Breaking News : રાજકોટમાં માધાપર ચોકડી પાસે યુવકોના જોખમી બાઈક સ્ટંટનો વીડિયો વાયરલ
રાજકોટ (Rajkot) શહેરમાં વધુ એક વખત નબીરાઓ બેફામ બન્યા છે. માધાપર ચોકડી પાસે ટુ-વ્હીલર પર જોખમી સ્ટંટનો વીડિયો વાયરલ થયા છે.રાહદારીઓના જીવ જોખમમાં મૂકીને સ્ટંટબાજી કરતો વીડિયો સામે આવ્યો છે. જોખમી સ્ટંટથી અન્ય વાહનચાલકો અને રાહદારીઓની સુરક્ષા સામે સવાલો ઉઠ્યા છે.
સોશિયલ મીડિયાના જમાનામાં લોકો વીડિયો ફોટો અને રિલ્સ બનાવવા પાછળ એટલા મશગુલ થયા છે કે, તેને જીવના જોખમ પણ દેખાતો નથી. તમે અવાર-નવાર એવા સમાચાર સાંભળ્યા હશે કે, ફોટો કે રિલ્સના ચકકરમાં મોત થયું હોય. એક લાઈક અને ફોટો પાછળ લોકો જીવની પણ પરવા કરતા નથી. હાલમાં રાજકોટમાં બાઈક સ્ટંટનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે ચર્ચામાં છે.
રાજકોટ (Rajkot) શહેરમાં ફરી એકવાર બેફામ સ્ટંટબાજીનો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. શહેરના માધાપર ચોકડી નજીક ટુ-વ્હીલર પર જોખમી સ્ટંટ કરતા યુવાનોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ ( Viral Video )થયો છે. આ દ્રશ્યોમાં જોવા મળે છે કે યુવાનો પોતાનો અને અન્ય લોકોનો જીવ જોખમમાં મૂકીને જાહેરમાં સ્ટંટ કરી રહ્યા છે.
રાજકોટમાં બેફામ સ્ટંટબાજી
આવી જોખમી હરકતો માત્ર સ્ટંટ કરનારાઓ માટે જ નહીં, પરંતુ આસપાસના અન્ય વાહનચાલકો અને રાહદારીઓ માટે પણ ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે. ટ્રાફિકથી ધમધમતા રસ્તા પર આ પ્રકારની બેદરકારી ગંભીર પરિણામો નોતરી શકે છે.
રોડ સેફ્ટી પર સવાલો
વાયરલ થયેલા વીડિયો પરથી એવી શક્યતા પણ વ્યક્ત થઈ રહી છે કે આ સ્ટંટ સોશિયલ મીડિયા પર પ્રસિદ્ધિ મેળવવા કે રીલ બનાવવાના હેતુથી કરવામાં આવ્યા હોય. રાજકોટના વ્યસ્ત માર્ગ પર બનેલી આ ઘટનાએ રોડ સેફ્ટી અને ટ્રાફિક નિયમોના પાલન અંગે ફરી સવાલો ઊભા કર્યા છે. જાહેર માર્ગો પર આવી બેફામ સ્ટંટબાજી સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે, જેથી ભવિષ્યમાં આવા જોખમી કૃત્યો અટકાવી શકાય અને જાહેર સુરક્ષા જાળવી શકાય.
Breaking News : ભારતની પ્રથમ બુલેટ ટ્રેન જમીનની 100 ફૂટ નીચે સ્ટેશન, સમુદ્રની નીચે 7 કિમી લાંબી ટનલમાંથી પસાર થશે અહી ક્લિક કરો
રાજકોટમાં બેફામ સ્ટંટબાજી, યુવાનોએ રાહદારીઓના જીવ જોખમમાં મૂક્યા
વડોદરામાં દિવાળી પહેલા વિદેશી દારૂ ભરેલું ગોડાઉન ઝડપાયું
Breaking News : પોલીસે 260 સ્થળો પર પાડ્યા દરોડા
આજનું રાશિફળ : કોને મળશે નવી તક અને કોના અટકેલા કામો આગળ વધશે?
