AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amreli Breaking News : 27 વર્ષથી પોલીસને થાપ આપતો આરોપી નાગપુરથી ઝડપાયો, રાજુલા પોલીસની મોટી સફળતા ! જુઓ Video

Amreli Breaking News : 27 વર્ષથી પોલીસને થાપ આપતો આરોપી નાગપુરથી ઝડપાયો, રાજુલા પોલીસની મોટી સફળતા ! જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 27, 2026 | 1:47 PM
Share

ખોટું કર્યું તો, આજે નહીં તો ભવિષ્યમાં પણ કાયદાના ગળામાં ગુનેગાર ફસાય જ જાય છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે અમરેલી જિલ્લાના રાજુલાથી. અમરેલીના રાજુલા પોલીસ સ્ટેશન વર્ષ 1999 માં નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે એક આરોપીની ઝડપી લીધો છે.

અમરેલી જિલ્લાના રાજુલા પોલીસને 27 વર્ષથી ફરાર એક લિસ્ટેડ આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે. વર્ષ 1999 માં નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે આરોપી અબ્દુલ સત્તાર મોહમ્મદ હબીબ કુરેશીને મહારાષ્ટ્રના નાગપુરમાંથી ઝડપી લીધો છે. આરોપી મૂળ ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લાનો રહેવાસી હોવાનું સામે આવે છે.

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી મહેતા ટ્રાન્સપોર્ટમાં ટ્રક ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો. તે સમયે તેને અમરેલી જિલ્લાના રાજુલા નજીક કોવાયા સ્થિત સિમેન્ટ ફેક્ટરીમાંથી સિમેન્ટની 600 બોરીઓ સુરત પહોંચાડવાની જવાબદારી સોંપવામાં આવી હતી. જોકે, આરોપીએ અંદાજે 30 ટન સિમેન્ટની બોરીઓ સગેવગે કરી દીધી હતી અને ટ્રકને તરછોડી ફરાર થઈ ગયો હતો. આ મામલે રાજુલા પોલીસ સ્ટેશનમાં વર્ષ 1999 માં ફરિયાદ નોંધાઈ હતી. ત્યારથી આરોપી પોલીસ ચોપડે ફરાર તરીકે નોંધાયેલો હતો.

SIR યાદીના આધારે આરોપીનું પગેરું મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો

આરોપીને શોધવા માટે રાજુલા પોલીસની સર્વેલન્સ ટીમે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લાની એસઆરઆઈ યાદીના આધારે આરોપીનું પગેરું મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. એકસરખાં નામ ધરાવતા આશરે 150 લોકોમાંથી સાચા આરોપીને ઓળખવો પોલીસ માટે મોટો પડકાર હતો.

રાજુલાના ડીવાયએસપી નયના ગોરડિયાના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં ચાર સંભવિત નામ સામે આવ્યાં હતાં. ત્યારબાદ સંબંધિત દસ્તાવેજો અને ટેકનિકલ માહિતીની ચકાસણી કરવામાં આવી હતી. આરોપી સાથે સંકળાયેલા મોબાઇલ નંબરના કોલ ડિટેઇલ રેકોર્ડ (CDR)નું વિશ્લેષણ કરતાં અલગ-અલગ રાજ્યોમાં તેની અવરજવરની માહિતી મળી હતી. વધુ તપાસમાં આરોપીનું લોકેશન મહારાષ્ટ્રના નાગપુર તરફ હોવાનું સામે આવતાં પોલીસ ટીમે તેને ત્યાંથી ઝડપી લીધો હતો. આ કાર્યવાહીથી રાજુલા પોલીસને વર્ષો જૂના કેસમાં મહત્ત્વની સફળતા મળી છે.

આ પણ વાંચો, Gold Silver Rate In Gujarat : ગુજરાતમાં સોનાના ભાવમાં એક મહિનામાં ₹9,390 નો મોટો કડાકો! દાગીના ખરીદતાં પહેલાં જાણો આજનો લેટેસ્ટ રેટ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">