AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચાંદીમાં ધરખમ ઘટાડો, સોના-કોપરના હાલ બેહાલ! શું અત્યારે આ ધાતુ ખરીદી લેવી જોઈએ કે હજુ ઘટશે કિંમતો?

સોના-ચાંદી સસ્તું થતા લગ્ન સીઝનમાં ખરીદી કરનારા ગ્રાહકોમાં ખુશી છવાઈ છે પરંતુ કિંમતોમાં હજુ મોટો કડાકો આવશે, તેવી શક્યતા હોવાથી રોકાણકારો મુંઝવણમાં મુકાયા છે.

| Updated on: Feb 08, 2026 | 12:08 PM
Share
સોના અને ચાંદીની સાથે કોપરનો હાલ પણ બેહાલ છે, જેના કારણે ગ્રાહકોમાં ભારે ખુશીનો માહોલ છવાયો છે પરંતુ રોકાણકારો ચિંતામાં મુકાયા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ નરમ હોવાને કારણે અને રોકાણકારોની વેચવાલીને લીધે સ્થાનિક બજારમાં કિંમતો તળિયે આવી છે.

1 / 9
જો તમે સોનું અથવા ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા કામના છે. છેલ્લા એક અઠવાડિયામાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. આ સમયગાળા દરમિયાન 24 કેરેટ સોનું અંદાજે 3,650 રૂપિયા જેટલું સસ્તું થયું છે, જ્યારે ચાંદીના ભાવમાં અંદાજે 65,000 રૂપિયાનો મોટો ઘટાડો નોંધાયો છે.

2 / 9
છેલ્લા એક અઠવાડિયામાં સોનાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. 24 કેરેટ સોનું અંદાજે 3,980 રૂપિયા સસ્તું થયું છે, જ્યારે 22 કેરેટ સોનાની કિંમતમાં પણ આશરે 3,650 રૂપિયાનો ઘટાડો થયો છે. સરળ રીતે કહીએ તો, આંતરરાષ્ટ્રીય બજારની અસર સ્થાનિક કિંમતો પર પણ પડી રહી છે. વિદેશમાં સોનાના ભાવ હાલ નરમ હોવાને કારણે ભારતમાં પણ કિંમતો નીચે આવી છે.

3 / 9
આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ ગોલ્ડ (સોનું) નો ભાવ 4,800 ડોલર પ્રતિ ઔંસથી નીચે સરકી ગયો છે અને છેલ્લા બે દિવસથી જોવા મળેલો સામાન્ય સુધારો પણ અટકી ગયો છે. આ ઘટાડાનું મુખ્ય કારણ અમેરિકી ડોલરનું મજબૂત થવું છે. અમેરિકી ફેડરલ રિઝર્વ (Fed) એ વ્યાજ દરોમાં ઘટાડો કરવા બાબતે સાવચેતીભર્યું વલણ અપનાવ્યું છે.

4 / 9
ફેડ ગવર્નર લિસા કૂકે ગઈકાલે જણાવ્યું હતું કે, તેઓ વધારાના વ્યાજ દર ઘટાડાનું સમર્થન નહીં કરે. તેમનું માનવું છે કે, હાલમાં મોંઘવારી (ઇન્ફ્લેશન) ઉપર તરફ વધશે તેવું જોખમ છે, જ્યારે નોકરીઓના બજારમાં જોવા મળતી ધીમી ગતિ ઓછી મહત્વની છે. વધુમાં જ્યારે ડોલર મજબૂત થાય છે, ત્યારે સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓ મોંઘી લાગે છે, કારણ કે તેમને ખરીદવા માટે વધુ ડોલર ચૂકવવા પડે છે. આ કારણે રોકાણકારો તેમાં ઓછી ખરીદી કરે છે અને કિંમતો ઘટી જાય છે.

5 / 9
ભારતમાં પણ તેની અસર જોવા મળી રહી છે અને સોના-ચાંદીના સ્થાનિક ભાવ ફરી નીચે આવ્યા છે. બજારના જાણકારોનું કહેવું છે કે, આગામી થોડા દિવસો સુધી ફેડના સંકેતો અને ડોલરની મજબૂતી પર સૌની નજર રહેશે. જો ડોલર વધુ મજબૂત થશે તો આ ઘટાડો ચાલુ રહી શકે છે.

