“સૈયારા તુ તો બદલા નહી હૈ મૌસમ ઝરા સા રુઠા હુઆ હૈ” ગીતથી ધમાલ મચાવનાર અભિનેતાનો આવો છે પરિવાર
અહાન પાંડે તેની પહેલી ફિલ્મ 'સૈયારા'થી રાતોરાત લોકપ્રિય બની ગયો છે. 18 જુલાઈના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મને ચાહકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. તો આજે આપણે અહાન પાંડેના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે વાત કરીએ

દર વર્ષે કોઈને કોઈ સ્ટાર કિડ બોલિવૂડમાં ડેબ્યૂ કરે છે. આ વર્ષે 2025માં અહાન પાંડેએ ફિલ્મ 'સૈયારા'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે. આ ફિલ્મ 2 દિવસમાં જ હિટ સાબિત થઈ છે. ચાહકોને આ ફિલ્મ ખુબ પસંદ આવી રહી છે.

અહાન પાંડેએ ડેબ્યૂ કરતા પહેલા બે શોર્ટ ફિલ્મો પણ બનાવી છે. તેણે ફિફ્ટી અને જોલીવુડ જેવી શોર્ટ ફિલ્મોમાં અભિનય કર્યો છે. અહાને યશ રાજ ફિલ્મ્સમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે પણ કામ કર્યું છે. તેમણે મર્દાની 2 માં રાની મુખર્જીને આસિસ્ટ કર્યું હતું. હવે તેની ડેબ્યૂ ફિલ્મ યશ રાજ ફિલ્મ્સ દ્વારા બનાવવામાં આવી છે.

મોહિત સૂરી દ્વારા દિગ્દર્શિત ફિલ્મ 'સૈયારા' ધૂમ મચાવી રહી છે. ફિલ્મની કમાણી દુનિયાભરમાં જોવા મળી રહી છે. ભારતમાં, આ ફિલ્મે દર્શકોને ભાવુક કરી દીધા છે. અહેવાલો અનુસાર, પહેલા અઠવાડિયામાં ફિલ્મનું કુલ કલેક્શન 172.50 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે.

તો ચાલો અહાન પાંડેની પર્સનલ લાઈફ પર એક નજર કરીએ. ચાલો જાણીએ કે અહાનના પિતા ચિક્કી પાંડે કોણ છે, પરિવારમાં કોણ કોણ છે, અહાને ક્યાં અભ્યાસ કર્યો છે અને 'સૈયારા' માટે તેને કેટલી ફી મળી હતી.

અહાન એક અભિનેતા હોવાની સાથે સાથે એક મોડેલ પણ છે. તે મોડેલિંગ પણ કરે છે. તો આજે આપણે અહાન પાંડેના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણીએ.

અહાન પાંડે 27 વર્ષનો છે. તેનો જન્મ 23 ડિસેમ્બર 1997ના રોજ મુંબઈમાં થયો હતો. લગભગ 5 ફૂટ અને 10 ઇંચ ઊંચા આ સુંદર અભિનેતાએ મુંબઈની ઓબેરોય ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. તેણે મુંબઈ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે.

મોહિત સુરી દ્વારા દિગ્દર્શિત મ્યુઝિકલ લવ સ્ટોરી ફિલ્મ 'સૈયારા' એ પહેલા દિવસે 20 કરોડની કમાણી કરી છે. એટલું જ નહીં, તેણે ડેબ્યૂ ફિલ્મોનો ઓલટાઇમ રેકોર્ડ પણ તોડી નાખ્યો છે.

અહાન પાંડે બોલિવુડના ફેમસ પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તે ચંકી પાંડેના ભાઈ ચિક્કી પાંડેનો દીકરો અને અલાના પાંડેનો નાનો ભાઈ છે. આ સિવાય તે બોલિવુડ અભિનેત્રી અનન્યા પાંડેનો પતિરાઈ ભાઈ છે.

તમને જણાવી દઈએ કે, અહાન પાંડેની માતા ડીન પાંડે ફેમસ હેલ્થ સ્પેશલિસ્ટ અને રાઈટર છે. અહાન પાંડે પણ પોતાના કાકા અને બહેનના પગલા પર ચાલી બોલિવુડમાં કરિયર બનાવવા એન્ટ્રી કરી છે.

અહાન પાંડે મુંબઈ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા પછી, કલા, ફિલ્મ અને ટીવી પ્રોડક્શનમાં વિશેષતા મેળવી છે. સૈયારા સ્ટાર કિડની ડેબ્યૂ ફિલ્મનું સૌથી વધુ કલેક્શન છે. નેટીઝન્સ અહાનના અભિનયના વખાણ કરી રહ્યા છે.

ચિક્કી પાંડે એક્ટર ચંકી પાંડેનો ભાઈ છે અને તેના લગ્ન ડીન પાંડે સાથે થયા છે. તેમને બે બાળકો છે, અલાના પાંડે, એક યુટ્યુબર, અને અહાન પાંડે, એક અભિનેતા છે.

એવું કહેવાય છે કે, આ ફિલ્મ માટે અહાન પાંડેને યશ રાજ તરફથી 3-5 કરોડ રૂપિયા ફી મળી છે. જોકે, આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

અહાન પાંડે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને પરિવાર સાથેના ફોટો શેર કરતો રહે છે.
તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો
