250 ફેશન શો પછી બોલિવૂડમાં પ્રવેશ કરનારી આ અભિનેત્રી 50 વર્ષની ઉંમરે પણ ફિટ , જુઓ ફોટો
90 ના દાયકા અને તે પછીના સમયમાં સપોર્ટિંગ ભૂમિકાઓ ભજવીને પ્રસિદ્ધિ મેળવનારી અભિનેત્રી પૂજા બત્રા 50 વર્ષની થઈ ગઈ છે. પરંતુ આ ઉંમરે પણ, અભિનેત્રી અતિ ફિટ રહે છે. તેમણે 1993માં મિસ ઈન્ડિયાનો ખિતાબ જીત્યો હતો.

બોલિવૂડ અભિનેત્રી પૂજા બત્રાએ પોતાની ફિટનેસ અને સ્ટાઇલથી સાબિત કરી દીધું છે કે, ઉંમર ફક્ત એક આંકડો છે. 1993માં મિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલનો ખિતાબ જીતનાર આ અભિનેત્રી 27 ઓક્ટોબર 2026ના રોજ પોતાનો 50મો જન્મદિવસ ઉજવશે.

મિસ ઈન્ડિયાનો ખિતાબ જીત્યા પછી પણ, અભિનેત્રીને બોલિવૂડમાં પ્રવેશ કરવા માટે ચાર વર્ષ રાહ જોવી પડી. જોકે, તેમણે 1995માં તમિલ ફિલ્મ "આસાઈ" માં નાનકડી ભૂમિકાથી પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી.

પૂજા બત્રાએ 250 શોમાં અભિનય કર્યા પછી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો. તેમણે 1997માં ફિલ્મ વિશ્વવિધાતાથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો. જોકે, અનિલ કપૂરની ફિલ્મ વિરાસતમાં સપોર્ટિંગ ભૂમિકા ભજવ્યા પછી તેની લોકપ્રિયતામાં વધારો થયો.

તે પછી તે 1997ની બોલિવૂડ ફિલ્મ ભાઈમાં જોવા મળી, જેમાં સુનીલ શેટ્ટી મુખ્ય ભૂમિકામાં હતા. તે પછી તે સાઝીશ, હસીના માન જાયેગી, ફર્ઝ, દિલ ને ફિર યાદ કિયા, જોડી નંબર 1, હમ તુમ શબાના, એબીસીડી 2 અને સ્ક્વોડ જેવી ફિલ્મોમાં જોવા મળી હતી.

તેમણે પોતાની કારકિર્દીમાં હિન્દી, તમિલ, પંજાબી, અંગ્રેજી અને તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું છે. હાલમાં, તે ફિલ્મ "વોલ્શેબનાયા લાંબા" માં જોવા મળશે. આ એક રશિયન ફિલ્મ હશે અને રશિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેણની શરૂઆત થશે. આ ફિલ્મ 2027 માં રિલીઝ થશે.

પર્સનલ લાઈફની વાત કરીએ તો, તેમણે પહેલા લગ્ન 2003માં સોનુ એસ. આહલુવાલિયા સાથે કર્યા હતા. જોકે, 2011માં તેમના છૂટાછેડા થયા. ત્યારબાદ અભિનેત્રીએ 2019 માં નવાબ શાહ સાથે લગ્ન કર્યા.

અભિનેત્રી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે, ચાહકોને તેની પર્સન લાઈફ, ફેશન અને સ્ટાઈલ વિશે અપડેટ આપે છે.
દીકરી- દીકરો અને પતિ બોલિવુડમાં એકટિવ, 200 કરોડના કૃષ્ણ બંગલામાં રહે છે શોભા કપૂર અહી ક્લિક કરો
