સીએમ ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના ઈસ્કોન મંદિરે મનાવી કૃષ્ણ જન્માષ્ટમી
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે, જન્માષ્ટમી પર્વની ઉજવણી અમદાવાદના ઈસ્કોન મંદિરે કરી હતી. ભગવાન શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપ લાડુ ગોપાલની ધાતુમૂર્તિ પર પંચામૃતનો અભિષેક કર્યો હતો. રાજ્ય અને દેશની પ્રગતિમાં પ્રભુ કૃપા વરસતી રહે તેવી પ્રાર્થના રાધાકૃષ્ણ ભગવાનના ચરણોમાં કરી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જન્માષ્ટમીના પાવન પર્વે અમદાવાદના ઇસ્કોન મંદિર ખાતે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીમાં સહભાગી થયા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરી, પ્રભુ મૂર્તિની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી.

તેમણે ભગવાન શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપ લાડુ ગોપાલની ધાતુમૂર્તિનો પંચામૃત અભિષેક કર્યો હતો.

મુખ્યમંત્રીએ ભાવિક ભક્તો સાથે મંદિર મંડપમમાં બેસીને ધૂન કીર્તન તેમજ શ્રીજી દર્શનનો લાભ લીધો હતો.

મુખ્યમંત્રીએ સૌના કલ્યાણ સાથે રાજ્ય અને દેશની પ્રગતિમાં પ્રભુ કૃપા વરસતી રહે તેવી પ્રાર્થના રાધાકૃષ્ણ ભગવાનના ચરણોમાં કરી હતી.

આ પ્રસંગે ધારાસભ્ય અમિતભાઈ ઠાકર, ડેપ્યુટી મેયર જતીનભાઈ પટેલ, સ્ટે.કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી, શહેર ભાજપ અધ્યક્ષ પ્રેરકભાઇ શાહ સહિતના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો