અમદાવાદ ટેસ્ટનો પહેલો દિવસ ભારતને નામ, સિરાજ-બુમરાહની દમદાર બોલિંગ, રાહુલની મજબૂત ફિફ્ટી
ટીમ ઈન્ડિયાના હોમ સિઝનની શરૂઆત અમદાવાદમાં ટેસ્ટ મેચ સાથે થઈ ગઈ છે. વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતીય ખેલાડીઓ દમદાર પ્રદર્શન કરી તમને મજૂબત સ્થિતિમાં મૂકી દીધું હતું. ફાસ્ટ બોલર સિરાજ અને બુમરાહ પહેલા દિવસે ટીમ ઈન્ડિયા માટે હીરો રહ્યા હતા. અનુભવી બેટ્સમેન કેએલ રાહુલે મજબૂત ફિફ્ટી ફટકારી હતી.

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે અને અપેક્ષા મુજબ, પહેલો દિવસ ટીમ ઈન્ડિયાના નામે રહ્યો હતો.

વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતી પહેલા બેટિંગ પસંદ કરી હતી, જો કે આ નિર્ણય તેમના માટે સારો સાબિત થયો નહીં. વેસ્ટ ઈન્ડિઝની ટીમ પહેલી ઈનિંગમાં 162 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ગ્રીવ્સે સૌથી વધુ 32 રન, કેપ્ટન ચેઝે 24 અને હોપે 26 રનનું યોગદાન આપ્યું હતું.

ભારતીય બોલરોએ અમદાવાદમાં દમદાર બોલિંગથી કહેર મચાવ્યો હતો. મોહમ્મદ સિરાજે સૌથી વધુ 4 વિકેટ લીધી હતી. જ્યારે સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહએ ત્રણ, કુલદીપ યાદવે બે અને વોશિંગ્ટન સુંદરે એક વિકેટ લીધી હતી.

ભારતીય ટીમની પહેલી ઈનિંગમાં જયસ્વાલ અને રાહુલે મજબૂત શરૂઆત આપવી અને 68 રનની ભાગીદારી કરી હતી. ઓપનર યશસ્વી 36 રન બનાવી આઉટ થયો. સાઈ સુદર્શન ફરી ફ્લોપ રહ્યો અને માત્ર 7 રન બનાવી આઉટ થયો હતો.

કેએલ રાહુલે પોતાનું મજબૂત ફોર્મ ચાલુ રાખ્યું અડધી સદી ફટકારી હતી. આ કેએલ રાહુલની ટેસ્ટ કારકિર્દીની 20મી અડધી સદી હતી. રાહુલ દિવસની રમતના અંતમાં અણનમ રહ્યો હતો. કેપ્ટન શુભમન ગિલ પણ 18 રન બનાવી અણનમ રહ્યો હતો.

ટીમ ઈન્ડિયાએ પહેલા દિવસની રમતના અંત સુધી 2 વિકેટ ગુમાવી 121 રન બનાવ્યા હતા અને આમ તેઓ વેસ્ટ ઈન્ડિઝના સ્કોરથી ફક્ત 41 રન પાછળ છે. (All Photo Credit : X / BCCI)
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ટેસ્ટ મેચનો પ્રારંભ. ભારતીય ક્રિકેટ ટીમ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો
