Breaking News : પોલીસે 260 સ્થળો પર પાડ્યા દરોડા, પાટણમાં ₹16.68 લાખથી વધુનો દારૂ ઝડપ્યો
પાટણ પોલીસે દારૂના ગેરકાયદે વેપાર સામે મોટી કાર્યવાહી કરી છે. એક મેગા પ્રોહિબિશન ડ્રાઇવ અંતર્ગત જિલ્લામાં 260 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન ₹16.68 લાખથી વધુ કિંમતનો દારૂ ઝડપી પાડવામાં આવ્યો.
પાટણ જિલ્લામાં દારૂના ગેરકાયદે વેપાર સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લામાં દેશી અને વિદેશી દારૂના અડ્ડાઓ પર લગામ કસવા માટે એકસાથે મેગા પ્રોહિબિશન ડ્રાઇવ શરૂ કરવામાં આવી હતી. આ ખાસ અભિયાન દરમિયાન પોલીસની ટીમોએ અલગ-અલગ વિસ્તારોમાં કુલ 260 સ્થળોએ દરોડા પાડ્યા હતા.
કાર્યવાહીમાં ₹16.68 લાખથી વધુ કિંમતનો દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે અને અંદાજે 110 જેટલા ગુના નોંધવામાં આવ્યા છે. એલસીબી, એસઓજી સહિત પોલીસની આશરે 54 ટીમો મેદાનમાં ઉતરી હતી. આ મોટા પાયે થયેલી કાર્યવાહીથી જિલ્લામાં દારૂના ગેરકાયદે નેટવર્કમાં ફફડાટ ફેલાયો છે.
પોલીસની કાર્યવાહી દરમિયાન અલગ-અલગ સ્થળોએથી દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો. બીજી તરફ, જિલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી માટે અપનાવવામાં આવતી નવી મોડસ ઓપરેન્ડી અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે. પકડાયેલા મુદ્દામાલમાંથી ₹12.14 લાખનો વિદેશી દારૂ અને ₹4.54 લાખનો દેશી દારૂ તથા વોશનો સમાવેશ થાય છે. આ સમગ્ર અભિયાનનો હેતુ ગેરકાયદે દારૂના વેચાણ અને સપ્લાય ચેઇનને અટકાવવાનો છે. હવે જોવાનું એ રહેશે કે પોલીસની આ કાર્યવાહી બાદ દારૂના અડ્ડાઓ અને સપ્લાય નેટવર્ક સામે વધુ કયા પગલાં લેવામાં આવે છે.
અમદાવાદની સ્કૂલોને બોમ્બ બ્લાસ્ટની ધમકી, વિદ્યાર્થીઓને સુરક્ષિત બહાર લવાયા
Breaking News : પોલીસે 260 સ્થળો પર પાડ્યા દરોડા
આજનું રાશિફળ : કોને મળશે નવી તક અને કોના અટકેલા કામો આગળ વધશે?
મોત સામે અડીખમ ઊભી રહી ગઈ 'માં', વાયરલ વીડિયો જોઈ આંખો ભીની થઈ જશે
ગેનીબેને ખેડૂતોનું દેવુ માફ કરી બનાસકાંઠા માટે વિશેષ સહાયની કરી માગ
