AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચાંદીમાં ખેલ પલટાઈ ગયો ! ચીન અને યુરોપથી આવી ‘2 મોટી ખબર’, આખું બજાર હલાવી દીધું

ચાંદીના ભાવમાં મોટો કડાકો જોવા મળ્યો છે અને કિંમતો 2 લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામની નીચે સરકી ગઈ છે. આ જબરદસ્ત ઘટાડા પાછળ ચીન અને યુરોપથી સામે આવેલી બે મોટી ખબરોનો હાથ છે. આ બંને ખબરે વૈશ્વિક બજારનું આખું સમીકરણ બદલી નાખ્યું છે.

| Updated on: Oct 27, 2026 | 6:39 PM
Share
27 ઓક્ટોબર 2026ના રોજ સાંજે 4 વાગ્યા સુધી ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો નોંધાયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ 53 ડોલર પ્રતિ ઔંસથી ઘટીને 52.76 ડોલર પર આવી ગયા હતા, જ્યારે ભારતમાં ચાંદી 2 લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામની નીચે કારોબાર કરી રહી હતી. જાન્યુઆરીની ટોચથી MCX પર ચાંદી 54.10% અને આંતરરાષ્ટ્રીય બજારમાં 56.10% તૂટી ચૂકી છે. કિંમતો પર અમેરિકી વ્યાજ દરો અને ડોલરની ચાલની સાથે ચીનથી આવેલા આયાત-નિકાસના આંકડાઓ અને યુરોપની ઇન્ડસ્ટ્રી ડિમાન્ડને લઈને આવેલા સમાચારોની અસર છે.

1 / 8
27 ઓક્ટોબર 2026ના રોજ સાંજે 4 વાગ્યા સુધી મળેલી માહિતી મુજબ, આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદી 52.76 ડોલર પ્રતિ ઔંસ પર આવી ગઈ હતી. ભારતમાં પણ તેનો ભાવ 2 લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામની નીચે જતો રહ્યો હતો. MCX પર ચાંદીનો ભાવ 1,92,800 રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધી સરક્યો હતો. જાન્યુઆરીનો ટોચનો ભાવ 4,20,048 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતો. આ ટોચ સાથે સરખામણી કરીએ, તો 23 ઓક્ટોબર સુધી ચાંદી 54.10% તૂટી ચૂકી હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં જાન્યુઆરીના 121.64 ડોલર પ્રતિ ઔંસના શિખરથી 23 ઓક્ટોબર સુધી ભાવ 53.47 ડોલર પર આવી ગયો હતો. ત્યાં ઘટાડો 56.04% બેસે છે.

2 / 8
કેડિયાના જણાવ્યા મુજબ, વર્ષ 2026માં ચાંદીમાં ભારે ઉતાર-ચઢાવ રહ્યો છે. અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ, કાચા તેલની ઊંચી કિંમત અને ફુગાવાની ચિંતાએ બજારની ચાલ પર અસર કરી છે. મોંઘું તેલ ફુગાવો વધવાની આશંકા પેદા કરી શકે છે. આનાથી અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરો વધારવાની સંભાવના પર ચર્ચા તેજ થઈ શકે છે. 'ચાંદી' અને 'સોનું' વ્યાજ આપતા નથી. આવી સ્થિતિમાં વ્યાજ દરો વધવાની આશા વચ્ચે કેટલાક રોકાણકારો કિંમતી મેટલમાંથી પૈસા કાઢીને વ્યાજ આપતા વિકલ્પો તરફ જઈ રહ્યા છે.

3 / 8
કેડિયા કોમોડિટીઝના એમડી અજય કેડિયાનું કહેવું છે કે, શેરબજારની નબળાઈ અને માર્ચની શરૂઆતમાં યુએઈમાં પ્રોપર્ટી ટ્રાન્ઝેક્શનની સંખ્યામાં 37% ઘટાડાને પણ રોકાણકારોની એલર્ટ અને કેશના દબાણના સંકેતોમાં ગણવામાં આવ્યા. જો કે, ચાંદીની કિંમતોમાં આવેલા ઘટાડાને કોઈ એક કારણ સાથે જોડવું યોગ્ય નથી. વ્યાજ દરો, ડોલર, ઇન્ડસ્ટ્રી ડિમાન્ડ અને રોકાણકારોની ખરીદી-વેચાણ... આ બધાની અસર પડી શકે છે.

4 / 8
ચીનના સપ્ટેમ્બરના આંકડા મુજબ, ત્યાં 99.99% શુદ્ધતાવાળી વગર ઘડેલી ચાંદીની આયાત 114.93 ટન રહી હતી. આ ઓગસ્ટની સરખામણીમાં 73.5% વધારે હતી. સપ્ટેમ્બરમાં ચીનની ચાંદીની નિકાસ 309.77 ટન રહી હતી, જે ઓગસ્ટ કરતા 23.7% ઓછી હતી. જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધી ચીનની કુલ નિકાસ પાછલા વર્ષના આ જ સમયગાળા કરતા 8.2% નીચે રહી હતી. ચીનની સોલાર પેનલ ઇન્ડસ્ટ્રી તરફથી પણ એક મહત્ત્વપૂર્ણ સંકેત મળ્યો છે. એલબીએમએના રિપોર્ટ મુજબ, એક મોટી ચીની સોલાર પેનલ નિર્માતા કંપનીએ ચાંદીની ઊંચી કિંમતોને કારણે પોતાના પ્રોડક્ટમાં ચાંદીની જગ્યાએ કોપર એટલે કે તાંબાનો ઉપયોગ શરૂ કરવાની વાત કહી છે. જો સોલાર પેનલ નિર્માતાઓ ચાંદીનો ઉપયોગ ઓછો કરે છે, તો આ સેક્ટરથી આવતી માંગ પર અસર પડી શકે છે.

