Breaking News : આસ્થાના આંગણે આક્રોશ! ભવનાથ ક્ષેત્રમાં નોન-વેજ બનાવવાની ઘટનાએ જગાવ્યો વિવાદ, જુઓ Video
જૂનાગઢના ભવનાથ ખાતે મહાશિવરાત્રી મેળા પૂર્વે ગીરનાર દરવાજા પાસે નોન-વેજ રાંધવાનો કિસ્સો સામે આવ્યો છે. રાજસ્થાની શ્રમિકો દ્વારા મંદિર સામે કરાયેલા આ કૃત્યથી હિન્દુ સમાજની લાગણી દુભાતા બજરંગદળે પોલીસ ફરિયાદ કરી. બજરંગદળે આવા કૃત્યો સામે કડક કાર્યવાહીની ચીમકી ઉચ્ચારી છે.
જૂનાગઢના ગિરનાર પર્વતની તળેટીમાં વસેલું ભવનાથ ક્ષેત્ર હિન્દુ સમાજ માટે અતિ પવિત્ર માનવામાં આવે છે. ખાસ કરીને મહાશિવરાત્રીના દિવસોમાં અહીં ભક્તોની ભીડ ઉમટી પડે છે અને સમગ્ર વાતાવરણ શિવમય બની જાય છે. આવી પવિત્ર પરંપરા અને શ્રદ્ધાના માહોલ વચ્ચે મહાશિવરાત્રી મેળા પૂર્વે એક વિવાદાસ્પદ ઘટના સામે આવતા શહેરમાં ભારે હોબાળો મચ્યો છે.
ભવનાથ તરફ જવાના મુખ્ય માર્ગ પર આવેલા ગિરનાર દરવાજા નજીક કેટલાક શ્રમિકો દ્વારા નોન-વેજ પકાવવામાં આવતું હોવાનું બહાર આવ્યું છે. બજરંગદળના સંયોજકોના જણાવ્યા મુજબ ફુગ્ગા વેચવાનું કામ કરતા રાજસ્થાની શ્રમિકો મંદિરની સામે જ મચ્છી અને મટન બનાવી રહ્યા હતા. આ દ્રશ્ય જોતા આસપાસના સ્થાનિક લોકો અને ધાર્મિક સંસ્થાઓમાં રોષ ફેલાયો હતો.
બજરંગદળના કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે ભવનાથ ક્ષેત્ર માત્ર એક પ્રવાસન સ્થળ નથી, પરંતુ કરોડો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. આવા પવિત્ર સ્થળની આસપાસ નોન-વેજ પકાવવાની પ્રવૃત્તિ હિન્દુ સમાજની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડે છે. ઘટનાની જાણ થતાં જ બજરંગદળના કાર્યકર્તાઓએ પોલીસને જાણ કરી હતી.
પોલીસ તંત્રએ ઘટનાને ગંભીરતાથી લઈ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી અને સંબંધિત શ્રમિકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે સ્પષ્ટ કર્યું હતું કે મહાશિવરાત્રી મેળા દરમિયાન ભવનાથ વિસ્તારમાં શાંતિ, વ્યવસ્થા અને ધાર્મિક ભાવનાઓ જળવાઈ રહે તે માટે કોઈપણ પ્રકારની અયોગ્ય પ્રવૃત્તિ સહન કરવામાં આવશે નહીં.
બજરંગદળે ચેતવણી આપતાં જણાવ્યું છે કે મહાશિવરાત્રીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે આવા કૃત્યો ફરી બનશે તો પોલીસની સાથે રહીને વધુ કડક પગલાં લેવામાં આવશે. સમગ્ર ઘટનાએ ફરી એકવાર ધાર્મિક સ્થળોની પવિત્રતા અને સમાજની લાગણીઓના સન્માનની જરૂરિયાત પર પ્રકાશ ફેંક્યો છે.
પરષોત્તમ સોલંકીનો દબંગ અંદાજ, કોઈના નામ લીધા વગર આપ્યો આ સંકેત ! આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
મહાશિવરાત્રી પહેલા ભવનાથ માર્ગ પર નોન-વેજથી વિવાદ
ઠાકોર સમાજના બંધારણના ધજાગરા ઉડાડતો વીડિયો આવ્યો સામે- જુઓ Video
સુરેન્દ્રનગર: ઠાકોર સમાજના સંમેલનમાં એકસૂરે ઉઠી PIની બદલીની માગ
Breaking News : પરષોત્તમ સોલંકીનું સીમર ગામે કોળી સમાજને દબંગ નિવેદન

