IND vs ENG : માતા ICUમાં, છતાં ગૌતમ ગંભીરે ઈંગ્લેન્ડ પાછા ફરવાનો નિર્ણય લીધો
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 20 જૂનથી શરૂ થઈ રહેલી 5 મેચની ટેસ્ટ શ્રેણી પ્રથમ મેચ પહેલા ટીમ ઈન્ડિયાનો હેડ કોચ ગૌતમ ગંભીર ઈંગ્લેન્ડ પરત ફરશે. ગંભીરની માતાને 11 જૂને હાર્ટ એટેક આવ્યો હતો, જે બાદ ગંભીર ઈંગ્લેન્ડ પ્રવાસ અધવચ્ચે છોડીને ભારત પાછો ફર્યો હતો. હવે તે ફરીથી ઈંગ્લેન્ડ પાછો ફરી રહ્યો છે અને પહેલઈ ટેસ્ટ પહેલા ટીમ સાથે જોડાશે.

ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરની માતાને હાર્ટ એટેક આવ્યા બાદ ગૌતમે અચાનક ઈંગ્લેન્ડ પ્રવાસ અધવચ્ચે છોડીને ભારત પાછા ફરવું પડ્યું હતું. પરંતુ હવે તે ફરીથી ઈંગ્લેન્ડ પાછો ફરી રહ્યો છે.

ગૌતમ ગંભીર 16 જૂનની રાત્રે ભારતથી ઈંગ્લેન્ડ જવા રવાના થશે. તે પહેલા ભારતથી દુબઈ જશે. ત્યારબાદ તે દુબઈથી બર્મિંગહામ પહોંચશે. બર્મિંગહામ પહોંચ્યા પછી, ગંભીર રોડ માર્ગે હેડિંગલી પહોંચશે, જ્યાં ટીમ ઈન્ડિયા 20 જૂને પ્રથમ ટેસ્ટ મેચ રમવાની છે.

ટીમ ઈન્ડિયાની વાત કરીએ તો, ઈન્ટ્રા-સ્ક્વોડ મેચ નિર્ધારિત સમયના એક દિવસ પહેલા સમાપ્ત થયા પછી, ખેલાડીઓ 16 જૂને આરામ કરશે. ભારતીય ટીમ 17 જૂને હેડિંગ્લી જવા રવાના થશે, જ્યાં ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ તેમની સાથે જોડાશે.

ગંભીરની માતા સીમા ગંભીરને 11 જૂને હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારબાદ તેમને ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે સમાચાર મળ્યા બાદ તુરંત ગંભીર ભારત પાછો ફર્યો. ગંભીરની માતા હજુ ICUમાં છે, છતાં તેણે ઈંગ્લેન્ડ પાછા ફરવાનો નિર્ણય લીધો છે.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ મેચની શ્રેણી 20 જૂનથી શરૂ થઈ રહી છે. આ પ્રવાસ ટીમ ઈન્ડિયાના નવા ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલના નેતૃત્વમાં હેડિંગ્લીથી શરૂ થશે. હેડિંગ્લી ખાતે પહેલી ટેસ્ટ રમતા પહેલા ટીમ ઈન્ડિયા બે પ્રેક્ટિસ મેચો પણ રમશે. (All Photo Credit : PTI)
20 જૂનથી ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણી શરૂ થશે. ભારતીય ક્રિકેટ ટીમ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો






































































