AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

₹15 લાખથી વધુની સેલેરી પર પણ એકપણ રૂપિયો ટેક્સ નહીં ચૂકવવો પડે, બસ કરો આ ‘નાનું કામ’

નાણાકીય વર્ષ 2026-27માં નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ નોકરિયાત લોકો માટે ટેક્સ બચાવવાની એક ઉત્તમ તક છે. જો તમે યોગ્ય સેલરી સ્ટ્રક્ચર અને કંપની તરફથી મળતી કેટલીક ખાસ સુવિધાઓનો ઉપયોગ કરો, તો 15.85 લાખ રૂપિયાના વાર્ષિક પગાર પર પણ તમારો ઇન્કમ ટેક્સ ઝીરો થઈ શકે છે.

₹15 લાખથી વધુની સેલેરી પર પણ એકપણ રૂપિયો ટેક્સ નહીં ચૂકવવો પડે, બસ કરો આ 'નાનું કામ'
| Updated on: Jun 24, 2026 | 8:22 PM
Share

નાણાકીય વર્ષ 2026-27માં નવી ટેક્સ વ્યવસ્થા (New Tax Regime) હેઠળ નોકરિયાત લોકો માટે ટેક્સ બચાવવાની એક મોટી તક છે. યોગ્ય સેલેરી સ્ટ્રક્ચર અને કેટલીક ખાસ સુવિધાઓનો ઉપયોગ કરીને 15.85 લાખ રૂપિયાના વાર્ષિક પગાર પર પણ આવકવેરાની જવાબદારી (ઇન્કમ ટેક્સ લાયબિલિટી) શૂન્ય સુધી લાવી શકાય છે.

વાસ્તવમાં, નવી ટેક્સ વ્યવસ્થામાં 12 લાખ રૂપિયા સુધીની કરપાત્ર આવક (ટેક્સેબલ ઇન્કમ) પર સેક્શન 87A હેઠળ સંપૂર્ણ ટેક્સ રિબેટ મળે છે. આવી સ્થિતિમાં, જો તમારી ટેક્સેબલ આવક 12 લાખ રૂપિયાથી નીચે આવી જાય છે, તો તમારે કોઈ ઇન્કમ ટેક્સ ચૂકવવો પડતો નથી. હવે જો તમારો પગાર 15 લાખ રૂપિયાથી વધુ છે, તો તમે કેવી રીતે ટેક્સ બચાવી શકો છો? ચાલો સમજીએ…

કેવી રીતે 15.85 લાખ રૂપિયાના પગાર પર ટેક્સ ઝીરો થશે?

  • કર્મચારીની કુલ વાર્ષિક સેલેરી (CTC) 15.85 લાખ રૂપિયા છે. જો કે, કેટલીક કપાત (ડિડક્શન્સ) અને કંપની તરફથી મળતા ફાયદાઓને ઉમેર્યા પછી કરપાત્ર આવક ઘણી ઓછી થઈ જાય છે.
  • સૌથી પહેલા 75,000 રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડિડક્શન મળે છે. આ તમામ કર્મચારીઓ માટે છે અને આના માટે અલગથી કોઈ રોકાણ કરવાની જરૂર હોતી નથી.
  • આ સિવાય મીલ વાઉચર (Meal Voucher) નો લાભ લઈ શકાય છે. જો કર્મચારીને દરરોજ 200 રૂપિયા સુધીનું મીલ વાઉચર મળે છે, તો વર્ષભરમાં આશરે 1.05 લાખ રૂપિયા સુધીની ટેક્સ બચત થઈ શકે છે.

કંપની તરફથી મળતો મોટો ફાયદો (Company PF Contribution)

નવી ટેક્સ વ્યવસ્થામાં તમારી કંપની તરફથી તમારા માટે કરવામાં આવેલા રોકાણ પર પણ ટેક્સ બચે છે.

કંપનીનું PF માં યોગદાન (Employer PF): જો તમારી કંપની તમારા બેઝિક પગારનો 12% હિસ્સો તમારા પીએફ (PF) ખાતામાં જમા કરે છે, તો આનાથી તમને ટેક્સમાં આશરે 95,100 રૂપિયાનો ફાયદો મળી શકે છે.

કંપનીનું NPS માં યોગદાન (Employer NPS): આવી જ રીતે, જો તમારી કંપની તમારા નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) ખાતામાં પોતાની તરફથી નાણાં જમા કરે છે, તો તેના પર પણ ટેક્સ છૂટ મળે છે. ઉદાહરણ તરીકે, આનાથી આશરે 1.10 લાખ રૂપિયાનો ટેક્સ લાભ મળી શકે છે. આ એ નાણાં છે, જે કંપની પોતાની તરફથી તમારા PF અને NPSમાં નાખે છે તેમજ તેના પર તમારે કોઈ ટેક્સ આપવો પડતો નથી.

