AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ડાયાબિટીસ છે ? રોજ સવારે કરો આ હેલ્ધી નાસ્તો, બ્લડ સુગર રહેશે એકદમ કંટ્રોલમાં

સવારના નાસ્તામાં રોજ શું બનાવવું? આ સવાલ લગભગ દરેક ઘરની રોજિંદી ચર્ચા છે. ખાસ કરીને જ્યારે ઘરમાં કોઈને ડાયાબિટીસ હોય, ત્યારે હેલ્થ અને ટેસ્ટ બંનેનું ધ્યાન રાખવું ટેન્શન બની જાય છે. આ બધા વચ્ચે તમે 5 એવી સ્વાદિષ્ટ અને હેલ્ધી રેસિપી બનાવી શકો છો, જેનાથી તમારું પેટ ભરાશે અને બ્લડ સુગર પણ કંટ્રોલમાં રહેશે.

| Updated on: Oct 27, 2026 | 5:09 PM
Share
મોટાભાગના ઘરોમાં સવારના નાસ્તાને લઈને અવારનવાર એ જ ચર્ચા થતી હોય છે કે, આજે બ્રેકફાસ્ટમાં શું બનાવવામાં આવે, જે ખાવામાં ટેસ્ટી પણ હોય અને સ્વાસ્થ્ય માટે સારું પણ રહે? ખાસ કરીને જ્યારે વાત ડાયાબિટીસ વાળા લોકોની હોય, તો નાસ્તો પસંદ કરવામાં થોડી વધારે મુશ્કેલી પડવા લાગે છે.

1 / 7
જો તમારા પરિવારમાં કોઈને ડાયાબિટીસ છે અને તમે દરરોજ સવારે નાસ્તા માટે નવા વિકલ્પો શોધતા રહો છો, તો હવે તમારે વધુ ચિંતા કરવાની જરૂર નથી. તમે આ 5 સરળ રેસિપી ઘરે બનાવી શકો છો. આ રેસિપીમાં દાળ, શાકભાજી, હોલ ગ્રેઇન્સ અને પ્રોટીનવાળી ચીજોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

2 / 7
જો તમને સવારે નાસ્તામાં કંઈક ચટપટું ખાવાનું મન કરે છે, તો બેસનનો ચીલો (પુડલા) એક સારો ઓપ્શન હોઈ શકે છે. તેને બનાવવા માટે સૌથી પહેલાં એક વાટકી બેસન લો. હવે તેમાં ઝીણી સમારેલી ડુંગળી, ટામેટા, લીલા મરચા અને લીલા ધાણા નાખી દો. આ પછી સ્વાદ મુજબ મીઠું, થોડો અજમો અને જરૂર મુજબ પાણી મિક્સ કરીને બેટર તૈયાર કરી લો. હવે ગરમ તવા પર થોડું તેલ લગાવો. આ ખીરું ફેલાવો અને ચીલા બનાવો. તેને બંને બાજુથી સારી રીતે શેકી લો. તમે ઈચ્છો તો તેમાં તમારી પસંદગીના બીજા શાકભાજી પણ ઉમેરી શકો છો. બેસનમાં પ્રોટીન અને ફાઇબર મળે છે. તેને ઓછા તેલમાં બનાવીને વગર ખાંડવાળા દહીં સાથે ખાઈ શકાય છે. આનાથી શરીરને પ્રોટીન પણ મળશે અને પેટ ભરેલું અનુભવાશે.

3 / 7
જો તમે રોજ સવારે એક જ પ્રકારનો નાસ્તો ખાઈને કંટાળ્યા છો, તો તમારે શાકભાજીવાળા ઓટ્સ જરૂર ટ્રાય કરવા જોઈએ. તેને બનાવવા માટે સૌથી પહેલાં એક પેનમાં થોડું તેલ ગરમ કરો. હવે તેમાં જીરું, ઝીણી સમારેલી ડુંગળી, ગાજર, બીન્સ અને તમારી પસંદગીના બીજા શાકભાજી નાખીને હળવા સાંતળી લો. આ પછી તેમાં ઓટ્સ, થોડું મીઠું અને જરૂર મુજબ પાણી નાખી દો. હવે તેને થોડી મિનિટો સુધી પકાવો, જ્યાં સુધી ઓટ્સ સારી રીતે સોફ્ટ ન થઈ જાય. બસ તમારા ગરમા-ગરમ શાકભાજીવાળા ઓટ્સ તૈયાર છે. ઓટ્સમાં ફાઇબર હોય છે અને શાકભાજી મિલાવવાથી નાસ્તો ખૂબ જ સારો બની જાય છે. તેને બનાવતી વખતે વધારે તેલ કે બટર નાખવાનું ટાળો. તમે ઈચ્છો તો તેની સાથે વગર ખાંડવાળું દહીં પણ ખાઈ શકો છો.

4 / 7
જો તમને નાસ્તામાં એવી ચીજ જોઈતી હોય, જે ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે પ્રોટીન પણ આપે, તો મગની દાળનો ચીલો (પુડલો)  બનાવીને જોઈ શકો છો. તેને બનાવવા માટે સૌથી પહેલાં મગની દાળને કેટલાક કલાકો માટે પાણીમાં પલાળી રાખો. સવારે તેનું પાણી કાઢીને દાળને મિક્સરમાં પીસી લો. હવે તેમાં ઝીણી સમારેલી ડુંગળી, લીલા ધાણા, આદુ અને થોડા લીલા મરચા નાખીને સારી રીતે મિક્સ કરી લો. જરૂર મુજબ પાણી નાખીને બેટર તૈયાર કરો. હવે તવા પર થોડું તેલ લગાવો અને બેટર ફેલાવીને ચીલો શેકી લો. તેને બંને બાજુથી ગોલ્ડન થાય ત્યાં સુધી પકાવો. મગની દાળમાં પ્રોટીન અને ફાઇબર મળે છે. તેને ઓછા તેલમાં બનાવીને દહીં સાથે ખાઈ શકાય છે. ધ્યાન રાખો કે, મગની દાળમાં પણ કાર્બોહાઇડ્રેટ હોય છે. તેથી, તેને તમારી જરૂરિયાત મુજબ ખાઓ.