5 / 8
એલબીએમએ મુજબ, વર્ષ 2026ના ત્રીજા ક્વાર્ટરમાં લંડનના વોલ્ટમાં રાખવામાં આવેલી ચાંદીની માત્રા 3.22% વધીને 28,985 ટન થઈ ગઈ. આ લંડનના વોલ્ટનો આંકડો છે. ઇન્ડસ્ટ્રી ડિમાન્ડને લઈને યુરોપનું અનુમાન નરમ છે. સિલ્વર ઇન્સ્ટિટ્યૂટના વર્લ્ડ સિલ્વર સર્વે 2026 મુજબ, વર્ષ 2026માં યુરોપની ઇન્ડસ્ટ્રિયલ ડિમાન્ડમાં 5% ઘટાડાનું અનુમાન છે. કેડિયાનું માનવું છે કે, મોટા ઘટાડા પછી રોકાણકારો ચાંદીમાં ધીમે-ધીમે ખરીદી પર વિચાર કરી શકે છે. તેમના મતે 50% કરતા વધુનો ઘટાડો મોટો છે, ચાંદીની માંગનો અંદાજે 50% હિસ્સો ઔદ્યોગિક વપરાશમાંથી આવે છે અને બજારમાં સપ્લાયની કમી લાંબાગાળે કિંમતોને ટેકો આપી શકે છે.

6 / 8
હવે આનાથી એ નક્કી થતું નથી કે, કિંમત તુરંત વધશે. કેડિયાએ આંતરરાષ્ટ્રીય બજારમાં 50 ડોલર પ્રતિ ઔંસને મહત્ત્વપૂર્ણ સપોર્ટ લેવલ ગણાવ્યો છે. સપોર્ટ લેવલ એ ભાવ છે, જ્યાં ઘટાડા દરમિયાન ખરીદીની અપેક્ષા રાખવામાં આવે છે. કેડિયાનું અનુમાન છે કે, જિયોપોલિટિકલ દબાણ ઓછું થવા પર ચાંદી આગામી ધનતેરસ સુધી 90 થી 100 ડોલર પ્રતિ ઔંસ સુધી પહોંચી શકે છે. આ તેમનું અનુમાન છે, પાક્કી ગેરંટી નથી. તેમના જણાવ્યા મુજબ, ઉતાર-ચઢાવ હજુ પણ રહી શકે છે. મોતીલાલ ઓસવાલ ફાઇનાન્શિયલ સર્વિસિસના માનવ મોદીના જણાવ્યા મુજબ, આગામી 6 થી 12 મહિનામાં ચાંદીમાં ઉતાર-ચઢાવ બની રહી શકે છે. કિંમતોની દિશા અમેરિકી વ્યાજ દરોની આશા, ડોલર અને ઔદ્યોગિક માંગ પર નિર્ભર કરશે.

7 / 8
મોદીના મતે, ચાંદી 50 થી 65 ડોલર પ્રતિ ઔંસના દાયરામાં રહી શકે છે. આ દાયરાથી ઉપર કે નીચે મજબૂત બ્રેક મળવા પર આગળની દિશાનો સંકેત મળી શકે છે. જો ભાવ આ જ રેન્જમાં રહે છે, તો બજારમાં અનિશ્ચિતતા રહી શકે છે. આ એક અનુમાનિત દાયરો છે, નક્કી કરેલું લક્ષ્ય નથી. બજારના હાલ બદલાવ પર કિંમતોનો દાયરો પણ બદલાઈ શકે છે.

8 / 8
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં, સોના-ચાંદીમાં, મ્યુચ્યુઅલ ફંડમાં અને IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. બજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

ચાંદીમાં ભયંકર ઘટાડો… Silver ETF રોકાણકારોએ હવે શું કરવું જોઈએ? Buy, Hold કે Sell?

Follow Us
ધોરાજીના ખેડૂતોના માથે તોળાઈ રહ્યો છે વીજ સંકટનો ખતરો

ગુજરાતમાં 29 અને 30 ઓક્ટોબરે કમોસમી વરસાદની આગાહી

કલોલના બોરીસણા બ્રિજ પર રખડતા ઢોરને કારણે ત્રણ વાહનો વચ્ચે અકસ્માત

વડોદરામાં તહેવાર ટાણે લેવાયેલા ખાદ્ય પદાર્થોનાં 19 નમૂના Fail !

સિમેન્ટ ચોરી કેસમાં 27 વર્ષથી પોલીસને થાપ આપતો આરોપી નાગપુરથી ઝડપાયો

રાજકોટમાં બેફામ સ્ટંટબાજી, યુવાનોએ રાહદારીઓના જીવ જોખમમાં મૂક્યા

વડોદરામાં દિવાળી પહેલા વિદેશી દારૂ ભરેલું ગોડાઉન ઝડપાયું

Breaking News : પોલીસે 260 સ્થળો પર પાડ્યા દરોડા

આજનું રાશિફળ : કોને મળશે નવી તક અને કોના અટકેલા કામો આગળ વધશે?

મોત સામે અડીખમ ઊભી રહી ગઈ 'માં', વાયરલ વીડિયો જોઈ આંખો ભીની થઈ જશે

g clip-path="url(#clip0_868_265)">