સુનિલ શેટ્ટી
સુનિલ શેટ્ટીનો જન્મ 11 ઓગસ્ટ 1961ના રોજ કર્ણાટકમાં થયો છે. સુનિલ શેટ્ટી ભારતીય ફિલ્મ એક્ટર, નિર્માતા અને ઉદ્યોગપતિ છે, જે ખાસ કરીને બોલીવુડ ફિલ્મોમાં એક્ટિવ છે. તેને આ કામ કરતા 25 વર્ષથી વધુ સમય થઈ ગયો છે અને અત્યાર સુધીમાં તેણે 110 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમાં પણ સુનિલ શેટ્ટીએ વધુમાં એક્શન અને કોમેડી ફિલ્મોમાં કામ કર્યું છે. તેમને ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ તેમજ ફેન્સ પ્રેમથી ‘અન્ના’ કહીને બોલાવે છે. તેઓ ‘ડાન્સ દિવાને’ રિયાલિટી શોમાં માધુરી દિક્ષીત સાથે કો-જ્જ રહી ચૂક્યા છે.
તેમનું નામ 5 વખત ફિલ્મફેર એવોર્ડ માટે નોમિનેટ થયું છે અને એક વખત જીત્યા પણ છે. સુનિલ શેટ્ટીએ એક્ટિંગની શરુઆત બલવાન ફિલ્મથી કરી હતી. તેમાં તેની સાથે દિવ્યા ભારતી હતી. સુનિલ શેટ્ટીની બોર્ડર ફિલ્મ, હેરા ફેરી, ધડકન જેવી મુવી અત્યારે પણ લોકોમાં પ્રિય છે. ઉમરાવ જાન, ઓમ શાંતિ ઓમ, અપના સપના મની મની, ડરના જરુરી હૈ, રક્ત, ખંજર, ક્રોધ, ઓફિસર, જંગલ, રક્ષક, દિલવાલે જેવી ફિલ્મો પણ સુનિલ શેટ્ટીએ કરી છે.
તેની પર્સનલ લાઈફની વાત કરીએ તો, સુનીલ શેટ્ટીની 2024માં ₹150 કરોડની નેટવર્થ છે. સુનિલ શેટ્ટીના પોતાના બાર, ક્લબ, રેસ્ટોરન્ટ, હોટલ અને દુકાનો છે. તેની વાર્ષિક આવક 25 કરોડ રુપિયા છે. તેણે માના શેટ્ટી સાથે મેરેજ કર્યા છે. જે બાદ આથિયા શેટ્ટીનો જન્મ 5 નવેમ્બર 1992ના રોજ થયો હતો અને અહાન શેટ્ટીનો જન્મ 15 જાન્યુઆરી 1996ના રોજ થયો હતો. આથિયા શેટ્ટીએ ઈન્ડિયન ક્રિકેટર કે એલ રાહુલ સાથે લગ્ન કર્યા છે.
‘હેરા ફેરી’ના દેવી પ્રસાદની પૌત્રી થઈ ગઈ મોટી, તેની આગળ બોલિવૂડની હસીનાઓ છે પાણી બરાબર
'હેરા ફેરી 3' હાલ ખૂબ જ ચર્ચામાં ચાલી રહી છે. જણાવી દઈએ કે, પરેશ રાવલે ફિલ્મ આ છોડી દીધી છે જેને લઈને ઘણા સવાલો હવે ફિલ્મ પર ઊભા થયા છે. 'હેરા ફેરી 3'ના વિવાદથી આવ્યું કે, 'હેરા ફેરી'ના પહેલા ભાગમાં એક બાળ કલાકાર જોવા મળી હતી. આ બાળ કલાકારની વાત કરીએ તો, તેને ફિલ્મમાં દેવી પ્રસાદની પૌત્રીની ભૂમિકા ભજવી હતી.
- Ravi Prajapati
- Updated on: May 26, 2025
- 7:48 pm
KL Rahul : સુનિલ શેટ્ટીએ જમાઈ કેએલ રાહુલને આપ્યા અભિનંદન, દરેકની નજર આથિયાના બેબી બમ્પ પર અટકી
ભારતે ICC ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ન્યુઝીલેન્ડને હરાવ્યું, ત્યારે બંને અભિનેત્રીઓ ખુશીથી કૂદી પડી. જ્યારે અભિનેત્રીએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં કેએલ રાહુલ માટે એક ફોટો શેર કર્યો ત્યારે વામિકાની માતા પોતે સ્ટેડિયમમાં હાજર હતી.
- Meera Kansagara
- Updated on: Mar 10, 2025
- 2:52 pm
પત્ની બોલિવુડ અભિનેત્રી તો સસરા છે સુપરસ્ટાર, ક્રિકેટરનો આવો છે પરિવાર
કે. રાહુલે 2014 માં મેલબોર્નમાં બોક્સિંગ ડે ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. તેના ટેસ્ટ ડેબ્યૂના બે વર્ષ પછી, રાહુલે 2016માં ઝિમ્બાબ્વે સામે એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો,તો આજે આપણે કે.એલ રાહુલની પર્સનલ લાઈફ વિશે જાણીએ
- Nirupa Duva
- Updated on: Apr 18, 2025
- 12:06 pm