કુલ કપાત 3.86 લાખ રૂપિયા સુધી

સ્ટાન્ડર્ડ ડિડક્શન, મીલ વાઉચર, પીએફ અને એનપીએસને મળીને કુલ ડિડક્શન આશરે 3.86 લાખ રૂપિયા થાય છે. એવામાં જ્યારે 15.85 લાખ રૂપિયાની કુલ સેલેરીમાંથી 3.86 લાખ રૂપિયાની કપાત ઘટાડવામાં આવે છે, ત્યારે કરપાત્ર આવક આશરે 11.98 લાખ રૂપિયા રહી જાય છે, જે 12 લાખ રૂપિયાની મર્યાદાથી નીચે છે.

મળશે સંપૂર્ણ ‘ટેક્સ રિબેટ’

કરપાત્ર આવક 12 લાખ રૂપિયાથી ઓછી છે, તેથી કર્મચારીને સેક્શન 87A હેઠળ સંપૂર્ણ ટેક્સ રિબેટ મળી શકે છે. આનો અર્થ એ કે, અંતિમ ટેક્સની જવાબદારી શૂન્ય થઈ શકે છે. જો કે, આ લાભ ત્યારે જ શક્ય છે જ્યારે કંપનીનું સેલેરી સ્ટ્રક્ચર આ સુવિધાઓને એડ (Add) કરતું હોય અને તમામ નિયમોનું યોગ્ય રીતે પાલન કરવામાં આવે. તેથી કર્મચારીઓએ પોતાની HR ટીમ અથવા ટેક્સ સલાહકાર સાથે વાત કરીને સેલેરી સ્ટ્રક્ચરને ધ્યાનથી સમજવું જોઈએ.

એક વર્ષમાં આપ્યું 211 % સુધીનું રિટર્ન… ગ્લોબલ માર્કેટમાં રોકાણ કરે છે આ ‘4 મ્યુચ્યુઅલ ફંડ’, તમે તમારા પૈસા શેમાં ઇન્વેસ્ટ કરશો?

Follow Us
તેરા-મેરા ચર્ચા હૈ ગીત પર લેડી ગોવિંદાનો ધમાકેદાર ડાન્સ, જુઓ Video
તેરા-મેરા ચર્ચા હૈ ગીત પર લેડી ગોવિંદાનો ધમાકેદાર ડાન્સ, જુઓ Video
અમદાવાદ રથયાત્રામાં હાથી પસાર થાય ત્યારે DJ સિસ્ટમ બંધ રાખવાનો નિર્ણય
અમદાવાદ રથયાત્રામાં હાથી પસાર થાય ત્યારે DJ સિસ્ટમ બંધ રાખવાનો નિર્ણય
કમાણીના નવા સ્ત્રોત મળી રહેશે, અટકેલા કામો સરળતાથી પૂરા થઈ જશે
કમાણીના નવા સ્ત્રોત મળી રહેશે, અટકેલા કામો સરળતાથી પૂરા થઈ જશે
જગ્ગનાથના જયકારા વચ્ચે રથ યાત્રાનો પ્રારંભ, જુઓ Video
જગ્ગનાથના જયકારા વચ્ચે રથ યાત્રાનો પ્રારંભ, જુઓ Video
યુવકે 'છોકરી' શોધવા માટે અપનાવ્યો એવો રસ્તો કે, લોકો 'ચોંકી' ગયા
યુવકે 'છોકરી' શોધવા માટે અપનાવ્યો એવો રસ્તો કે, લોકો 'ચોંકી' ગયા
વડોદરામાં શંકાસ્પદ ખાદ્યતેલ જપ્ત: આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી
વડોદરામાં શંકાસ્પદ ખાદ્યતેલ જપ્ત: આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી
સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક
સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક
ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન
ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન
જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત..., જુઓ Video
જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત..., જુઓ Video
વેજ બિરીયાનીને બદલે રેસ્ટોરન્ટે નોન વેજ બિરીયાની મોકલ્યાનો આક્ષેપ
વેજ બિરીયાનીને બદલે રેસ્ટોરન્ટે નોન વેજ બિરીયાની મોકલ્યાનો આક્ષેપ
g clip-path="url(#clip0_868_265)">