સુનીલ શેટ્ટી
સુનીલ શેટ્ટીનો જન્મ 11 ઓગસ્ટ 1961ના રોજ થયો છે, અભિનેતાનું પૂરું નામ સુનિલ વિરપ્પા શેટ્ટી છે. જે એક ભારતીય અભિનેતા છે. જે બોલિવુડમાં સક્રિય છે. 25 વર્ષ ઉપરાંતની કારકિર્દીમાં તેમણે 100થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. ફિલ્મ ધડકનમાં તેમણે કરેલા અભિનય માટે તેમને ફિલ્મફેર એવોર્ડ મળી ચૂક્યો છે. અભિનેતાની ફિલ્મો જોવા માટે થિયેટરોમાં લાંબી લાઈનો લાગતી હતી.
સુનીલ શેટ્ટી પોપકોર્ન એન્ટરટેઇન્મેન્ટ પ્રાઇવેટ લિમિટેડ નામની ફિલ્મ નિર્માણ કંપનીના માલિક છે.સુનીલ શેટ્ટી જેણે પોતાના ડાયલોગ્સથી કરોડો લોકોને દિવાના બનાવ્યા હતા. સુનીલ શેટ્ટી બોલિવુડ એક્ટર જ નહીં પણ ફિલ્મ પ્રોડ્યુસર પણ છે. ફિલ્મ પ્રોડ્યુસર હોવાની સાથે સુનીલ એક મોટા બિઝનેસમેન પણ છે. માયાનગરી મુંબઈમાં તેની પોતાની રેસ્ટોરન્ટ છે.
અભિનેતાએ માના શેટ્ટી સાથે પ્રેમ લગ્ન કર્યા છે. સુનિલ શેટ્ટી બે બાળકોનો પિતા પણ છે. તેમને 2 બાળકો આથિયા શેટ્ટી અને અહાન શેટ્ટી છે. આ બંને બોલીવુડ સ્ટાર કિડ્સ તરીકે ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યા છે. આથિયા શેટ્ટી અનેક ફિલ્મોમાં જોવા મળી ચૂકી છે. જેમણે ક્રિકેટર કે.એલ રાહુલ સાથે લગ્ન કર્યા છે.
News9 Global Summitમાં બોલ્યા સુનીલ શેટ્ટી-વિરાટનો સંન્યાસ મોટું નુકસાન,રાહુલ પોતાના બેટથી આપશે જવાબ
દુબઈમાં 3 દિવસ સુધી ચાલનાર News9 Global Summit 2025ના પહેલા દિવસે અનેક દિગ્ગજો અને ફેમસ હસ્તીઓએ ભાગ લીધો હતો. જેમાંથી એક બોલિવુડ અન્ના સુનીલ શેટ્ટી છે. જેમણે માત્ર ઈન્ડસ્ટ્રી પર જ ચર્ચા નહી કરી પરંતુ પોતાના બીજા પ્રેમ ક્રિકેટ પર ખુલ્લીને વાત કરી હતી.
- Nirupa Duva
- Updated on: Jun 20, 2025
- 10:24 am
Hera Pheri 3 Controversy : અક્ષય કુમારે બાબુ ભૈયાને મોકલી 25 કરોડની નોટિસ, જાણો શું છે સમગ્ર મામલો
અક્ષય કુમારે પરેશ રાવલને હેરાફેરી 3માંથી બહાર થવા મામલે 25 કરોડ રુપિયાની લીગલ નોટિસ ફટકારી છે. અક્ષય કુમારે આ નોટિસ પોતાના પ્રોડક્શન હાઉસ દ્વારા મોકલી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, પરેશ રાવલે આ કોન્ટ્રાક્ટ સાઈન કર્યો હતો અને શૂટિંગ પણ શરુ કરી દીધી હતી. અચાનક ફિલ્મ છોડી દીધી.
- Nirupa Duva
- Updated on: May 20, 2025
- 2:44 pm
આ બોલિવૂડ ફિલ્મો ભારત-પાકિસ્તાન યુદ્ધ પર આધારિત છે, ઓપરેશન સિંદૂર પર ફિલ્મ બનાવવાની થઈ રહી છે ચર્ચા
યુદ્ધના મેદાનમાં સૈનાનું બલિદાન, તેનું સાહસ,રણનીતિ અને માતૃભમિ માટે લડવાની તાકત દર્શાવે છે. આ બધાને બોલિવુડ ફિલ્મમાં ખુબ સારી રીતે દર્શાવવામાં આવ્યું છે. તો આજે આપણે યુદ્ધ પર બનેલી ફિલ્મો વિશે વાત કરીએ.
- Nirupa Duva
- Updated on: May 9, 2025
- 4:43 pm
Breaking News : કેએલ રાહુલ બન્યો પિતા, પત્ની આથિયાએ દીકરીને આપ્યો જન્મ
IPL 2025ની પહેલી મેચ રમતા પહેલા જ કેએલ રાહુલ પોતાની ટીમ દિલ્હી કેપિટલ્સ છોડીને મુંબઈ પાછો ફર્યો, જ્યાં તેની પત્ની આથિયા શેટ્ટી એક બાળકને જન્મ આપવાના હતા. રાહુલે દિલ્હી કેપિટલ્સ મેચ દરમિયાન પોતાની પુત્રીના જન્મના સમાચાર શેર કર્યા હતા.
- Smit Chauhan
- Updated on: Mar 24, 2025
- 9:24 pm