AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 WC Breaking News: ભારતીય મૂળના આર્યન દત્તનો કહેર! નેધરલેન્ડના આ બોલરે પાકિસ્તાની ટીમને પહેલી જ મેચમાં રાડ પડાવી દીધી, કેપ્ટન સહિત ટોપ ઓર્ડરને ધૂળ ચટાડી

ICC T20 વર્લ્ડ કપ 2026 ની શરૂઆતની મેચ નેધરલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાઈ હતી, જેમાં ભારે રસાકસી જોવા મળી હતી. મેચ દરમિયાન જ્યારે પાકિસ્તાની બેટ્સમેનો મજબૂત સ્થિતિમાં હતા, ત્યારે આર્યન દત્તે પોતાની શાનદાર બોલિંગથી નેધરલેન્ડ્સની જીતની આશા જીવંત કરી હતી. એવામાં ચાલો જાણીએ કે, આર્યન દત્ત કોણ છે અને તેનું ભારત સાથે શું કનેક્શન છે...

| Updated on: Feb 07, 2026 | 3:47 PM
Share
આજથી એટલે કે 07 ફેબ્રુઆરીના રોજથી ICC T20 વર્લ્ડ કપ 2026 નો પ્રારંભ થઈ ચૂક્યો છે. આજની પ્રથમ મેચ નેધરલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ભારે રસાકસી જોવા મળી હતી અને પાકિસ્તાન રોતા-રોતા જીત્યું હતું. આ મેચમાં ખાસ વાત એ છે કે, શરૂઆતમાં પાકિસ્તાનની કમર તોડનાર નેધરલેન્ડનો બોલર મૂળ ભારતીય છે.

1 / 6
મેચ દરમિયાન એક સમયે જ્યારે પાકિસ્તાની બેટ્સમેનો મજબૂત સ્થિતિમાં હતા, ત્યારે આર્યન દત્તે પોતાની શાનદાર બોલિંગથી નેધરલેન્ડ્સની જીતની આશા જીવંત કરી હતી. આર્યન દત્તે પાકિસ્તાનના આક્રમક બેટ્સમેન સાઈમ અયુબને વાન ડેર મરવેના હાથે કેચ કરાવીને 24 રને આઉટ કર્યો હતો. ત્યારબાદ, તેણે પાકિસ્તાની કેપ્ટન સલમાન આઘાને પણ લેવિટના હાથે કેચ કરાવીને માત્ર 12 રને પેવેલિયન ભેગો કર્યો હતો. આ બે મહત્વની વિકેટો ઝડપીને આર્યન દત્તે નેધરલેન્ડ્સ માટે જીતનો માર્ગ ખોલ્યો હતો અને મેચમાં રોમાંચ લાવી દીધો હતો. જો કે, અંતમાં નસીબે પાકિસ્તાનનો સાથ આપ્યો અને તેઓ આ રસાકસી ભરી મેચ જીતવામાં સફળ રહ્યા હતા.

2 / 6
આર્યન દત્ત નેધરલેન્ડની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમનો એક પ્રભાવશાળી અને પ્રતિભાશાળી ઓફ-સ્પિનર છે. 12 મે, 2003ના રોજ ધ હેગમાં જન્મેલા આર્યન પોતાની 6 ફૂટની ઊંચાઈનો બોલિંગમાં સચોટ ઉપયોગ કરે છે, જેના કારણે તેને પિચ પરથી સારો ઉછાળ અને ટર્ન મળે છે. તેના માતા-પિતા ભારતીય મૂળના છે અને તે પોતે મહેન્દ્ર સિંહ ધોનીને પોતાનો આદર્શ માને છે.

3 / 6
પોતાની રમતને નિખારવા માટે તેણે વર્ષ 2016 થી વર્ષ 2019 દરમિયાન ભારતના ચંદીગઢમાં ખાસ તાલીમ પણ લીધી હતી. માત્ર 17 વર્ષની નાની ઉંમરે વર્ષ 2021માં નેપાળ સામે આંતરરાષ્ટ્રીય પદાર્પણ કરનાર આર્યને ખૂબ જ ઝડપથી ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે.

4 / 6
તેના કરિયરની સૌથી મોટી સિદ્ધિઓમાંની એક નામિબિયા સામેની વન-ડે મેચ છે, જ્યાં તેણે 34 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. આ સાથે તે વન-ડેમાં 6 વિકેટ લેનારો નેધરલેન્ડ્સનો પ્રથમ સ્પિનર બન્યો હતો. વર્ષ 2023ના વર્લ્ડ કપ દરમિયાન પણ તેણે શાનદાર દેખાવ કર્યો હતો, જેમાં દક્ષિણ આફ્રિકા સામેની જીતમાં તેણે માત્ર 9 બોલમાં 23 રન ફટકારીને પોતાની બેટિંગ ક્ષમતાનો પરચો આપ્યો હતો.

5 / 6
અત્યાર સુધીની તેની કારકિર્દીમાં તેણે 53 વન-ડે મેચમાં 62 વિકેટ અને 26 T20I મેચમાં 25 વિકેટ ઝડપી છે. હાલમાં તે નેધરલેન્ડ્સની ટીમ ઉપરાંત કેનેડાની ગ્લોબલ ટી20 લીગમાં બ્રામ્પટન વુલ્વ્સ તરફથી પણ રમે છે, જે તેની વધતી જતી લોકપ્રિયતા અને કૌશલ્યનો પુરાવો છે.

6 / 6

આ પણ વાંચો: T20 World Cup Breaking News : ડચ આક્રમણમાં પાકિસ્તાન ‘સ્વાહા’ થતાં બચ્યું! નેધરલેન્ડે નાકે દમ લાવી દીધો, માંડ-માંડ જીત્યું ‘પાકિસ્તાન’

Follow Us
રાજકોટના સનાળી ગામે ભારે પવનથી ચાર વીજ પોલ ધરાશાયી

ધોળકામાં હેવાન શિક્ષકે વિદ્યાર્થી સાથે આચર્યુ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

ઈડરમાં મૈત્રી કરાર કરનાર યુવકને બની બેસેલા ઠેકેદારોએ આપી તાલિબાની સજા

NEET પરીક્ષાને લઈ વડોદરામાં લોખંડી બંદોબસ્ત: 17 કેન્દ્રો પર મોકડ્રીલ

Breaking News : રાજકોટના વિંછીયા પંથકમાં ધોધમાર વરસાદ

અમરેલી અને બાબરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ખેડૂતોમાં ખુશી

અમદાવાદમા કફ સિરપથી નશાનો નવો ટ્રેન્ડ અટલ બ્રિજ પાસે ખાલી બોટલોના ઢગલા

ફાયર NOC વગર ચાલતી 37 હોટલ પર તૂટી પડ્યું 'તંત્ર', 4 ને લાગ્યા 'તાળાં'

હજારો લોકો દૂષિત પાણી પીવા મજબૂર, મહિલાઓએ ઉપાડ્યો મોરચો

ઉદ્ઘાટન નથી થયું ને રોડ બિસમાર થયો, જવાબદારો સામે કાર્યવાહી ક્યારે?

g clip-path="url(#clip0_868_265)">