AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Video: Likes નું વળગણ સંબંધો પર ભારે પડ્યું, ‘પતિ’ જિંદગીની જંગ લડી રહ્યો છે અને પત્ની ‘Reel’ બનાવવામાંથી ઊંચી નથી આવતી

આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા આપણા જીવનનો એક મહત્વનો ભાગ બની ગયું છે. જો કે, ક્યારેક વાયરલ થવાની અને લાઈક્સ મેળવવાની આંધળી દોડમાં લોકો સંવેદના પણ ભૂલી જતા હોય છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક એવો જ વીડિયો સામે આવ્યો છે કે, જેને જોઈને લોકોએ સોશિયલ મીડિયાના આ ક્રેઝ પર સવાલો ઊભા કર્યા છે.

Trending Video: Likes નું વળગણ સંબંધો પર ભારે પડ્યું, 'પતિ' જિંદગીની જંગ લડી રહ્યો છે અને પત્ની 'Reel' બનાવવામાંથી ઊંચી નથી આવતી
| Updated on: Jul 17, 2026 | 12:44 PM
Share

આજના સોશિયલ મીડિયાના યુગમાં લોકોને રીલ બનાવવાનો એવો ક્રેઝ ચડ્યો છે કે, તેમને દરેક સમયે બસ Video બનાવવાનું જ સૂઝે છે. પરિસ્થિતિ ગમે તેવી હોય, તેમની Reel અટકવી ન જોઈએ.

દુઃખ-દર્દ બન્યું ‘કન્ટેન્ટ’

એવામાં કેટલીક પરિસ્થિતિ એવી પણ હોય છે કે, જેમાં દુનિયાને બતાવવાના બદલે પોતાના સ્વજનોની સાથે ઊભા રહેવાની જરૂર હોય છે. જો કે, આજકાલ લોકો આવી પરિસ્થિતિમાં પણ કેમેરા એંગલ સેટ કરતા અને રીલ બનાવતા જોવા મળે છે. ખાસ વાત એ છે કે, તેઓ Reel માટે શાનદાર કેપ્શન શોધતા અને તેના પર ગીત સેટ કરવા માટે મહેનત કરતા જોવા મળે છે.

આજના સમયમાં લોકોનું દુઃખ-દર્દ પણ એક કન્ટેન્ટ જેવું બની ગયું છે, જેના પર Reel બનાવીને વ્યુઝ અને લાઈક્સ મેળવવાનું કામ થાય છે. ઘણા લોકો ગંભીર અને દુઃખદ પરિસ્થિતિમાં પણ Reel બનાવીને Viral થવાની ફિરાકમાં રહે છે.

બેડ પર પડેલા બીમાર પતિની સામે મહિલા Reel બનાવતી રહી

આજકાલ સોશિયલ મીડિયા પર એક મહિલાનો વીડિયો (Video) જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આમાં જોઈ શકાય છે કે, મહિલાનો પતિ હોસ્પિટલમાં બીમારીની હાલતમાં બેડ પર પડેલો છે. તેના ચહેરા પર ઓક્સિજન માસ્ક લાગેલો છે અને તે ખૂબ જ દયનીય સ્થિતિમાં છે.

આવી સ્થિતિમાં પણ મહિલાને Reel બનાવવાનું સૂઝી રહ્યું છે અને મહિલા પોતાના મોબાઈલના કેમેરા સામે જોતા બોલિવૂડ ગીત પર Reel બનાવી રહી છે. આ દરમિયાન મહિલા Reel માટે ગીત પર એક્ટિંગ કરતી જોવા મળી રહી છે.

વીડિયો જોઈને લોકોએ મહિલાને ખરી-ખોટી સંભળાવી

આ વાયરલ વીડિયો (Viral Video) ને સોશિયલ સાઇટ એક્સ (X) પર @WokePandemic નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. આને અત્યાર સુધીમાં હજારો લોકોએ જોયો છે અને સેંકડો લોકોએ લાઈક કર્યો છે. આ Video પર ઘણા લોકોની પ્રતિક્રિયાઓ પણ સામે આવી છે, જ્યાં લોકોએ મહિલાની આ હરકત પર નારાજગી વ્યક્ત કરી છે.

વીડિયો પર કમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, “આજકાલ લોકોને શું થઈ ગયું છે, કોઈ પણ પરિસ્થિતિમાં લોકોને બસ રીલ બનાવવાનું જ સૂઝતું હોય છે.” બીજા યુઝરે લખ્યું, “હવે લોકોની અંદરની તમામ સંવેદનાઓ ખતમ થઈ ગઈ છે.”

ISRO કેમ છોડી રહ્યા છે વૈજ્ઞાનિકો? રાજીનામા રોકવા સરકારે લીધો મોટો નિર્ણય, રાજીનામા અને VRS નહીં સ્વીકારાય

Follow Us
g clip-path="url(#clip0_868_265)">