AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેન્દ્રીય જળ મંત્રી સી આર પાટીલની અધ્યક્ષતામાં 4 રાજ્યોના મુખ્યમંત્રીઓની બેઠક, સરદાર સરોવર પરિયોજનાના નાણાકીય વિવાદોને અપાયું અંતિમ સ્વરૂપ

કેન્દ્રીય જળ મંત્રી સી આર પાટીલની અધ્યક્ષતામાં 4 રાજ્યોના મુખ્યમંત્રીઓની બેઠક, સરદાર સરોવર પરિયોજનાના નાણાકીય વિવાદોને અપાયું અંતિમ સ્વરૂપ

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 27, 2026 | 7:27 PM
Share

ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ વચ્ચે દાયકાઓ જૂના સરદાર સરોવર પ્રોજેક્ટ સંબંધિત નાણાકીય લેવડ-દેવડના પ્રશ્નો આખરે ઉકેલાયા છે. કેન્દ્રીય જળ મંત્રી સી આર પાટીલની અધ્યક્ષતામાં યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલની અધ્યક્ષતામાં દિલ્હી ખાતે એક ઉચ્ચસ્તરીય અને અત્યંત મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ બેઠકમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ એમ ચારેય સહભાગી રાજ્યોના મુખ્યમંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત રાજ્યમાં પાણીની વર્તમાન પરિસ્થિતિ અને આગામી આયોજનને ધ્યાને રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બેઠકમાં ખાસ હાજરી આપી હતી.

આ બેઠકમાં દાયકાઓ જૂની અને મહત્વકાંક્ષી સરદાર સરોવર ડેમ પરિયોજના સાથે જોડાયેલા વિવિધ વણઉકેલાયેલા જટિલ પ્રશ્નો પર ઊંડાણપૂર્વક વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો. ખાસ કરીને ચારેય રાજ્યો વચ્ચે વર્ષોથી અટકેલા આર્થિક હિસ્સા અને નાણાકીય લેવડ-દેવડના તમામ વિષયોની વિગતવાર સમીક્ષા કરીને તેને સર્વસંમતિથી અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ 7 જુલાઈ 2026 ના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આ પ્રોજેક્ટ સંદર્ભે મહત્વપૂર્ણ સૈદ્ધાંતિક સમજૂતી સાધવામાં આવી હતી. તે સમજૂતીના આધાર પર હવે કેન્દ્રીય જળ મંત્રાલય દ્વારા તમામ રાજ્યો વચ્ચેના આંતરિક નાણાકીય હિસાબો અને ખર્ચની વહેંચણી સંબંધિત બાબતોને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે, જે પશ્ચિમ ભારતના રાજ્યોના જળ વ્યવસ્થાપન માટે ઐતિહાસિક પગલું સાબિત થશે.

With Input: Kinjal Mishra

‘આ તો ધોળા દિવસે લૂંટ છે’ – કેન્સરની ₹ 11000 ની દવા ₹ 1.30 લાખમાં મળતાં સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, કેન્દ્ર સરકારને ઝાટકી

Follow Us
g clip-path="url(#clip0_868_265)">