AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs NZ: એક નહીં, બે નહીં… કોહલી ન્યુઝીલેન્ડમાં સચિન તેંડુલકરના 9 ‘વિરાટ’ રેકોર્ડ તોડશે !

ન્યુઝીલેન્ડ સામેની વનડે શ્રેણીમાં વિરાટ કોહલી પાસે ફરી એકવાર અનેક રેકોર્ડ તોડવાની તક છે. વિરાટ કોહલી સચિન તેંડુલકરનાના એક કે બે નહીં, પરંતુ નવ રેકોર્ડ તોડી શકે છે. ચાલો જાણીએ 'કિંગ કોહલી' 'ગોડ ઓફ ક્રિકેટ'ના કયા-કયા રેકોર્ડ તોડશે.

| Updated on: Nov 03, 2026 | 4:15 PM
Share
જ્યારે પણ વિરાટ કોહલી મેદાનમાં ઉતરે છે, ત્યારે કોઈને કોઈ રેકોર્ડ બને છે અથવા તૂટે છે. ન્યુઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાં પણ કંઈક આવું જ થવાની શક્યતા છે. પાંચ મેચની આ ODI શ્રેણીમાં વિરાટ કોહલી સચિન તેંડુલકરના 1 કે 2 નહીં, પરંતુ 9 રેકોર્ડ તોડી શકે છે.

1 / 10
વિરાટ કોહલી પાસે એશિયાની બહાર સૌથી વધુ સદી ફટકારવાની તક છે. સચિન અને વિરાટ બંનેએ એશિયાની બહાર 29-29 સદી ફટકારી છે. એક સદી સાથે વિરાટ સચિનથી આગળ નીકળી જશે.

2 / 10
લિસ્ટ A ક્રિકેટમાં સૌથી વધુ સદીઓ મામલે પણ સચિન તેંડુલકર અને વિરાટ કોહલી બરાબરી પર છે. સચિનના નામે લિસ્ટ A ક્રિકેટમાં 60 સદી છે. વિરાટ કોહલીના નામે પણ 60 સદી છે. ફક્ત એક સદી સાથે, તે સચિનને ​​પાછળ છોડી દેશે.

3 / 10
વિરાટ કોહલી પાસે SENA (દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા) દેશોમાં સૌથી વધુ 50+ સ્કોર કરવાના મામલે સચિન તેંડુલકરને પાછળ છોડી દેવાની તક છે. સચિનના 133 પચાસથી વધુ સ્કોર છે, અને વધુ એક પચાસ સાથે વિરાટ 133 50+ સ્કોર મામલે ટોચના સ્થાને પહોંચી જશે.

4 / 10
ODI જીતમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. સચિને 11,157 રન બનાવ્યા છે, જ્યારે વિરાટ કોહલીના 10,864 રન છે. આનો અર્થ એ થયો કે જો વિરાટ 294 વધુ રન બનાવે છે, તો તે સચિનને ​​પાછળ છોડી દેશે.

5 / 10
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ન્યુઝીલેન્ડ સામે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. સચિને ન્યુઝીલેન્ડ સામે 3,345 રન બનાવ્યા છે. વિરાટ કોહલીના નામે 3,167 રન છે. 179 રન બનાવતા જ કોહલી સચિનના આ રેકોર્ડને પાર કરશે.

6 / 10
ODIમાં રનચેઝમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પણ  સચિન તેંડુલકરના નામે છે. સચિને રનચેઝમાં 8720 રનનો બનાવ્યા છે. જ્યારે કોહલીના રનચેઝમાં 8667 રન છે. આનો અર્થ એ થયો કે વિરાટ કોહલી રનચેઝમાં 54 રન બનાવતાની સાથે જ સચિનનો રેકોર્ડ તોડી નાખશે.

7 / 10
સચિન તેંડુલકર ન્યુઝીલેન્ડમાં 821 રન સાથે સૌથી વધુ રન બનાવનાર ભારતીય ખેલાડી છે. વિરાટ કોહલીના 596 રન છે. જો તે વનડે શ્રેણીમાં 227 રન બનાવે છે, તો તે ટોચના સ્થાને પહોંચી જશે.

8 / 10
35 વર્ષની ઉંમર પછી ભારત માટે સૌથી વધુ 7 વનડે સદી સચિન તેંડુલકરે ફટકારી છે. 35 વર્ષની ઉંમર પછી પણ કોહલીએ પણ 7 સદી ફટકારી છે. વધુ એક સદી સાથે તે સચિનનો રેકોર્ડ તોડી નાખશે.

9 / 10
સચિને ન્યુઝીલેન્ડ સામે જીતેલી મેચોમાં સૌથી વધુ 6 સદી ફટકારી છે. વિરાટ કોહલીએ પણ 6 સદી સાથે આ રેકોર્ડની બરાબરી કરે છે. મતલબ કે, એક સદી તેને ક્રિકેટના ભગવાનથી આગળ લઈ જશે. (PC:PTI/X)

10 / 10

Breaking News: હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સ છોડશે? IPL 2027 ઓક્શન પહેલા સામે આવ્યું મોટું અપડેટ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">