અમદાવાદ ટેસ્ટ માટે ટિકિટ બુકિંગ શરુ, જાણો ક્યાંથી અને કેવી રીતે કરી શકશો બુકિંગ
Ahmedabad test ticket booking : 9 માર્ચથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ મેચ રમાશે. આ નિર્ણાયક ટેસ્ટ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ચાલો જાણીએ આ મેચની ટિકિટ બુકિંગ અંગેની તમામ વિગતો.


બોર્ડર-ગાવસ્કર ટ્રોફી હાલ 2-1થી ભારતીય ક્રિકેટ ટીમ આગળ છે. ત્રીજી ટેસ્ટ મેચ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયાની ટીમ ચોથી ટેસ્ટ મેચ જીતીને સિરીઝ 2-2થી ડ્રો કરવા માટે ઉતરશે. અને ભારતીય ટીમ ચોથી ટેસ્ટ જીતીને 3-1થી સિરીઝ જીતવાનો પ્રયત્ન કરશે. ટૂંકમાં અમદાવાદની ટેસ્ટ મેચ સિરીઝની નિર્ણાયક મેચ બની જશે.

4 મેચની ટેસ્ટ સિરીઝની ચોથી ટેસ્ટ મેચ અમદાવાદમાં 9થી 13 માર્ચ વચ્ચે રમાશે. તેના માટે તમે Bookmyshow પરથી ટિકિટ બુક કરી શકશો. Bookmyshow પર જઈ તમારે India vs Australia 4th test સર્ચ કરવું પડશે.

બુક બટન પર ક્લિક કરતા તમને એક કેલેન્ડર જોવા મળશે. જેમાં ફકત 10, 11, 12 અને 13 માર્ચની તારીખ ક્લિક કરી શકાય એમ છે. જણાવી દઈએ કે ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ફેન્સ માટે ટિકિટ મળશે. આ દિવસે ભારત અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્ટેડિયમમાં હાજર રહશે. તેથી અધિકારીઓ અને કાર્યકર્તાઓ માટે સ્ટેડિયમ બુક રહેશે તેવી માહિતી મળી રહી છે.

10, 11, 12 અને 13 માર્ચમાંથી તમે જે દિવસે મેચ જોવા માંગતા હોવ તે દિવસ પર ક્લિક કરો.

તમે એક સમયે કુલ 10 લોકોની સીટની ટિકિટ બુક કરી શકશો.

તમે 300, 350, 1000 અને 2500 રુપિયા સુધીની ટિકિટ બુક કરાવી શકશો. તેના માટે તમે ઓનલાઈન પૈસાની ચૂકવણી કરવી પડશે. થોડી ઘણી ટિકિટ તમે ઓફલાઈન સ્ટેડિયમ પરથી ખરીદી શકશો.

































































