AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vedanta Group: AGMમાં અનિલ અગ્રવાલે રજૂ કર્યો 100 બિલિયન ડોલરનો રોડમેપ, જાણો કયા કયા સેક્ટરમાં ક્ષમતા બમણી કરશે

વેદાંતા લિમિટેડની 61મી એજીએમમાં ચેરમેન અનિલ અગ્રવાલે ડીમર્જર પછીનો ભવ્ય રોડમેપ જાહેર કર્યો છે. કંપની ઝિંક, કોપર, એલ્યુમિનિયમ અને ઓઇલ-ગેસ સહિતના ક્ષેત્રોમાં ઉત્પાદન ક્ષમતા અનેક ગણી વધારશે. નાણાકીય વર્ષ 2026માં 1.74 લાખ કરોડની રેકોર્ડ કમાણી કરનાર વેદાંતા ગ્રુપે લિથિયમ અને ગોલ્ડ જેવા કયા કિંમતી ખનિજોની શોધ માટે પ્લાન બનાવ્યો છે, તેની સંપૂર્ણ વિગત અહીં જુઓ.

| Updated on: Jul 15, 2026 | 8:52 PM
Share
વેદાંતા ગ્રુપ આગામી વર્ષોમાં પોતાના કારોબારનું મોટા પાયે વિસ્તરણ કરવાની તૈયારી કરી રહ્યું છે. કંપની ઝિંક, લેડ (સીસું), સિલ્વર (ચાંદી), કોપર (તાંબું), એલ્યુમિનિયમ, ઓઇલ એન્ડ ગેસ, સ્ટીલ અને પાવર જેવા અગ્રણી બિઝનેસમાં પ્રોડક્શન વધારવા પર ભાર મૂકશે. આ માહિતી વેદાંતા લિમિટેડની 61મી એન્યુઅલ જનરલ મીટિંગ (AGM) માં આપવામાં આવી હતી. અનિલ અગ્રવાલે જણાવ્યું કે કંપનીની આગળની વ્યુહરચના ત્રણ મુખ્ય બાબતો પર આધારિત રહેશે- વધુ ઉત્પાદન કરવું, મજબૂત ભાગીદારી બનાવવી અને વ્યાપક સામાજિક ઉદ્દેશ્ય સાથે આગળ વધવું.

1 / 9
મેટલ બિઝનેસમાં મોટા વિસ્તરણની તૈયારી: વેદાંતા ગ્રુપ આગામી વર્ષોમાં પોતાના મેટલ કારોબારને ઝડપથી વધારવાનું લક્ષ્ય ધરાવે છે. કંપનીએ ઝિંક, લેડ, સિલ્વર, કોપર, ફેરોક્રોમ અને નિકલના ઉત્પાદનમાં મોટો વધારો કરવાનું નક્કી કર્યું છે. કંપનીનો પ્લાન વર્ષ 2031 સુધીમાં ઝિંક અને લેડનું ઉત્પાદન લગભગ ત્રણ ગણું વધારીને 30 લાખ ટન કરવાનું છે. જ્યારે ચાંદીનું વાર્ષિક ઉત્પાદન બમણું કરીને 1,500 ટન કરવામાં આવશે. આ ઉપરાંત, કંપની આ દાયકાના અંત સુધીમાં કોપરનું ઉત્પાદન વધારીને 10 લાખ ટન કરવા માંગે છે. તેમજ નાણાકીય વર્ષ 2028 સુધીમાં ફેરોક્રોમની ક્ષમતા 5 લાખ ટન અને નિકલનું ઉત્પાદન 60,000 ટન સુધી પહોંચાડવાની યોજના છે.

2 / 9
લિથિયમ અને ગોલ્ડ સહિતના મહત્વના ખનિજોની શોધ પર ભાર: વેદાંતા માત્ર હાલના બિઝનેસને વધારવા પૂરતું સીમિત નથી, પરંતુ ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નવા ખનિજ સંસાધનોની શોધ પણ ઝડપી બનાવશે. કંપની 10 ક્રિટિકલ અને સ્ટ્રેટેજિક મિનરલ બ્લોક્સમાં શોધ અભિયાન ચલાવશે. જેમાં લિથિયમ, કોબાલ્ટ, સોનું, કોપર, નિકલ, મેંગેનીઝ, રેર અર્થ મિનરલ્સ અને પોટાશ જેવા મહત્વના ખનિજો સામેલ છે. ઇલેક્ટ્રિક વ્હીકલ, રિન્યુએબલ એનર્જી, ઇલેક્ટ્રોનિક્સ અને ડિફેન્સ સેક્ટરમાં વધતી માંગને કારણે આ ખનિજોની જરૂરિયાત સતત વધી રહી છે, જેથી કંપનીનું આ પગલું ઘણું મહત્વનું માનવામાં આવે છે.

3 / 9
ત્રણ વર્ષમાં બમણી થશે એલ્યુમિનિયમની ઉત્પાદન ક્ષમતા: વેદાંતા એલ્યુમિનિયમ આગામી ત્રણ વર્ષમાં પોતાની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 60 લાખ ટન સુધી પહોંચાડવા માંગે છે. એટલે કે હાલની ક્ષમતાને સીધી બમણી કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. કંપનીનું લક્ષ્ય દુનિયાના સૌથી ઓછી પડતર કિંમતે એલ્યુમિનિયમ બનાવતા ઉત્પાદકોમાં પોતાનું સ્થાન જાળવી રાખવાનું છે. આ માટે તે પોતાના ઇન્ટિગ્રેટેડ ઓપરેશન્સ, કાચા માલની ઉપલબ્ધતા અને વીજ ઉત્પાદન ક્ષમતાનો ભરપૂર ફાયદો ઉઠાવશે.

