AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : વડોદરામાં તહેવાર ટાણે લેવાયેલા ખાદ્ય પદાર્થોનાં 19 નમૂના Fail, આરોગ્ય વિભાગે શરૂ કરી કાર્યવાહી

Breaking News : વડોદરામાં તહેવાર ટાણે લેવાયેલા ખાદ્ય પદાર્થોનાં 19 નમૂના Fail, આરોગ્ય વિભાગે શરૂ કરી કાર્યવાહી

| Updated on: Oct 27, 2026 | 1:55 PM
Share

માંજલપુરના શ્રી રામ દુગ્ધાલય અને મકરપુરા રોડ પર આવેલા અખર ડેરી ફાર્મમાંથી લેવામાં આવેલા ખુલ્લા ઘીના નમૂનાઓ પણ સબ-સ્ટાન્ડર્ડ જાહેર થયા છે.

વડોદરામાં તહેવાર ટાણે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અને ગુણવત્તાની ચકાસણી માટે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવેલા નમૂનાઓમાંથી 19 નમૂના નાપાસ જાહેર થયા છે. તપાસમાં આ ખાદ્ય પદાર્થો સબ-સ્ટાન્ડર્ડ એટલે કે નિર્ધારિત ગુણવત્તાના ધોરણો કરતાં ઊતરતા હોવાનું સામે આવ્યું છે. આ મામલે વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે કાર્યવાહી શરૂ કરી છે.

ઘીના નમૂનાઓ સબ-સ્ટાન્ડર્ડ જાહેર

તહેવારો દરમિયાન વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ ખાદ્ય પદાર્થોના શંકાસ્પદ નમૂનાઓ એકત્રિત કરીને તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. તપાસનાં પરિણામોમાં કુલ 19 નમૂનાઓ ગુણવત્તાના ધોરણો પર ખરા ઊતર્યા નથી. આ નમૂનાઓમાં અનાયા નેચરલ ઓઇલ, સમા-સાવલી રોડ પરથી લેવામાં આવેલા ઘીના નમૂના તેમજ સરદાર એસ્ટેટ વિસ્તારમાં આવેલી તાજ ડેરીના ઘીના નમૂનાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત માંજલપુરના શ્રી રામ દુગ્ધાલય અને મકરપુરા રોડ પર આવેલા અખર ડેરી ફાર્મમાંથી લેવામાં આવેલા ખુલ્લા ઘીના નમૂનાઓ પણ સબ-સ્ટાન્ડર્ડ જાહેર થયા છે.

આરોગ્ય વિભાગે શરૂ કરી કાર્યવાહી

ખાદ્ય પદાર્થોના નમૂનાઓ નિર્ધારિત ગુણવત્તાના ધોરણો કરતાં ઊતરતા જાહેર થતાં આરોગ્ય વિભાગ દ્વારા સંબંધિત એકમો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તહેવારો દરમિયાન નાગરિકોને ગુણવત્તાયુક્ત અને સુરક્ષિત ખાદ્ય પદાર્થો મળી રહે તે માટે વિભાગ દ્વારા નમૂના લેવાની અને તપાસની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

દશેરાના નમૂનાઓનાં પરિણામની રાહ

બીજી તરફ, દશેરાના તહેવાર નિમિત્તે લેવામાં આવેલા ખાદ્ય પદાર્થોના નમૂનાઓનાં પરિણામો હજુ સુધી પ્રાપ્ત થયાં નથી. આ નમૂનાઓના રિપોર્ટ આવ્યા બાદ ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અંગે વધુ વિગતો સામે આવવાની શક્યતા છે. તહેવારો દરમિયાન મીઠાઈ, ઘી અને અન્ય ખાદ્ય પદાર્થોની ખરીદી વધતી હોવાથી નાગરિકોએ પણ ખરીદી કરતી વખતે ગુણવત્તા અને પેકિંગ પર ધ્યાન આપવું જરૂરી છે.

Breaking News : ભારતની પ્રથમ બુલેટ ટ્રેન જમીનની 100 ફૂટ નીચે સ્ટેશન, સમુદ્રની નીચે 7 કિમી લાંબી ટનલમાંથી પસાર થશે, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
g clip-path="url(#clip0_868_265)">