એક એવો ક્રિકેટર કે, તેના ઘરમાંથી જ પ્લેઈંગ 11 બની જાય, 1 વર્ષમાં કર્યા બીજા લગ્ન આવો છે પરિવાર
રાશિદના ત્રણ ભાઈઓના નામ અમીર ખલીલ, ઝકીઉલ્લાહ અને રઝા ખાન છે, તેના નામ વિશે ઈન્સ્ટાગ્રામ પરથી જાણકારી મળી છે. રાશિદ ખાનને આઈપીએલમાં ગુજરાત ટાઈન્ટસને હારેલી મેચ જીતાડવમાં પણ મોટો ફાળો હોય છે. તો આજે આપણે અફઘાનિસ્તાનના ક્રિકેટર રાશિદ ખાનના પરિવાર વિશે વાત કરીશું.

રાશિદ ખાને શાનદાર બેટિંગ અને બોલિંગ કરી હતી, જ્યારે રાશિદે બોલિંગ કરતી વખતે એક વિકેટ લીધી હતી, તો બીજી તરફ, બેટિંગ દરમિયાન તેણે 11 બોલમાં 24 રન બનાવીને પોતાની ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

આજે આપણે એક એવા ક્રિકેટરની વાત કરીશું કે, જેમણે પોતાનું નામ કમાવવા માટે ખુબ મહેનત કરી છે. અને આજે આ મહેનત રંગ પણ લાવી છે. પોતાના ગામથી લઈ દેશભરમાં તેના ચાહકો છે.

રાશિદ ખાને ખુબ સંધર્ષની સાથે પોતાના સફરની શરુઆત કરી હતી અને નાની ઉંમરમાં તેમણે અનેક મોટા રેકોર્ડ પોતાને નામ કર્યા છે. એક સમય એવો પણ આવ્યો કે, પોતાના પરિવાર સાથે મજબુરીમાં પાકિસ્તાન રહેવા ગયો હતો. પરંતુ તેમણે હાર માની નહિ અને પોતાના દેશમાં પરત ફરી કરિયરને આગળ વધાર્યું હતુ.

તમને જણાવી દઈએ કે, તાલિબાનના કબ્જામાં આવ્યા બાદ અફઘાનિસ્તાનમાં ખુબ ખરાબ હાલત થઈ હતી. આ સમયે પણ તે તેના દેશની સાથે ઉભો હતો અને રાશિદ ખાને સોશિયલ મીડિયા પર કેટલીક પોસ્ટ પણ કરી હતી.

રાશિદ ખાનને છ ભાઈઓ અને ચાર બહેનો છે. એકવાર તે પોતાના ભાઈઓ સાથે ઘરે ક્રિકેટ રમતાનો વીડિયો પોસ્ટ કરતો હોય છે. તેમજ ભત્રીજાઓ સાથેના ફોટો પણ સોશિયલ મીડિયા પર શેર કરે છે.

રાશિદ ખાનનો જન્મ 1998માં પૂર્વ અફઘાનિસ્તાનના નાંગરહારમાં થયો હતો. તે જલાલાબાદનો રહેવાસી છે અને તેના દસ ભાઈ-બહેન છે. પોતાના માતા-પિતાનું 11મું સંતાન છે. જ્યારે તે નાનો હતો, ત્યારે તેનો પરિવાર અફઘાન યુદ્ધમાંથી દુર જઈ અને "થોડા વર્ષો" પાકિસ્તાનમાં રહ્યો હતો.

બાદમાં તેઓ અફઘાનિસ્તાન પાછા ફર્યા, રશીદનું શાળાકીય શિક્ષણ ચાલુ રાખ્યું.રાશિદ તેના ભાઈઓ સાથે ક્રિકેટ રમીને મોટો થયો હતો અને પાકિસ્તાની ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદીને રોલ મોડલ માનતો હતો, જેના પછી તેણે તેની બોલિંગ એક્શનને સ્ટાઈલ કરી હતી અને બોલિંગ કરવાનું શરુ કર્યું.

રાશિદ ખાનની મહેનત રંગ લાવી અને તેમણે 18 ઓક્ટોબર 2015ના રોજ ઝિમ્બામ્વે વિરુદ્ધ અફધાનિસ્તાન માટે વનડે ડેબ્યુ કર્યું હતુ. તેજ વર્ષે 26 ઓક્ટોબરના રોજ ઝિમ્બામ્વે વિરુદ્ધ તેમણે ટી20 ઈન્ટરનેશનલ ડેબ્યુ કર્યું હતુ. જૂન 2018માં તેમણે ભારત વિરુદ્ધ અફઘાનિસ્તાનમાં ડેબ્યુ કરવાની તક મળી હતી.

2019 ક્રિકેટ વર્લ્ડ કપ પછી, રાશિદને ત્રણેય ફોર્મેટમાં અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો. કેપ્ટન તરીકે તેની પ્રથમ ટેસ્ટ મેચ સપ્ટેમ્બર 2019ના રોજ બાંગ્લાદેશ વિરુદ્ધ હતી. અહિ તેમણે રેકોર્ડનો ઢગલો કરી નાંખ્યો હતો.

આઈપીએલ 2022ના ઓક્શન પહેલા ગુજરાત ટાઈટન્સે રાશિદ ખાનને 15 કરોડ રુપિયામાં ખરીદ્યો હતો. આ પહેલા તે સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમનો ભાગ હતો. હવે ગુજરાત ટાઈટન્સને મેચ જીતાડવામાં રાશિદનો ખુબ મોટો ફાળો પણ રહે છે.

રાશિદ ખાને અફઘાનિસ્તાન તરફથી અત્યારસુધી 5 ટેસ્ટ મેચમાં 760 રન અને 34 વિકેટ લીધી છે. ઓડીઆઈમાં 103 મેચમાં 3748 રન બનાવ્યા છે અને 183 વિકેટ લીધી છે. રાશિદ ખાન આઈપીએલ સહિત કેરેબિયન પ્રીમિયર લીગ, બિગ બૈશ લીગ, તેમજ અફઘાનિસ્તાન પ્રીમિયર લીગ , પાકિસ્તાન સુપર લીગ જેવી લીગમાં ભાગ લે છે.

ડિસેમ્બર 2018 માં તેના પિતાના અવસાન થયું હતુ. રાશિદ ખાન અફધાનિસ્તાનનો ઓલરાઉન્ડર ક્રિકેટર છે. રાશિદ ખાન હાલમાં ગુજરાત ટાઈટન્સની ટીમમાંથી રમે છે. રાશિદ ખાનને મિસ્ટ્રી સ્પિનર પણ કહેવામાં આવે છે.
આઈપીએલની પ્રથમ સીઝન 2008માં થઈ હતી અને ત્યારથી આ લીગનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. IPLમાં કુલ 10 ટીમો રમે છે. આઈપીએલના વધુ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
