IND vs ENG: રિષભ પંત ચોથી ટેસ્ટ નહીં રમે? લોર્ડ્સમાં હાર બાદ શુભમન ગિલે કર્યો મોટો ખુલાસો
ટીમ ઈન્ડિયાનો વિકેટકીપર અને વાઈસ કેપ્ટન રિષભ પંત આગામી ટેસ્ટ મેચમાં રમશે કે નહીં તે એક મોટો પ્રશ્ન છે. લોર્ડ્સ ટેસ્ટમાં હાર બાદ શુભમન ગિલે આ અંગે મોટી અપડેટ આપી છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ 23 જુલાઈથી માન્ચેસ્ટરમાં રમાશે.

લોર્ડ્સ ટેસ્ટમાં હાર બાદ મોટો પ્રશ્ન એ છે કે ટીમ ઈન્ડિયા આગામી ટેસ્ટ મેચમાં કયા પ્લેઈંગ ઈલેવનને મેદાનમાં ઉતારશે? જસપ્રીત બુમરાહ રમશે કે નહીં, કરુણ નાયરનું શું થશે? અને બીજો મહત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે રિષભ પંત આગામી ટેસ્ટ મેચ રમશે? કેપ્ટન શુભમન ગિલે પંતના પ્રશ્નનો સીધો જવાબ આપ્યો હતો.

લોર્ડ્સમાં હાર બાદ કેપ્ટન શુભમન ગિલ મીડિયા સામે આવ્યો અને તેને રિષભ પંતની ફિટનેસ અંગે સવાલ કરવામાં આવ્યો. જેના પર કેપ્ટન ગિલે ચાહકોને રાહતના સમાચાર આપ્યા. ગિલે જણાવ્યું કે રિષભ પંતને સ્કેન માટે મોકલવામાં આવ્યો છે અને તેને કોઈ મોટી ઈજા નથી. તે આગામી ટેસ્ટ સુધીમાં ફિટ થઈ જશે.

લોર્ડ્સ ટેસ્ટના પહેલા દાવમાં પંત ઈજાગ્રસ્ત થયો હતો. બુમરાહના બોલને રોકવાનો પ્રયાસ કરતી વખતે તેના ડાબા હાથમાં ઈજા થઈ હતી. જોકે, છતાં તેણે પહેલી ઈનિંગમાં શાનદાર બેટિંગ કરી અને 74 રન બનાવ્યા. બીજી ઈનિંગમાં તે ફક્ત 9 રન જ બનાવી શક્યો અને અંતે ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો.

રિષભ પંત માટે માન્ચેસ્ટર ટેસ્ટ માટે ફિટ રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે પંત હાલ ખૂબ જ સારા ફોર્મમાં છે. પંતે 3 મેચમાં 70 થી વધુની સરેરાશથી 425 રન બનાવ્યા છે. તેણે શ્રેણીમાં સૌથી વધુ 15 છગ્ગા ફટકાર્યા છે.

જો પંત માન્ચેસ્ટર ટેસ્ટમાં નહીં રમે તો તે સ્પષ્ટપણે ટીમ માટે નુકસાનકારક રહેશે. માન્ચેસ્ટર ટેસ્ટ શરૂ થવામાં હજુ ઘણો સમય બાકી છે. આશા છે કે પંતનો હાથ સંપૂર્ણપણે ઠીક થઈ જશે અને તે વિકેટકીપિંગની જવાબદારી પણ સંભાળશે. (All Photo Credit : PTI)
ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ સીરિઝમાં રિષભ પંત શાનદાર ફોર્મમાં છે. રિષભ પંત સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
