ભારતીય મહિલા ટીમની ઐતિહાસિક જીતથી ખેલાડીઓની બ્રાન્ડ વેલ્યુ લાખથી કરોડોમાં પહોંચી, જુઓ ફોટો
ભારતની મહિલા ક્રિકેટ ટીમની ઐતિહાસિક વર્લ્ડકપ જીત બાદ સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા એને જેમિમા રોડ્રિગ્સની બ્રાન્ડ વેલ્યુમાં ખુબ મોટો વધારો થયો છે. સાથે મહિલા ખેલાડીઓના સોશિયલ મીડિયા ચાહક વર્ગમાં પણ વધારો થયો છે.

ક્રિકેટના મેદાનમાં ખુબ મહેનત અને લાંબા સમયની રાહ બાદ વર્લ્ડકપની ટ્રોફી જીતનારી ભારતની મહિલા ક્રિકેટરો પર હવે પૈસાનો વરસાદ થઈ રહયો છે. આ ઐતિહાસિક જીત બાદ તેની બ્રાન્ડ વેલ્યુ પણ કરોડોમાં પહોંચી છે.

પીટીઆઈના રિપોર્ટ મુજબસ્મૃતિ મંધાના, શેફાલી વર્મા અને જેમીમા રોડ્રિગ્સ જેવી ખેલાડીઓની બ્રાન્ડ વેલ્યુમાં 50 ટકાથી વધુનો વધારો થવાની શક્યતા છે, જે તેમને મેનેજ કરતી મેનેજમેન્ટ કંપનીઓના મતે વ્યક્તિગત રીતે 1 કરોડ રૂપિયાથી વધુના એન્ડોર્સમેન્ટ ડીલમાં પરિણમે છે.

આ ખેલાડીઓને તેમની જાહેરાતનો ચહેરો બનાવવા માટે તૈયાર બ્રાન્ડ્સ ઓટોમોબાઈલ કંપનીઓથી લઈને બેંકો અને FMCG કંપનીઓ સુધીની હોઈ શકે છે. રમતગમતના સામાન, લાઈફસ્ટાઈલ, સુંદરતા અને વ્યક્તિગત સંભાળ અને શિક્ષણ કોર્પોરેશનો સાથે પણ ડીલની આશા છે.

ટોચના ખેલાડીની બ્રાન્ડ વેલ્યુ બે થી ત્રણ ગણી વધી ગઈ છે. જેમિમા રોડ્રિગ્સની 60 લાખ રુપિયાથી વધી અંદાજે 1.5 કરોડ રુપિયાથી વધુ થઈ છે. શેફાલી વર્માની 40 લાખ રુપિયાથી વધી અંદાજે એક કરોડ રુપિયાથી વધારે થઈ છે.આ જીતથી કોમર્શિયલ માર્કેટમાં મહિલા ક્રિકેટ વધુ મજબૂત બનશે,

બ્રાન્ડ વેલ્યુની સાથે ખેલાડીઓના સોશિયલ મીડિયા પર ચાહકો પણ વધ્યા છે. ટુંકમાં ફોલોઅર્સમાં વધારો થયો છે. જેમિમાના ફોલોઅર્સમાં ખુબ મોટો વધારે થયો છે.

આ ઐતિહાસિક પ્રદર્શન બાદ, ખેલાડીઓને નોંધપાત્ર પુરસ્કારો મળી રહ્યા છે. ટાટા મોટર્સે જાહેરાત કરી છે કે તમામ ખેલાડીઓને ટૂંક સમયમાં લોન્ચ થનારી ટાટા સિએરાનું શ્રેષ્ઠ મોડેલ પ્રાપ્ત થશે.આ સન્માન BCCI દ્વારા ટીમ અને સપોર્ટ સ્ટાફને પૂરા પાડવામાં આવતા ₹51 કરોડના ઇનામ ભંડોળ અને રાજ્ય સરકારો દ્વારા જાહેર કરાયેલા પુરસ્કારો છે.
ભારતની મહિલા રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ, જેને વુમન ઈન બ્લુ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. અહી ક્લિક કરો
