27 દિવસમાં 5 સ્ટાર ખેલાડીઓ થયા નિવૃત્ત, IPL 2025 ફાઈનલ પહેલા બે મોટા આંચકા
છેલ્લા 27 દિવસથી ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો છે. પાંચ મોટા ખેલાડીઓએ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. આમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીનો પણ સમાવેશ થાય છે, જેમણે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. જ્યારે IPL 2025ની ફાઈનલના એક દિવસ પહેલા વધુ બે સ્ટાર ખેલાડીઓએ નિવૃત્તિની જાહેરાત કરી મોટો આંચકો આપ્યો છે.

ગયા વર્ષે T20 વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીતનાર રોહિત શર્માએ 7 મેના રોજ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી. તે ફક્ત ODI ક્રિકેટ રમતો જોવા મળશે. અગાઉ, T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યા પછી તેણે T20I માંથી નિવૃત્તિ લીધી હતી.

રોહિત શર્મા પછી ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ પણ 12 મેના રોજ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહ્યું. ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા તેની નિવૃત્તિએ બધાને ચોંકાવી દીધા. તે પણ હવે ફક્ત ODI મેચ રમતો જોવા મળશે, કારણ કે વિરાટે T20 વર્લ્ડ કપ પછી T20Iમાંથી પણ નિવૃત્તિ લીધી હતી.

શ્રીલંકાના સ્ટાર ઓલરાઉન્ડર એન્જેલો મેથ્યુઝે 23 મેના રોજ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. મેથ્યુઝે શ્રીલંકા માટે 118 ટેસ્ટ મેચ રમી છે. જેમાં તેણે 8167 રન બનાવ્યા છે. જેમાં 16 સદી અને 45 અડધી સદીનો સમાવેશ થાય છે.

ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ, જેણે વનડેમાં બેવડી સદી ફટકારી હતી, તેણે 2 જૂનના રોજ વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી. હવે તે ફક્ત T20Iમાં જ રમતો જોવા મળશે. 2023ના ODI વર્લ્ડ કપમાં તેણે બાંગ્લાદેશ સામે બેવડી સદી ફટકારી અને ટીમને શાનદાર વિજય અપાવ્યો હતો.

2 જૂનના રોજ, દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ વિકેટકીપર બેટ્સમેન હેનરિક ક્લાસેન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી. તેના નિર્ણયથી બધા ચોંકી ગયા છે. ક્લાસેન દક્ષિણ આફ્રિકા માટે 4 ટેસ્ટ, 60 વનડે અને 58 T20 મેચ રમ્યો છે. (All Photo Credit : Getty Images)
IPL 2025ની ફાઈનલ પહેલા બે ખેલાડીઓએ નિવૃત્તિની જાહેરાત કરી ચોંકાવી દીધા. આ પહેલા કોહલી-રોહિતે પણ ફેન્સને ઝટકો આપ્યો હતો. રોહિત શર્મા સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

































































