ધોરાજીના ખેડૂતોના માથે તોળાઈ રહ્યો છે વીજ સંકટનો ખતરો, નિયમિત વીજ પૂરવઠો સુનિશ્ચિત કરવાની ધરતીપુત્રોની માગ
રાજકોટ જિલ્લાના ધોરાજીના ખેડૂતોના માથે હવે વીજ સંકટનો ખતરો તોળાઈ રહ્યો છે. એક તરફ પહેલેથી જ ઓછા વરસાદને કારણે પાકને મોટુ નુકસાન થયુ છે. હવે શિયાળુ પાકના વાવેતર સમયે વીજ સંકટના ભણકારા વાગી રહ્યા છે. જેનાથી ખેડૂતો ચિંતિત બન્યા છે.
ઓછા વરસાદને કારણે કપાસ, મગફળી અને સોયાબિન જેવા પાકના ઉત્પાદન પર માઠી અસર જોવા મળી છે. ક્યાંક પાક નિષ્ફળ ગયો છે તો ક્યાંક ઉત્પાદનમાં મોટો ઘટાડો નોંધાયો છે. ચોમાસુ પાકમાં નુકસાની વેઠ્યા બાદ હવે શિયાળુ પાક લેવા સમયે વીજ પૂરવઠાને લઈને ખેડૂતો ચિંતિત બન્યા છે. જો પૂરતો વીજ પૂરવઠો નહીં મળે અને સમયસર વાવેતર નહીં છાય તો ખેડૂતોને બેવડો માર સહન કરવાનો વારો આવી શકે છે ત્યારે ખેડૂતોની માગ છે કે સરકાર શિયાળુ પાક માટે પૂરતો અને નિયમિત વીજ પૂરવઠો સુનિશ્ચિત કરે.
ધોરાજીમાં આ વર્ષે ઓછા વરસાદને કારણે ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યુ છે. ચોમાસાની શરૂઆતથી જ વરસાદની અનિશ્ચિતતાની અસર ઉત્પાદન પર દેખાઈ રહી છે. જેના કારણે ક્યાંક પાક નિષ્ફળ ગયો છે તો ક્યાંક ઉત્પાદન સાવ ઘટી ગયુ છે.
હવે ખેડૂતોને શિયાળુ પાકને લઈને થોડી આશા બંધાઈ છે પરંતુ જ સમયસર વીજપૂરવઠો નહીં મળે તો શિયાળુ પાકના વાવેતરમાં વિલંબ થઈ શકે છે અને વાવેતર બાદ પણ પૂરતો વીજપૂરવઠો નહીં મળે તો પાકના વિકાસ પર પણ અસર પડી શકે છે. ત્યારે શિયાળુ પાક પર તોળાઈ રહેલા વીજ સંકટને લઈને ખેડૂતો નુકસાની ભીતિ સેવી રહ્યા છે.
ખેડૂતોનુ પણ કહેવુ છે કે શિયાળુ વાવેતરની સિઝન દરમિયાન પૂરતો અને નિયમિત વીજ પૂરવઠો આપવામાં આવે. વીજ કાપ અથવા અનિયમિત પૂરવઠાને કારણે ખેડૂતોને નુકસાન ન સહન કરવુ પડે તે માટે સરકારે વીજ કંપનીઓ સાથે ચર્ચા કરી આગોતર આયોજન કરવુ જોઈએ.
હાલ ખેડૂતોનું કહેવુ છે કે ખેડૂતોને નુકસાનથી બચાવવા સરકાર વીજ કંપનીઓ સાથે સંકલન કરી યોગ્ય વ્યવસ્થા કરે અને પૂરતો વીજ પૂરવઠો જળવાય તે દિશામાં પગલા લે.
Breaking News: ‘નથી જોઈતુ સેકન્ડ ક્લાસ સ્ટેટસ’- ભારતે વિટો પાવર વિનાની UNSC ની સ્થાયી સદસ્યતા લેવાનો ઘસીને પાડી ‘ના’
ધોરાજીના ખેડૂતોના માથે તોળાઈ રહ્યો છે વીજ સંકટનો ખતરો
ગુજરાતમાં 29 અને 30 ઓક્ટોબરે કમોસમી વરસાદની આગાહી
કલોલના બોરીસણા બ્રિજ પર રખડતા ઢોરને કારણે ત્રણ વાહનો વચ્ચે અકસ્માત
વડોદરામાં તહેવાર ટાણે લેવાયેલા ખાદ્ય પદાર્થોનાં 19 નમૂના Fail !
