાવધાન અને સતર્ક રહેવાની સલાહ પણ આપવામાં આવી છે. આ ફોટો પર લાખો લોકોએ કોમેન્ટ પણ કરી છે. લોકો કહી રહ્યા છે ભાઈ QR કોર્ડ પણ મોકલી આપ પૈસા હું મોકલી આપીશ. તો કોઈ કહી રહ્યા છે આવા લોકોથી સાવધાન રહો.

આજ-કાલ સોશિયલ મીડિયા પર અસલી -નકલી વચ્ચે ભેદ ઉકલવો અઘરો બન્યો છે. જેમાં પછી પૈસાની છેતરપિંડી હોય કે પછી કોઈ મોટું સ્કેમ હોય, લોકો મેસેજ અને આવી પોસ્ટ કે પછી ફેક કોલ કરીને પૈસાની માગણી કરતા હોય છે.

ઓનલાઈન સ્કેમથી સાવધાન

એક્સપર્ટે ચેતવણી આપી છે કે, આવા ઓનલાઈન સ્કેમ સામાન્ય થઈ ગયા છે. સ્કેમર્સ હંમેશા કોઈ વ્યક્તિના નામે પ્રોફાઈલ ફોટો લગાવી લોકોને ફસાવી દે છે. આજની દુનિયામાં ઓનલાઈન સ્કેમનું એક વાઈડ નેટવર્ક છે, જેમાં લોકો ફસાય રહ્યા છે.

જો તમે પણ આનો શિકાર ન બને તો માટે સુચના પણ આપવામાં આવી છે, કે, જો કોઈ તમને મેસેજ કરે કે પછી પૈસાની માંગણી કરે તો સાવધાન, કોઈ અજાણ્યા વ્યક્તિનો ફોન આવે તો પૈસા ન મોકલો તેમજ મેસેજનો રિપ્લે પણ ન આપો.

આ પણ વાંચો : IPL 2024માં સૌથી વધુ સિક્સર મારનાર 5 ટીમો, આ ટીમે પોઈન્ટ ટેબલમાં “ઝીરો” પરંતુ મેચમાં છે “હીરો”

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">