ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પાકિસ્તાનને મોટો ઝટકો, હવે અમ્પાયર-મેચ રેફરીએ પાકિસ્તાન જવાનો કર્યો ઈનકાર

ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી પાકિસ્તાનમાં શરૂ થશે. ભારતની મેચો દુબઈમાં યોજાશે. જોકે, આ ટુર્નામેન્ટ પહેલા અનુભવી ભારતીય અમ્પાયર અને સિનિયર મેચ રેફરીએ પાકિસ્તાન જવાનો ઈનકાર કરી દીધો છે.

| Updated on: Feb 05, 2025 | 5:57 PM
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પાકિસ્તાનને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. મોટા સમાચાર એ છે કે ભારતીય અમ્પાયર અને મેચ રેફરીએ પાકિસ્તાન જવાનો ઈનકાર કરી દીધો છે.

1 / 5
અગાઉ ભારતીય ટીમે પણ પાકિસ્તાન જવાનો ઈનકાર કરી દીધો હતો, હવે ભારતીય અમ્પાયર નીતિન મેનને પણ આ નિર્ણય લઈને PCBને મોટો ઝટકો આપ્યો છે. આ જ કારણ છે કે ચેમ્પિયન્સ ટ્રોફી માટે જાહેર કરાયેલા અમ્પાયરોની યાદીમાં નીતિન મેનનનું નામ નથી.

2 / 5
મોટા સમાચાર એ છે કે ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર અને ખૂબ જ અનુભવી ICC મેચ રેફરી જવાગલ શ્રીનાથ પણ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ ગયા છે. તેમને પણ મેચ રેફરીની પેનલમાં તક મળી નથી. ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન ડેવિડ બૂન, એન્ડ્રુ પાયક્રોફ્ટ અને રંજન મદુગલે મેચ રેફરી રહેશે.

3 / 5
નીતિન મેનન 40 ટેસ્ટ મેચોમાં અમ્પાયરિંગ કરી ચૂક્યા છે, જેમાં તેઓ 30 વખત ફિલ્ડ અમ્પાયર અને 10 વખત ટીવી અમ્પાયર રહ્યા છે. તેમણે 75 ODI મેચોમાં અમ્પાયરિંગ કર્યું છે. જ્યારે T20 માં પણ તેમણે 75 મેચોમાં અમ્પાયરિંગ કર્યું છે. નીતિન મેનને 13 મહિલા T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં અમ્પાયરિંગ પણ કર્યું છે.

4 / 5
જવાગલ શ્રીનાથની મેચ રેફરી તરીકેની કારકિર્દી લાંબી છે. આ દિગ્ગજ ખેલાડી 79 ટેસ્ટ અને 272 વનડેમાં મેચ રેફરી રહી ચૂક્યા છે. આ ઉપરાંત, તેમણે 136 T20 મેચોમાં પણ મેચ રેફરીની ભૂમિકા ભજવી છે. (All Photo Credit : GETTY / ESPN)

5 / 5

પાકિસ્તાન ક્રિકેટ ટીમ સાથે જોડાયેલ તમામ ખબરો જાણવા ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">