T20 WC Breaking: ફાઈનલમાં અભિષેક શર્મા અને સંજુ સેમસનનું વાવાઝોડું: માત્ર 24 બોલમાં તોડ્યો 17 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ
ટી20 વિશ્વ કપ 2026 ના ફાઈનલ જંગમાં ભારતીય ઓપનિંગ જોડી અભિષેક શર્મા અને સંજુ સેમસને બેટિંગમાં ક્રાંતિ લાવી દીધી છે. આ જોડીએ 2009 થી ચાલી આવતા પાકિસ્તાનના રેકોર્ડને તોડીને ફાઈનલમાં સૌથી મોટી ઓપનિંગ પાર્ટનરશિપનો નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે.

આઇસીસી ટી20 વિશ્વ કપ 2026 ના ફાઈનલના મહામંચ પર અભિષેક શર્મા અને સંજુ સેમસનની જોડીએ પોતાની તોફાની બેટિંગથી ઈતિહાસના પાનાઓમાં નામ નોંધાવી દીધું છે. ભારતીય ઓપનિંગ જોડીએ મેદાન પર ઉતરતાની સાથે જ આક્રમક વલણ અપનાવ્યું હતું અને ન્યુઝીલેન્ડના બોલરો સામે રનનો પહાડ ખડકવાની શરૂઆત કરી હતી.

17 વર્ષ જૂનો રેકોર્ડ થયો પસ્ત: ટી20 વિશ્વ કપના ફાઈનલના ઈતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટી ઓપનિંગ પાર્ટનરશિપનો રેકોર્ડ 48 રનનો હતો, જે વર્ષ 2009 માં પાકિસ્તાનના કામરાન અકમલ અને શાહઝૈબ હસને શ્રીલંકા સામે બનાવ્યો હતો. અભિષેક અને સંજુની જોડીએ માત્ર 4 ઓવરમાં 51 રન પૂરા કરીને આ 17 વર્ષ જૂના રેકોર્ડને તોડી નાખ્યો હતો.

ફાઈનલની પ્રથમ ફિફ્ટી પ્લસ ઓપનિંગ જોડી: અભિષેક અને સંજુ ટી20 વિશ્વ કપના ઈતિહાસની પ્રથમ એવી ઓપનિંગ જોડી બની છે જેણે ફાઈનલ મેચમાં 50 કે તેથી વધુ રનની પાર્ટનરશિપ કરી હોય. આ જોડીએ માત્ર રેકોર્ડ જ નથી તોડ્યો, પરંતુ ભારતને એક મજબૂત શરૂઆત અપાવીને ન્યુઝીલેન્ડ પર દબાણ બનાવી દીધું હતું.

98 રનની મજબૂત ભાગીદારી: ભારતીય ઇનિંગ્સની શરૂઆત કરતા આ બંને બેટ્સમેનો વચ્ચે પ્રથમ વિકેટ માટે કુલ 98 રનની શાનદાર પાર્ટનરશિપ થઈ હતી. આ ભાગીદારી દરમિયાન લોકી ફર્ગ્યુસન જેવા અનુભવી બોલરોની પણ આ જોડીએ આકરી કસોટી કરી હતી અને મેદાનની ચારેબાજુ ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવી હતી.

મેદાન પર સર્જાયું 'ભૂત': અભિષેક અને સંજુના બેટમાંથી નીકળેલા શોટ્સ એટલા પ્રચંડ હતા કે ન્યુઝીલેન્ડના મુખ્ય બોલર લોકી ફર્ગ્યુસનની લય સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ હતી. ભારતીય ઓપનર્સે ન્યુઝીલેન્ડના આક્રમણને વેરવિખેર કરી નાખ્યું હતું અને ફાઈનલ જેવા દબાણ વાળા વાતાવરણમાં પણ નિર્ભય થઈને બેટિંગ કરી હતી.
Iran-Israel War Impact : યુદ્ધની આગમાં હોમાશે ભારતની ખેતી ? ઈરાન સંકટને કારણે ખાતરના ભાવમાં જબરદસ્ત ઉછાળો, વાંચવા માટે અહીં ક્લિક કરો
