AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: સોના-ચાંદીના આસમાને પહોંચેલા ભાવમાં ‘મોટો કડાકો’, બજારમાં કિંમતો ગગડતા મધ્યમ વર્ગને મળી ‘રાહત’

સ્થાનિક બજારમાં 15 July ના રોજ સોનાના ભાવ સ્થિર રહ્યા છે, જ્યારે ચાંદીની કિંમતમાં સતત ત્રીજા દિવસે ઘટાડો નોંધાયો છે. વૈશ્વિક સ્તરે અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવને કારણે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પણ સોનાના ભાવમાં મોટો કડાકો બોલાયો છે.

| Updated on: Jul 15, 2026 | 8:36 PM
Share
દિલ્હી સર્રાફા બજારમાં 15 જુલાઈએ સોનામાં સ્થિરતા રહી અને ચાંદીમાં નજીવો ઘટાડો આવ્યો. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનામાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. બીજીબાજુ, દિલ્હી સર્રાફા બજારમાં પણ ચાંદી સતત ત્રીજા દિવસે ઘટી. આનું કારણ નબળી સ્થાનિક માંગ હોવાનું કહેવાય છે. સોનાનો ભાવ 1,46,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર યથાવત રહ્યો.

1 / 6
દિલ્હી સર્રાફા બજારમાં ચાંદી 100 રૂપિયા ઘટીને 2,26,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ. વેપારીઓએ જણાવ્યું કે, જ્વેલર્સ અને ઇન્ડસ્ટ્રિયલ યુઝર્સની નબળી ખરીદીના કારણે બુલિયનની કિંમતો મર્યાદિત દાયરામાં રહી. બીજી તરફ, ભારતમાં ગોલ્ડ ફ્યુચર્સ અને સિલ્વર ફ્યુચર્સમાં નબળાઈ જોવા મળી. સાંજના કારોબારમાં ગોલ્ડ ફ્યુચર્સ 0.05 ટકા નીચે ચાલી રહ્યું હતું અને સિલ્વર ફ્યુચર્સ 0.35 ટકા નીચે હતું.

2 / 6
વિદેશી બજારમાં પણ સોનાના ભાવમાં મોટો ઘટાડો આવ્યો. તેનું કારણ મિડલ ઈસ્ટમાં વધી રહેલો તણાવ છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી લડાઈના કારણે અમેરિકા સહિત વિશ્વભરમાં મોંઘવારી (ઇન્ફ્લેશન) વધવાનો ખતરો છે. મોંઘવારીને કાબૂમાં લેવા માટે અમેરિકાની કેન્દ્રીય બેંક ફેડરલ રિઝર્વ વ્યાજ દર વધારી શકે છે. સાથે જ આની અસર સોનાના ભાવો પર પડશે અને એમાંય વ્યાજ દર વધવા પર સોનાના ભાવોમાં ઘટાડો આવે છે.

3 / 6
આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ ગોલ્ડ 0.6 ટકા ઘટીને 4,030.50 ડોલર પ્રતિ ઔંસ ચાલી રહ્યું હતું. 14 જુલાઈએ સોનામાં 2 ટકાથી વધુનો ઉછાળો આવ્યો હતો. તેનું કારણ અમેરિકાના રિટેલ મોંઘવારીના આંકડા હતા. અમેરિકામાં જૂનમાં મોંઘવારી અપેક્ષા કરતાં ઓછી વધી છે. 15 જુલાઈએ યુએસ ગોલ્ડ ફ્યુચર્સ (ઓગસ્ટ ડિલિવરી) 0.8 ટકા ઘટીને 4,036.20 પ્રતિ ઔંસ હતું. સ્પોટ સિલ્વર પણ 1.1 ટકા ઘટીને 57.96 ડોલર પ્રતિ ઔંસ પર આવી ગયું.

4 / 6
યુબીએસ (UBS) એ તેના રિપોર્ટમાં જણાવ્યું છે કે, "ક્રૂડ ઓઇલ, પેટ્રોલ અને ડીઝલની ઊંચી કિંમતોને કારણે આગામી મહિને મોંઘવારીમાં ઉછાળો જોવા મળી શકે છે. આનાથી ફેડરલ રિઝર્વની પોલિસી આક્રમક રહેવાની ધારણા છે." વાસ્તવમાં, વ્યાજ દર વધવા પર સોનાની માંગ ઘટી જાય છે, જેની અસર તેના ભાવો પર પડે છે. ટ્રેડર્સને સપ્ટેમ્બરમાં અમેરિકામાં વ્યાજ દર વધવાની 61 ટકા આશા છે.

5 / 6
આ વર્ષે જાન્યુઆરીના અંતમાં સોના અને ચાંદીના ભાવો રેકોર્ડ ઊંચાઈ પર પહોંચી ગયા હતા. ત્યારબાદ બંનેની કિંમતોમાં મોટો ઘટાડો આવ્યો. વર્ષ 2025 માં સોનાએ 70 ટકા વળતર (રિટર્ન) આપ્યું હતું પરંતુ આ વર્ષે સોના અને ચાંદી પર દબાણ જોવા મળી રહ્યું છે. ટૂંકમાં, મિડલ ઈસ્ટમાં લડાઈની અસર સોના અને ચાંદીના ભાવો પર પડી છે.

6 / 6

તસ્કરો પાસેથી પકડાયેલું કરોડોનું ‘સોનું’ ક્યાં જાય છે? આ ‘સરકારી પ્રોસેસ’ જાણીને તમે પણ આશ્ચર્યમાં પડી જશો

Follow Us
યુવકે 'છોકરી' શોધવા માટે અપનાવ્યો એવો રસ્તો કે, લોકો 'ચોંકી' ગયા

વડોદરામાં શંકાસ્પદ ખાદ્યતેલ જપ્ત: આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી

સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક

ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન

જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત..., જુઓ Video

વેજ બિરીયાનીને બદલે રેસ્ટોરન્ટે નોન વેજ બિરીયાની મોકલ્યાનો આક્ષેપ

આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?

ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'

રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'

g clip-path="url(#clip0_868_265)">