AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News :  વડોદરામાં દિવાળી પહેલા 1.24 કરોડનો દારૂ ઝડપાયો, 4 આરોપીઓની ધરપકડ, જુઓ વીડિયો

Breaking News : વડોદરામાં દિવાળી પહેલા 1.24 કરોડનો દારૂ ઝડપાયો, 4 આરોપીઓની ધરપકડ, જુઓ વીડિયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 27, 2026 | 1:43 PM
Share

દિવાળીના તહેવાર પૂર્વે વડોદરા જિલ્લામાં દારૂની હેરાફેરીના એક મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે. જિલ્લા LCBએ કોટંબી પાસે આવેલા શાહ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના સાઇનાથ એન્ટરપ્રાઇઝના ગોડાઉનમાં દરોડો પાડી વિદેશી દારૂનો વિશાળ જથ્થો ઝડપી પાડ્યો છે.

દિવાળીના તહેવારો અને 31 ડિસેમ્બર નજીક આવી રહ્યા છે. ત્યારે આ પહેલા વડોદરા પોલીસે બુટલેગરોના મોટા પ્લાન પર પાણી ફેરવી દીધું છે.દિવાળીમાં વડોદરા (Vadodara)જિલ્લામાં દારૂની રેલમછેલ કરવાનો પ્લાન ફેઇલ ગયો છે. બુટલેગરોનાં પ્લાન પર વડોદરા જિલ્લા પોલીસે પાણી ફેરવ્યું છે.કોટંબી પાસે સવા કરોડનું વિદેશી દારૂ ભરેલું ગોડાઉન ઝડપાયું છે. શાહ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટનાં સાઇનાથ એન્ટરપ્રાઇઝનાં ગોડાઉનમાં દરોડો પાડવામાં આવ્યા હતા.જિલ્લા એલસીબીએ દરોડો પાડી કુખ્યાત બિશ્નોઇ ગેંગને ઝડપી પાડી હતી.

દારૂ ભરેલું ગોડાઉન ઝડપાયું

રાજસ્થાનની કુખ્યાત બિશ્નોઇ ગેંગનાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. હરિયાણા અને મહારાષ્ટ્રથી દારૂનો જથ્થો મંગાવી જિલ્લામાં સપ્લાય કરવાનો હતો.દારૂનું કટિંગ થાય તે પહેલાં જિલ્લા ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્રાટકી હતી. 1.24 કરોડ કિંમતનાં વિદેશી દારુની 1490 પેટીઓ જપ્ત કરવામાં આવી હતી.હરિયાણાનો સુમિત, જોધપુરનો સુનીલ અને મહારાષ્ટ્રનો પ્રધાનજી વોન્ટેડ છે.

પોલીસના જણાવ્યા અનુસાર, દારૂનું વેચાણ શરૂ થાય તે પહેલાં જ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે સચોટ માહિતીના આધારે આ સફળ કાર્યવાહી હાથ ધરી હતી. જિલ્લા ગ્રામ્ય LCBને મળેલી આ મોટી સફળતાથી બુટલેગરોના દિવાળીના પ્લાન નિષ્ફળ બન્યા છે. પોલીસ હવે આ નેટવર્કના અન્ય સંડોવાયેલા સભ્યો અને દારૂની હેરાફેરીના મૂળ સુધી પહોંચવા માટે વધુ તપાસ કરી રહી છે.

 

 

Breaking News : સાબરમતીમાં 307 કરોડના ખર્ચે બની રહ્યું છે વંદે ભારતનું મેન્ટેનન્સ હબ, અહી 24 કોચવાળી ટ્રેનનું સમારકામ થશે અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">