6 / 9
નિષ્ણાતોનું કહેવું છે કે, ડૉલરની વધ-ઘટ, આંતરરાષ્ટ્રીય બજારની સ્થિતિ અને રોકાણકારો દ્વારા કરવામાં આવેલી વેચવાલીને કારણે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. જો આ સ્થિતિ યથાવત રહેશે, તો આગામી દિવસોમાં ગ્રાહકોને વધુ રાહત મળી શકે છે. જો કે, લગ્નની મોસમ અથવા રોકાણ માટે સોનું ખરીદવા ઈચ્છતા લોકો માટે આ સમય પ્રમાણમાં સારો ગણવામાં આવી રહ્યો છે પરંતુ ખરીદી કરતા પહેલા તમારા શહેરના તાજા ભાવ જરૂરથી તપાસી લેવા જોઈએ.

7 / 9
શુક્રવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (MCX) પર કોપર (તાંબા)નો ભાવ ₹1,242 પ્રતિ કિલોગ્રામ પર બંધ થયો હતો. આ ઉપરાંત, કોમેક્સ (COMEX) પર શુક્રવારે તાંબુ $5.8875 પ્રતિ ઔંસ પર પહોંચી ગયું હતું. ગયા શુક્રવારે MCX પર તાંબાનો ભાવ ₹1,284 પ્રતિ કિલોગ્રામ અને કોમેક્સ પર $5.9670 પ્રતિ ઔંસ પર બંધ થયો હતો. આ અઠવાડિયા દરમિયાન વચ્ચેના બે દિવસોમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો પરંતુ ત્યારબાદ ભાવમાં ઘટાડો પણ નોંધાયો હતો.

8 / 9
બજારના નિષ્ણાતોનું કહેવું છે કે, કોમોડિટી માર્કેટમાં તાંબાના ભાવમાં આવેલી આ અસ્થિરતા રોકાણકારો માટે રોકાણનો એક મોટો વિકલ્પ સાબિત થઈ શકે છે. આ ઘટાડાના સમયે રોકાણ કરીને આવનારા સમયમાં મોટો નફો કમાઈ શકાય તેમ છે. તાંબુ એક એવી ધાતુ બની ગઈ છે કે, જે સતત નવી તકો ખોલી રહી છે. બજારના જાણકારો મુજબ, છેલ્લા કેટલાક સમયમાં તાંબાના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે અને આગામી થોડા વર્ષોમાં મોટું રિટર્ન મળી શકે છે, કારણ કે તેની માંગ ઝડપથી વધી રહી છે. એવામાં જો કોઈ રોકાણકાર કોમોડિટી માર્કેટમાં સસ્તી ધાતુઓમાં રોકાણ કરીને મોટો નફો કમાવાની યોજના બનાવી રહ્યા હોય, તો તેમના માટે તાંબુ એક શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે.

9 / 9

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો  

પ્રકૃતિનું અનોખું દ્રશ્ય: સિંહબાળ પ્રત્યે સિંહણની મમતા અને જીવનનો પાઠ

કાલુપુર સ્વામીનારાયણ મંદિરના ગાદીપતિએ કર્યો બેફામ વાણી વિલાસ- Video

મોબાઈલથી લઈને કાર સુધી હવે બધે જ વપરાશે ‘મેડ ઈન ઇન્ડિયા’ ચિપ

નવસારીમાં હોળી એટલે ભક્તિ, સંસ્કૃતિ અને આનંદનો સંગમ

વડાપ્રધાન મોદી આજે દેશને આપશે ‘મેડ ઈન ઈન્ડિયા’ સેમિકન્ડક્ટર ચિપની ભેટ

કાંકરિયા થી રિવરફ્રન્ટ સુધી ફ્લોટિંગ સોલર પેનલ

ગુજરાતીઓનું પ્રિય સ્થળ માઉન્ટ આબુનું નામ બદલાઈ ગયું, જાણો નવું નામ

નિયમ તોડશો તો દંડ નક્કી! શેરડીના રસ પર મનપાની સખ્ત નજર

હોળી માટે વતન જવાની હોડ! ઉધના રેલવે સ્ટેશન પર માનવ મહાસાગર

કુદરતને નજીકથી માણવા માટે હમણાં જ પ્લાન કરો ટ્રિપ

g clip-path="url(#clip0_868_265)">