દીકરીના જન્મના 2 મહિના બાદ પહેલી પત્ની સાથે છૂટાછેડા લઈ અભિનેત્રી સાથે લગ્ન કર્યા, 2800 કરોડના માલિકનો આવો છે પરિવાર
શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા બોલિવુડના ફેમસ કપલ્સમાંથી એક છે. તેમના લગ્નને અંદાજે 15 વર્ષ પૂર્ણ થયા છે. તમને જણાવી દઈએ કે શિલ્પા શેટ્ટી અને રાજની લવ સ્ટોરી પણ ખૂબ જ ફિલ્મી છે. રાજ કુન્દ્રાને પહેલી નજરમાં જ શિલ્પા સાથે પ્રેમ થઈ ગયો હતો. તો રાજકુન્દ્રાના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો

આ અભિનેત્રીએ 1993માં બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. તેની પહેલી ફિલ્મમાં જ ખૂબ પસંદ કરવામાં આવી હતી. તેની ફિલ્મોની સાથે, અભિનેત્રી તેના અફેર્સને કારણે પણ ચર્ચામાં રહી હતી. જોકે, જ્યારે લગ્નની વાત આવી ત્યારે તેણે તેના ચાહકને તેના જીવનસાથી તરીકે પસંદ કર્યો, જે આજે સંપત્તિની દ્રષ્ટિએ ઘણા મોટા સુપરસ્ટારને પાછળ છોડી દે છે.

રાજ કુન્દ્રા એક બ્રિટિશ-ભારતીય ઉદ્યોગપતિ છે, જેમને 2004માં 198મા સૌથી ધનિક બ્રિટિશ એશિયન તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું. તેઓ રમતગમત સટ્ટામાં સંડોવણી સંબંધિત આરોપો પર તેમને કાનૂની તપાસનો સામનો કરવો પડ્યો હતો.

રાજકુંદ્રાનો પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો

રાજ કુન્દ્રાનો જન્મ 9 સપ્ટેમ્બર 1975 ના રોજ લંડનમાં થયો હતો. તેમના માતાપિતા પંજાબી હિન્દુ હતા અને તેઓ રાયપુર, માનસાના રહેવાસી હતા. રાજ કુન્દ્રાની પર્સનલ લાઈફ અનેક ઉતાર-ચઢાવ ભરી રહી છે.

રાજ કુન્દ્રાના પિતાનું નામ બાલકૃષ્ણ કુન્દ્રા અને માતાનું નામ ઉષા રાણી કુન્દ્રા છે.રાજ કુન્દ્રાએ 2009માં શિલ્પા શેટ્ટી સાથે લગ્ન કર્યા હતા.શિલ્પા શેટ્ટીનો પતિ રાજ કુન્દ્રા ખુબ ચર્ચામાં પણ રહે છે.

રાજ કુન્દ્રાનો જન્મ લંડનમાં થયો હતો.તેમના પિતા બાલ કૃષ્ણ કુન્દ્રા પહેલા લંડનમાં બસ કંડક્ટર તરીકે કામ કરતા હતા. તેમની માતા, ઉષા રાણી કુન્દ્રા દુકાનમાં કામ કરતી હતી.

રાજ કુન્દ્રાના પહેલા લગ્ન કવિતા કુન્દ્રા સાથે થયા હતા, પહેલા લગ્નથી તેમને એક દીકરી છે. ત્યારબાદ બીજા લગ્ન તેમણે શિલ્પા શેટ્ટી સાથે લગ્ન કર્યા, શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા 2 બાળકો એક પુત્ર અને એક પુત્રીના માતા પિતા છે.

એવું પણ કહેવાય છે કે શિલ્પાના કારણે કવિતાનું ઘર તૂટી ગયું હતું. શિલ્પા પર ઘર તોડનાર હોવાનો પણ આરોપ હતો. રાજ કુન્દ્રાએ દીકરીના જન્મના 2 મહિના બાદ અભિનેત્રી સાથે લગ્ન કર્યા હતા.

રાજ કુન્દ્રા યુકે શો 'બિગ બ્રધર' પછી પ્રોડક્ટ પ્રમોશનના સંદર્ભમાં પહેલી વાર શિલ્પા શેટ્ટીને મળ્યા હતા.બાદમાં, શિલ્પા અને રાજ ધીમે ધીમે નજીક આવવા લાગ્યા. તે સમયે શિલ્પા સિંગલ હતી

રાજ કુન્દ્રાના પરિવારમાં તેમના માતા-પિતા, પત્ની શિલ્પા શેટ્ટી અને તેમના બે બાળકો, પુત્ર વિઆન રાજ કુન્દ્રા અને પુત્રી સમીશા શેટ્ટી કુન્દ્રાનો સમાવેશ થાય છે

રાજ કુન્દ્રા પર આઈપીએલ કૌભાંડ, મોડેલો દ્વારા કરવામાં આવેલા આરોપો, અંડરવર્લ્ડ કનેક્શનના આરોપો, ભૂતપૂર્વ પત્ની દ્વારા કરવામાં આવેલા આરોપો પણ લાગી ચૂક્યા છે.

રાજ કુન્દ્રાની કુલ સંપત્તિ 2,800 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. તેઓ એક ઉદ્યોગપતિ અને શિલ્પા શેટ્ટીના પતિ છે.

તેમની પાસે મુંબઈમાં બંગલો, લંડનમાં એક વિલા અને દુબઈના બુર્જ ખલીફામાં એક ફ્લેટ સહિત અનેક મિલકતો છે.

સલમાન ખાનનો બિગ બોસ ફરી એકવાર પોતાનો જાદુ બતાવવા માટે તૈયાર છે. કલર્સ ટીવીના આ રિયાલિટી શોમાં દર વર્ષે ઘણા મોટા ચહેરાઓ ભાગ લે છે.એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, રાજ કુન્દ્રા પણ આ શોમાં આવી શકે છે.

રાજ કુન્દ્રા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને પરિવાર સાથે ફોટો અપલોડ કરે છે.
તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો
