અનન્યા પાંડે
અનન્યા પાંડે એક ભારતીય બોલીવુડ એક્ટ્રેસ છે. અનન્યા પાંડેનો જન્મ 30 ઓક્ટોબર 1998ના રોજ મુંબઈમાં થયો હતો.તેના પિતા એક્ટર ચંકી પાંડે અને માતા ભાવના પાંડે છે. અનન્યાએ ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી શાળાકીય શિક્ષણ મેળવ્યું હતું. અનન્યાએ 2017 માં પેરિસમાં વેનિટી ફેરની ‘લે બા ડે ડેબ્યુટેન્ટ્સ’ ઈવેન્ટમાં ભાગ લીધો હતો.
અનન્યાએ 2019 માં કરણ જોહરની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર 2 થી હિન્દી સિનેમામાં એન્ટ્રી કરી હતી. અનન્યા સિવાય આ ફિલ્મમાં ટાઈગર શ્રોફ, તારા સુતારિયા અને સમીર સોની લીડ રોલમાં જોવા મળ્યા હતા. અનન્યાની બીજી ફિલ્મ પતિ, પત્ની ઔર વોમાં જોવા મળી હતી. ફિલ્મ ‘ખાલી પીલી’ ઓનલાઈન પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી છે. અનન્યાએ ખૂબ જ ઓછા સમયમાં બોલિવુડમાં ખાસ સ્થાન બનાવ્યું છે.
Read Moreઅનન્યા પાંડે અને રશ્મિકા મંદાનાથી લઈને સોનુ સૂદ સુધી… આ બોલિવૂડ સ્ટાર્સે પોતાના ઘરમાં ગણપતિ બાપ્પાનું સ્વાગત કર્યું
બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ખૂબ જ ધામધૂમ અને ભક્તિભાવ સાથે ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ અનેક બોલિવૂડ હસ્તીઓએ પોતાના ઘરે ગણપતિ બાપ્પાની સ્થાપના કરી છે. ચાલો જાણીએ કે કયા સ્ટાર્સે આ વર્ષે પોતાના ઘરે બાપ્પાનું સ્વાગત કર્યું છે.
- Sagar Solanki
- Updated on: Sep 14, 2026
- 9:55 pm
હોલીવુડ બોલાવી રહ્યું છે… ફરાહ ખાને અનન્યા પાંડેના ગ્લેમરસ અવતાર પર કરી કોમેન્ટ, જુઓ Photos
બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડે ઘણીવાર તેના સ્ટાઇલિશ લુક્સ માટે સમાચારમાં રહે છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર કેટલાક અદભુત ફોટા શેર કર્યા છે.
- Sagar Solanki
- Updated on: Sep 3, 2026
- 8:58 pm
અનન્યા પાંડે ગ્રીસ વેકેશન પર, બિકીની લુકની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ, જુઓ Photos
બોલીવુડ અભિનેત્રી અનન્યા પાંડે ગ્રીસમાં વેકેશનનો આનંદ માણી રહી છે. તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર મિત્રો સાથેની સુંદર તસવીરો શેર કરી છે, જેમાં તેનો બિકીની લુક ખાસ ધ્યાન ખેંચી રહ્યો છે.
- Sagar Solanki
- Updated on: Jul 4, 2026
- 3:57 pm
Breaking News : RSS ના કાર્યક્રમમાં પહોંચ્યું બોલીવુડ, સલમાન ખાનથી શિલ્પા શેટ્ટી સુધીના મોટા સેલિબ્રિટીઓ હાજર
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની 100મી વર્ષગાંઠ નિમિત્તે મુંબઈમાં યોજાયેલ "સંઘ યાત્રા: ન્યૂ હોરાઇઝન્સ" કાર્યક્રમમાં બોલિવૂડની અનેક જાણીતી હસ્તીઓ ઉમટી પડી હતી. સલમાન ખાન, રણબીર કપૂર, કરણ જોહર, વિકી કૌશલ, અને અનન્યા પાંડે જેવા મોટા નામોની હાજરીએ આ કાર્યક્રમને રાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બનાવ્યો હતો, જે સંઘની વિસ્તૃત પહોંચ દર્શાવે છે.
- Sagar Solanki
- Updated on: Feb 8, 2026
- 6:05 pm