ચાંદીમાં ભયંકર ઘટાડો… Silver ETF રોકાણકારોએ હવે શું કરવું જોઈએ? Buy, Hold કે Sell?
ચાંદીના ભાવમાં અચાનક આવેલા ભારે ઘટાડાથી રોકાણકારોની ચિંતા વધી ગઈ છે. હવે મોટો સવાલ એ ઊભો થાય છે કે, શું આ મંદીમાં વધુ રોકાણ કરવું યોગ્ય છે કે પછી નુકસાન વેઠીને બહાર નીકળી જવું સમજદારી ગણાશે?

'ચાંદી' આશરે 55% સસ્તી થઈ ચૂકી છે. જણાવી દઈએ કે, ચાંદીની કિંમત 4.20 લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામના રેકોર્ડ હાઈથી ઘટીને 1.95 લાખ રૂપિયા પર આવી ગઈ છે. ચાંદીની કિંમતમાં આટલા મોટા ઘટાડા પછી સિલ્વર એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ્સ (ETFs)ના રોકાણકારોને સમજમાં નથી આવી રહ્યું કે, તેઓ શું કરે? શું તેઓ પોતાની સરેરાશ ખરીદ કિંમત ઓછી કરવા માટે વધુ રોકાણ કરે કે પછી નુકસાન વેઠીને બહાર નીકળી જાય?

દુનિયાભરમાં ચાલુ યુદ્ધથી વૈશ્વિક વિકાસને લઈને ચિંતા, બોન્ડ યીલ્ડમાં વધારો અને US વ્યાજ દરોને લઈને અનિશ્ચિતતાઓને કારણે ચાંદીમાં વેચવાલી તેજ થઈ ગઈ છે. આનાથી ચાંદીની કિંમત ઝડપથી ઘટી રહી છે.

માર્કેટ એક્સપર્ટે જણાવ્યું છે કે, જે રોકાણકારોએ લાંબા સમય માટે પોતાના પોર્ટફોલિયોનો એક નાનો હિસ્સો ચાંદીમાં લગાવ્યો છે, તેઓ પોતાના રોકાણને જાળવી રાખવા (હોલ્ડ કરવા) પર વિચાર કરી શકે છે. બસ શરત એ છે કે, તેમની આર્થિક સ્થિતિ અને રોકાણના લક્ષ્યો પહેલાં જેવા જ હોય. હવે જે લોકોએ ઝડપી નફાની આશામાં મોટી રકમ લગાવી છે, તેઓએ શું કરવું? તો તેમણે ફરીથી વિચારવું જોઈએ કે, તેઓ હજુ કેટલા ઉતાર-ચઢાવ સહન કરી શકે છે? અહીં સૌથી મહત્વની વાત એ છે કે, રોકાણની વેલ્યુમાં આવેલા અસ્થાયી ઘટાડા અને એવી સ્થિતિ, જે પોર્ટફોલિયો માટે ખૂબ જ જોખમી બની ગઈ છે, તે વચ્ચેનો ફરક સમજી લેવો જોઈએ.

ઉદાહરણ તરીકે, જો ચાંદીમાં કરેલું ₹1 લાખનું રોકાણ ઘટી જાય છે અને તમે તેમાં ₹1 લાખ વધુ લગાવી દો છો, તો કુલ ₹2 લાખની મૂડી જોખમમાં આવી જાય છે. આનાથી ભલે સરેરાશ ખરીદ કિંમત ઓછી થઈ જાય પરંતુ સાથે જ તે રકમનો હિસ્સો પણ વધી જાય છે, જેના પર આગળ વધુ નુકસાન થવાનું જોખમ રહે છે.

એવામાં રોકાણકારોએ માત્ર એટલા માટે વધુ રોકાણ ન કરવું જોઈએ, કારણ કે કિંમતો ઘટી ગઈ છે. રોકાણ જાળવી રાખવાનું, વધુ ખરીદી કરવા અથવા પોર્ટફોલિયોમાં એક્સપોઝર (જોખમવાળી મૂડી) ઓછો કરવાનો કોઈપણ નિર્ણય, રોકાણકારની પોતાની આર્થિક ક્ષમતા અને કિંમતી ધાતુઓમાં રોકાણ કરવાના નક્કી કરેલા લક્ષ્યના આધારે જ લેવો જોઈએ.

આ ઘટાડાને જોતા રોકાણકારો દિવાળી દરમિયાન નવું નાણાં રોકવા વિશે વિચારી શકે છે. માત્ર ઘટાડાના આધારે એ નક્કી કરી શકાતું નથી કે, 'ચાંદી' અત્યારે એક સારો રોકાણ વિકલ્પ છે કે નહીં? સપ્ટેમ્બરમાં સિલ્વર ETFમાં ₹1,974 કરોડનું રોકાણ આવ્યું. આ દર્શાવે છે કે, રોકાણકારોનો તેમાં સારો એવો રસ છે. જો કે, આ રોકાણથી કિંમતોની આગામી દિશા જાણી શકાતી નથી.

આ સિવાય જે રોકાણકારોનો દ્રષ્ટિકોણ લાંબો છે અને જેમની પાસે કિંમતી ધાતુઓમાં રોકાણ માટે હજુ વધુ અવકાશ છે, તેઓ એક સાથે નાણાં લગાવવાને બદલે નાના-નાના હપ્તામાં રોકાણ કરવા પર વિચાર કરી શકે છે. અલગ-અલગ સમયે ખરીદી કરવાથી એક જ કિંમતે રોકાણ કરવાનું જોખમ ઓછું થઈ જાય છે. જો કે, આનાથી બજારના જોખમને સંપૂર્ણપણે દૂર થતું નથી. બીજું કે, જેમની પાસે પહેલેથી જ ચાંદીમાં પૂરતું રોકાણ છે, તેમણે માત્ર એટલા માટે રોકાણ ન વધારવું જોઈએ કે તેની કિંમતોમાં ઘટાડો થયો છે. કિંમતો સ્થિર થવાની રાહ જોવી પણ એક સારો વિકલ્પ હોઈ શકે છે.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં, સોના-ચાંદીમાં, મ્યુચ્યુઅલ ફંડમાં અને IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. બજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
127% તેજી અને ₹400 નો ટાર્ગેટ! રોકાણકારો માટે કમાણીની ‘મોટી તક’, એક્સપર્ટ્સે આપી ‘Buy’ રેટિંગ