5 / 7
ઘણા લોકોને સવારે નાસ્તામાં કંઈક એવું ખાવાનું પસંદ હોય છે, જેથી પેટ સારી રીતે ભરાઈ જાય. જો તમારી સાથે પણ એવું છે, તો પનીર ભુર્જી અને રોટલી એક સારો ઓપ્શન હોઈ શકે છે. તેને બનાવવા માટે સૌથી પહેલાં એક પેનમાં થોડું તેલ ગરમ કરો. હવે તેમાં જીરું અને ઝીણી સમારેલી ડુંગળી નાખીને હળવું સાંતળી લો. આ પછી ટમેટા અને કેપ્સિકમ નાખો. શાકભાજી જ્યારે થોડી નરમ થઈ જાય, તો તેમાં પનીર, હળદર અને કાળા મરી નાખીને સારી રીતે મિક્સ કરી લો. તેને થોડી મિનિટો પકાવ્યા પછી ઉપરથી લીલા ધાણા નાખી દો. હવે તેને આખા ઘઉંની રોટલી સાથે ગરમાગરમ સર્વ કરો. પનીરથી પ્રોટીન મળે છે અને રોટલીથી કાર્બોહાઇડ્રેટ મળે છે. આ નાસ્તો બનાવતી વખતે તેલ અને બટરનો વધારે ઉપયોગ ન કરો. સાથે જ રોટલીની ક્વોન્ટિટી તમારી ડાયેટ મુજબ રાખો.

6 / 7
જો તમે ઈંડું ખાઓ છો, તો સવારના નાસ્તામાં શાકભાજીવાળી ઇંડા ભુર્જી પણ બનાવીને જોઈ શકો છો. તેને બનાવવામાં વધારે સમય નથી લાગતો અને તેના માટે તમારે ઘણી બધી ચીજોની જરૂર પણ નથી પડતી. સૌથી પહેલાં એક પેનમાં થોડું તેલ ગરમ કરો. હવે તેમાં ઝીણી સમારેલી ડુંગળી, ટામેટાં અને કેપ્સિકમ નાખીને થોડી મિનિટો પકાવો. આ પછી તેમાં ઇંડા ફોડીને નાખો અને સારી રીતે હલાવતા પકાવો. ઉપરથી થોડું મીઠું, કાળા મરી અને લીલા ધાણા નાખી દો. તમારી ઇંડા ભુર્જી તૈયાર છે. તેને આખા ઘઉંની રોટલી અથવા તમારી ડાયેટ મુજબ બ્રેડ સાથે ખાઈ શકો છો. ઇંડામાં પ્રોટીન હોય છે, જ્યારે શાકભાજીઓથી ફાઇબર અને બીજા જરૂરી ન્યૂટ્રિઅન્ટ્સ મળે છે. જો તમે ઇંડું નથી ખાતા, તો આ જ રીતે પનીર ભુર્જી બનાવીને પણ ખાઈ શકો છો.

7 / 7
ડિસ્ક્લેમર: (આ આર્ટિકલમાં સૂચવેલ ટિપ્સ માત્ર સામાન્ય જાણકારી માટે છે. સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ પણ ફિટનેસ પ્રોગ્રામ શરૂ કરતા પહેલા અથવા પોતાના આહારમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરતા પહેલા કે કોઈ પણ બીમારી સંબંધિત ઉપાય કરતા પહેલા તમારા ડૉક્ટરની સલાહ જરૂર લો. TV9 Gujarati કોઈ પણ પ્રકારના દાવાની સત્યતાની પુષ્ટિ કરતું નથી.)

શું તરસ લાગે ત્યારે જ પાણી પીવું જોઈએ ? જાણો પાણી પીવાની સાચી રીત

Follow Us
ગુજરાતમાં 29 અને 30 ઓક્ટોબરે કમોસમી વરસાદની આગાહી

કલોલના બોરીસણા બ્રિજ પર રખડતા ઢોરને કારણે ત્રણ વાહનો વચ્ચે અકસ્માત

વડોદરામાં તહેવાર ટાણે લેવાયેલા ખાદ્ય પદાર્થોનાં 19 નમૂના Fail !

સિમેન્ટ ચોરી કેસમાં 27 વર્ષથી પોલીસને થાપ આપતો આરોપી નાગપુરથી ઝડપાયો

રાજકોટમાં બેફામ સ્ટંટબાજી, યુવાનોએ રાહદારીઓના જીવ જોખમમાં મૂક્યા

વડોદરામાં દિવાળી પહેલા વિદેશી દારૂ ભરેલું ગોડાઉન ઝડપાયું

Breaking News : પોલીસે 260 સ્થળો પર પાડ્યા દરોડા

આજનું રાશિફળ : કોને મળશે નવી તક અને કોના અટકેલા કામો આગળ વધશે?

મોત સામે અડીખમ ઊભી રહી ગઈ 'માં', વાયરલ વીડિયો જોઈ આંખો ભીની થઈ જશે

ગેનીબેને ખેડૂતોનું દેવુ માફ કરી બનાસકાંઠા માટે વિશેષ સહાયની કરી માગ

g clip-path="url(#clip0_868_265)">