બોલિવુડ કલાકારોનું ઈરાન સાથે ‘ખાસ કનેક્શન’! ભારતીય સિનેમામાં રાજ કરતા આ ચહેરાઓ અસલમાં ક્યાંના છે?
ભારતીય ફિલ્મ ઉદ્યોગ હંમેશાથી વિવિધતાનો સંગમ રહ્યો છે, જ્યાં વિશ્વના ખૂણેખૂણેથી આવેલા કલાકારોએ પોતાની પ્રતિભાના જોરે સ્થાન બનાવ્યું છે. એવામાં બોલિવુડના આ જાણીતા ચહેરાઓનું ઈરાન સાથે 'ખાસ કનેક્શન' છે.

મુમતાઝ (Mumtaz): બોલિવુડની સુપ્રસિદ્ધ અભિનેત્રી મુમતાઝના માતા-પિતા મૂળ ઈરાનના વતની છે. મુમતાઝે પોતાની કારકિર્દી દરમિયાન હિન્દી સિનેમામાં અનેક સુપરહિટ ફિલ્મો આપીને પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે.

બોમન ઈરાની (Boman Irani): જાણીતા બોલિવુડ અભિનેતા બોમન ઈરાનીનો પરિવાર પણ મૂળભૂત રીતે ઈરાન સાથે સંબંધ ધરાવે છે. જો કે, અભિનેતાનો ઉછેર અને જીવન મુંબઈમાં વીત્યું છે અને તેમણે ફિલ્મ ઉદ્યોગમાં પોતાના શાનદાર અભિનયથી જબરદસ્ત સફળતા મેળવી છે.

જોન અબ્રાહમ (John Abraham): બોલિવુડના મશહૂર અભિનેતા જોન અબ્રાહમ પણ ઈરાન સાથે ખાસ સંબંધ ધરાવે છે. તેમના પિતા મલયાલી ખ્રિસ્તી છે, જ્યારે તેમની માતા ઈરાની મૂળના છે.

સજ્જાદ ડેલાફ્રૂઝ (Sajjad Delafrooz): ફિલ્મ 'ટાઈગર ઝિંદા હૈ' માં નેગેટિવ ભૂમિકા ભજવનાર અભિનેતા સજ્જાદ ડેલાફ્રૂઝ અસલમાં ઈરાનના રહેવાસી છે. તેઓ હાલમાં હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન જમાવવા માટે સતત પ્રયત્નશીલ છે.

એલનાઝ નૌરોજી (Elnaaz Norouzi): 'સેક્રેડ ગેમ્સ' સહિત અનેક વેબ સિરીઝ અને બોલિવુડ પ્રોજેક્ટ્સમાં જોવા મળેલી અભિનેત્રી એલનાઝ નૌરોજી એક ઈરાની-જર્મન મોડલ છે. તેણે ભારતીય મનોરંજન જગતમાં પોતાની સુંદરતા અને અભિનયથી ઓળખ બનાવી છે.

મંદાના કરીમી (Mandana Karimi): મંદાના કરીમીનો જન્મ ઈરાનના તેહરાનમાં થયો હતો. તેણે 'બિગ બોસ' સહિત ઘણી બોલિવુડ ફિલ્મોમાં કામ કર્યું છે. જો કે, તાજેતરમાં તેણે ઈરાન પરત જવાની ઈચ્છા વ્યક્ત કરી અને એવું નિવેદન આપ્યું કે, તેને ભારતમાં પોતાની સુરક્ષાને લઈને ડર લાગે છે.
6 બહેનો અને 1 ભાઈ પતિ છે અભિનેતા, એક દીકરાની માતા કેટરિના કૈફનો આવો છે પરિવાર અહી ક્લિક કરો