4 / 9
ઓઇલ-ગેસ, સ્ટીલ અને પાવર બિઝનેસમાં પણ મોટું રોકાણ: વેદાંતાના ઓઇલ એન્ડ ગેસ કારોબારે દરરોજ 5 લાખ બેરલ ઉત્પાદનનું લક્ષ્ય નક્કી કર્યું છે. આ વિસ્તરણને પૂરું કરવા માટે કંપની આગામી 3 થી 5 વર્ષમાં 5 બિલિયન ડોલરનું મોટું રોકાણ કરશે. બીજી તરફ, કંપની પોતાના આયર્ન એન્ડ સ્ટીલ બિઝનેસની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 40 લાખ ટનથી વધારીને 1.5 કરોડ ટન કરવા માંગે છે, જેમાં ગ્રીન સ્ટીલ અને સ્પેશિયાલિટી સ્ટીલના ઉત્પાદન પર ખાસ ભાર મૂકાશે. આ ઉપરાંત, વેદાંતા પાવર પોતાની વીજ ઉત્પાદન ક્ષમતા વધારીને 20,000 મેગાવોટ કરવા માંગે છે અને કંપની ન્યુક્લિયર પાવર સેક્ટરમાં પણ પગ મૂકવાની યોજના બનાવી રહી છે.

5 / 9
FY26 કંપની માટે રેકોર્ડ બ્રેક વર્ષ રહ્યું: અનિલ અગ્રવાલના જણાવ્યા અનુસાર, નાણાકીય વર્ષ 2025-26 વેદાંતા માટે અત્યાર સુધીનું સૌથી શ્રેષ્ઠ નાણાકીય વર્ષ રહ્યું છે. આ સમયગાળા દરમિયાન કંપનીની કુલ આવક 1.74 લાખ કરોડ રૂપિયાના રેકોર્ડ સ્તર પર પહોંચી ગઈ છે. જ્યારે કંપનીએ 25,096 કરોડ રૂપિયાનો અત્યાર સુધીનો સૌથી વધુ નફો કમાયો છે. આ સિવાય કંપનીનું EBITDA પણ રેકોર્ડ બ્રેક 55,976 કરોડ રૂપિયા રહ્યું છે.

6 / 9
AI અને નવી ટેકનોલોજીથી વધશે પ્રોડક્ટિવિટી: વેદાંતા આગામી સમયમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને અન્ય આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ પણ વધારશે. કંપની આ ટેકનોલોજીનો ઉપયોગ ખનિજોની શોધ, ઓપરેશન્સ, સુરક્ષા અને ઉત્પાદકતા વધારવા માટે કરશે. આનાથી ઉત્પાદન વધુ સારું બનશે, ખર્ચમાં ઘટાડો થશે, માઇનિંગનું પ્લાનિંગ મજબૂત થશે અને કામકાજ પહેલા કરતા વધુ સુરક્ષિત બનાવી શકાશે.

7 / 9
ક્રિટિકલ મિનરલ્સ રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલો વિષય: અનિલ અગ્રવાલે જણાવ્યું હતું કે આજના સમયમાં કુદરતી સંસાધનોની સુરક્ષા સીધી રીતે રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાઈ ગઈ છે. ભારત હજુ પણ ઘણા મહત્વના ખનિજો, એનર્જી પ્રોડક્ટ્સ અને ઇન્ડસ્ટ્રિયલ કાચા માલ માટે આયાત પર નિર્ભર છે. તેવામાં વેદાંતાનો આ મેગા એક્સપાન્સન પ્લાન સરકારના ઘરેલું ઉત્પાદન વધારવાના અને આયાત પરની નિર્ભરતા ઓછી કરવાના પ્રયાસોને મોટો સપોર્ટ આપશે.

8 / 9
આ પડકારો પર પણ રહેશે નજર: કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે આ મોટી વિસ્તરણ યોજનાની સફળતા ઘણા પરિબળો પર આધારિત રહેશે. જેમાં મોટા ઇન્ડસ્ટ્રિયલ પ્રોજેક્ટ્સ સમયસર પૂરા કરવા, કોમોડિટીના ભાવોમાં થતી વધ-ઘટ, જરૂરી સરકારી મંજૂરીઓ સમયસર મળવી, ખનિજ સંસાધનો સુધી સરળ પહોંચ અને ડીમર્જર પછી બનેલી કંપનીઓનું સ્વતંત્ર રીતે મોટા પાયે સફળ ઓપરેશન સામેલ છે.

9 / 9

આજથી ભારત અને બ્રિટન વચ્ચે ઐતિહાસિક વેપાર કરાર લાગુ થશે, વિદેશી વ્હિસ્કીથી લઈને બ્રાન્ડેડ કપડાં સુધી બધું જ થશે સસ્તું

Follow Us
યુવકે 'છોકરી' શોધવા માટે અપનાવ્યો એવો રસ્તો કે, લોકો 'ચોંકી' ગયા

વડોદરામાં શંકાસ્પદ ખાદ્યતેલ જપ્ત: આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી

સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક

ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન

જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત..., જુઓ Video

વેજ બિરીયાનીને બદલે રેસ્ટોરન્ટે નોન વેજ બિરીયાની મોકલ્યાનો આક્ષેપ

આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?

ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'

રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'

g clip-path="url(#clip0_868_265)">