WGTT 2026 : અબુધાબી બાદ હવે પેરિસમાં ખુલશે ભવ્ય BAPS હિન્દુ મંદિર – જુઓ Video
TV9 ગુજરાતીના સૌથી મોટા ‘થિંક ફેસ્ટ’ના મહામંચ પરથી પેરિસમાં આગામી ભવ્ય BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની પ્રથમવાર સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. તેમણે પ્રથમવાર જણાવ્યું કે, અબુધાબીના ભવ્ય મંદિર બાદ હવે પેરિસમાં નવું BAPS હિન્દુ મંદિર ખુલ્લું મૂકવામાં આવશે.
TV9 ગુજરાતીના સૌથી મોટા ‘થિંક ફેસ્ટ’માં ધર્મના ધુરંધર ગણાતા BAPSના બ્રહ્મવિહારી સ્વામીએ હાજરી આપી હતી. આ મહામંચ પરથી તેમણે ટેકનોલોજી અને આધ્યાત્મિકતાના સમન્વય અંગે વાત કરતા AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) થી લઈને અધ્યાત્મ સુધીના પાસાઓ પર ચર્ચા કરી હતી.
કાર્યક્રમ દરમિયાન સૌથી મહત્વની જાહેરાત કરતા સ્વામીજીએ જણાવ્યું કે, અબુધાબી બાદ હવે પેરિસમાં BAPS હિન્દુ મંદિર ખુલ્લું મૂકવામાં આવશે. આ લોકાર્પણ અંગેની જાહેરાત પહેલીવાર આ મંચ પરથી કરવામાં આવી છે.
બ્રહ્મવિહારી સ્વામીએ પ્રમુખસ્વામી મહારાજે ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામને કરેલા સૂચનને યાદ કરતા જણાવ્યું હતું કે, “કોઈ પણ દેશનું મૂલ્યાંકન તેના નાગરિકોથી થાય છે.” આ સાથે જ તેમણે દેશ-વિદેશમાં શા માટે BAPS ના સૌથી વધુ મંદિરો છે અને મંદિરોની અનિવાર્યતા અંગેના સવાલોના સચોટ જવાબો આપ્યા હતા.
આ પણ વાંચો: ગુજરાતમાં 4 દિવસ હીટવેવની આગાહી, 9 માર્ચે નોંધાઈ સામાન્ય કરતા 4થી9 ડિગ્રી વધુ ગરમી
બાઈક સ્ટંટ કરતા યુવકની થઈ 'ભારે ફજેતી', વિડીયો જોઈને હસી પડાશે
જામનગરમાં વાવડી ગામના સરપંચ સહિત ખેડૂતો ધરણાં પર - જુઓ Video
દેશી સ્પાઈડર-મેનની રમુજી હરકતોએ ઈન્ટરનેટ પર મચાવી ધમાલ
TV9ના અહેવાલની અસર, ભાજપની રેલીમાં નંબર પ્લેટ વગરની બાઈકને દંડ
