ભારતે 3 ODI વર્લ્ડ કપ અને 2 ટી20 વર્લ્ડકપ સહિત 5 વર્લ્ડકપ જીત્યા, જુઓ ફોટો
ભારતીય ટીમ સાઉથ આફ્રિકાની હરાવી પહેલી વખત મહિલા વર્લ્ડકપ જીત્યો છે.આ માટે શેફાલી વર્માએ 87 રનની શાનદાર ઇનિંગ રમી, જ્યારે બોલિંગમાં દીપ્તિ શર્માએ પાંચ વિકેટ લીધી હતી.કપિલ દેવ અને ધોની પછી, હરમનપ્રીત કૌરે ઇતિહાસ રચ્યો છે, ભારતે ત્રીજી વખત ODI વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે.

ભારતે ક્રિકેટમાં કુલ 5 વખત વર્લ્ડકપ જીત્યો છે.1983 (50 ઓવર), 2007 (T20), 2011 (50 ઓવર) 2024માં ટી20 વર્લ્ડકપ તેમજ 2 નવેમ્બર 2025ના રોજ ભારતીય મહિલા ક્રિકેટ ટીમે વર્લ્ડકપ જીતી ઈતિહાસ રચી દીધો છે.

1983માં કપિલ દેવની કેપ્ટનશીપમમાં ભારતને ક્રિકેટનો પહેલો વર્લ્ડકપ મળ્યો હતો. તે સમયે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન કપિલ દેવ હતા. 25 જૂન 1983ના રોજ ભારતે વેસ્ટઈન્ડિઝને હરાવી ખિતાબ જીત્યો હતો.

ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં એમએસધોનીનું નામ ખુબ યાદ રાખવામાં આવશે, કરાણ કે, એમએમસ ધોનીની કેપ્ટનશીપમાં ભારતીય ક્રિકેટ ટીમે પહેલો ટી20 વર્લ્ડકપનો ખિતાબ જીત્યો હતો.મહત્વની વાત તો એ હતી કે, એમએમસ ધોનીની કેપ્ટનશીપમાં ટીમે પાકિસ્તાનને હરાવ્યું હતુ. ત્યારબાદ 1 એપ્રિલ 2011નો દિવસ પણ ક્રિકેટ ચાહકોને હંમેશા માટે યાદ રહેશે. કારણ કે, આ દિવસે ભારતે બીજી વખત વનડે વર્લ્ડકપ જીત્યો હતો. ભારતીય ટીમે શ્રીલંકાને મુંબઈના મેદાનમાં હરાવી ખિતાબ જીત્યો હતો.

ભારતીય ટીમ બીજી વખત ટી20 ચેમ્પિયન 29 જૂન 2024ના રોજ બની હતી. ભારતીય ક્રિકેટ ટીમે સાઉથ આફિકાની ટીમને હરાવી ખિતાબ પોતાને નામ કર્યો હતો.જેમાં કેપ્ટન રોહિત શર્મા હતો.ભારતીય ક્રિકેટ ટીમે ટી20 વર્લ્ડકપ 2024ની સીઝનમાં એક પણ મેચ હારી ન હતી. આ સાથે ઈતિહાસ પણ રચી દીધો હતો.

હરમનપ્રીત કપિલ દેવ, એમએસ ધોની અને રોહિત શર્મા સાથે જોડાય છે. કપિલ દેવે 1983ના વનડે વર્લ્ડ કપમાં ભારતનું નેતૃત્વ કર્યું હતું.

એમએસ ધોનીએ 2007ના ટી20 વર્લ્ડ કપ અને2011ના વર્લ્ડ કપમાં ભારતનું નેતૃત્વ કર્યું હતું. રોહિત શર્માએ2024નો ટી૨૦ વર્લ્ડ કપ જીત્યો હતો. અને હવે, હરમનપ્રીતે મહિલા ટીમ માટે વનડે વર્લ્ડ કપ જીત્યો છે.
ભારતની મહિલા રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ, જેને વુમન ઈન બ્લુ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. અહી ક્લિક કરો
