AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gandhinagar Breaking News : કલોલના બોરીસણા બ્રિજ પર રખડતા ઢોરને કારણે ત્રણ વાહનો વચ્ચે અકસ્માત ! જુઓ Video

Gandhinagar Breaking News : કલોલના બોરીસણા બ્રિજ પર રખડતા ઢોરને કારણે ત્રણ વાહનો વચ્ચે અકસ્માત ! જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 27, 2026 | 2:03 PM
Share

ગાંધીનગર જિલ્લાના કલોલ નજીક આવેલા બોરીસણા બ્રિજ પર રખડતા ઢોરને કારણે ત્રણ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હોવાના સમાચાર સામે આવ્યા છે. બ્રિજ પરથી પસાર થતી સિલિન્ડરથી ભરેલી ટ્રકની સામે અચાનક ઢોર આવી જતાં ટ્રકચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. પરિણામે ટ્રક સહિત બે કાર અકસ્માતનો ભોગ બની હતી.

સૂત્રો અનુસાર, સિલિન્ડરથી ભરેલી ટ્રક બોરીસણા બ્રિજ પરથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન રસ્તા પર અચાનક રખડતું ઢોર આવી જતાં ટ્રકચાલકે તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આ પ્રયાસ દરમિયાન ટ્રક પરનો કાબૂ ગુમાવતાં ટ્રક અન્ય બે કાર સાથે અથડાઈ હતી.

સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી

ઘટનાને પગલે બ્રિજ પરથી પસાર થતા વાહનચાલકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ ત્રણ વાહનો વચ્ચે સર્જાયેલા આ અકસ્માતે ફરી એકવાર રસ્તા પર રખડતા ઢોરની સમસ્યા અને વાહનચાલકોની સુરક્ષા અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે.

શહેરો અને હાઇવે પર રખડતા ઢોરને કારણે અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે કલોલના બોરીસણા બ્રિજ પર બનેલી આ ઘટનાએ તંત્ર દ્વારા રખડતા ઢોરની સમસ્યાના કાયમી ઉકેલ માટે પગલાં લેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.

આ પણ વાંચો, Gold Silver Rate In Ahmedabad : દિવાળી ટાણે જ અમદાવાદમાં સોનામાં નજીવો વધારો ! 19 ઓક્ટોબર પછી ભાવમાં આવ્યો મોટો ફેરફાર, જુઓ આજના તાજા આંકડા

Follow Us
g clip-path="url(#clip0_868_265)">