દિવાળીએ મોંઘા ફર્નિચર પાછળ પૈસા બગાડવાની જરૂર નથી! આ 5 સુંદર છોડથી ઘરને આપો એકદમ શાહી અને નેચરલ લુક
જો તમે આ દિવાળી પર તમારા ઘરને નવો લુક આપવા માંગતા હો, તો તમે ઘરને અલગ-અલગ રીતે સજાવી શકો છો. ઘરના સજાવટમાં કેટલાક સુંદર છોડ ઉમેરો શકો છો . એથી ઘરનો દેખાવો બદલાશે. રસોડા, પ્રવેશદ્વાર, બાથરૂમ, દરેક જગ્યાઓ સુંદર લાગશે.

મોંઘી વસ્તુઓ ખરીદવાને બદલે માટીના કૂંડા અને છોડમાં રોકાણ કરો. એથી ડાઇનિંગ ટેબલ, પ્રવેશદ્વાર, લિવિંગ રૂમમાં તાજગી અને આકર્ષણ આવશે. (Image Source | AI Generated)

મુખ્ય દરવાજા પર જેડ પ્લાન્ટ અથવા સ્નેક પ્લાન્ટ મૂકો. છોડને ઉંચા કરવા માટે નાના સ્ટૂલ અથવા લાકડાના બોક્સનો ઉપયોગ કરો. એથી પ્રવેશદ્વારનો દેખાવ સારો થશે અને ખાલી જગ્યા ભરી દેશે. (Image Source | AI Generated)

લિવિંગ રૂમને સ્ટાઇલિશ બનાવવા માટે સ્પાઇડર પ્લાન્ટ અથવા સ્ટ્રિંગ ઓફ પર્લ્સ જેવા લટકતા છોડ પસંદ કરો. આ છોડને મેક્રેમ હેંગર એટલે કે દોરીથી બનેલા પ્લાન્ટ હોલ્ડરમાં મૂકીને દીવાલ અથવા છત પરથી લટકાવી શકાય છે. તેનાથી રૂમના ખાલી ખૂણાઓનો સુંદર ઉપયોગ થશે અને જમીન પર પણ વધુ જગ્યા મળશે. (Image Source | AI Generated)

ઝાડ પરથી પડેલાં ફૂલો અને પાંદડાંને બે ભારે પુસ્તકો વચ્ચે દબાવીને સૂકવો. પછી તેને જૂના ફોટો ફ્રેમમાં ગોઠવી દીવાલ પર લગાવો. આ રીતે ઓછા ખર્ચે ઘરના ઓછા પ્રકાશવાળા ખૂણાઓ સુંદર બનશે. આ ડેકોરેશન ઘરને કુદરતી અને સર્જનાત્મક લુક આપે છે. (Image Source | AI Generated)

રસોડાની બારી સજાવવા માટે પાણીવાળી કાચની બરણીમાં મની પ્લાન્ટ અથવા ફુદીના જેવા જડીબુટ્ટીઓની ડાળીઓ મૂકો. તેને બારીની નજીક ગોઠવો. એથી રસોડામાં લીલા પાંદડા આવશે અને નવું મૂળ પણ ઉગશે. ગંદકી એકઠી થતી અટકાવવા માટે નિયમિતપણે પાણી બદલો. (Image Source | AI Generated)

બુકશેલ્ફ અથવા કામ કરવાની ટેબલ પર નાના છોડ અને લટકતી વેલ ગોઠવો. એથી રૂમમાં તાજગી અને ગ્રીનરી આવશે. તમારા વર્કસ્પેસ પણ વધુ સુંદર અને આકર્ષક દેખાશે. આ રીતે નવા ફર્નિચર ખરીદ્યા વિના જ જગ્યા બદલી શકાય છે. (Image Source | AI Generated)

બાથરૂમને નેચરલ જેવો લુક આપવા માટે ફર્ન અથવા પીસ લિલી જેવા છોડનો ઉપયોગ કરી શકો છો. આ છોડ ભેજવાળી જગ્યાએ સારી રીતે વિકસી શકે છે. જોકે, તેને એવી જગ્યાએ રાખો જ્યાં પૂરતો પરોક્ષ પ્રકાશ મળતો હોય. છોડની મદદથી બાથરૂમને વધુ તાજું, સુંદર અને આકર્ષક બનાવી શકાય છે. (Image Source | AI Generated)
આ પણ વાંચો, શું 2 લાખ કિલોમીટર ચાલ્યા પછી કાર વેચી દેવી જોઈએ ? જાણો શું છે હકીકત
