અબજો રુપિયાની માલિક પરંતુ ફોન અને સોશિયલ મીડિયાથી દુર રહે છે, એશ્વર્યા રાયની દીકરી
અભિષેક બચ્ચને ખુલાસો કર્યો કે, દીકરી આરાધ્યાની પાસે ન તો કોઈ સ્માર્ટ ફોન છે કે, ન તો સોશિયલ મીડિયા અકાઉન્ટ,આનો ક્રેડિટ માતા તેમજ તેમની પત્ની ઐશ્વર્યા રાયને જાય છે. તેમણે કહ્યું કઈ રીતે દીકરીની સંભાળ રાખે છે.

આરાધ્યા અભિષેક અને ઐશ્વર્યાની એકમાત્ર દીકરી છે. આ જ કારણ છે કે તે તેના માતા-પિતાની જ નહીં પરંતુ તેના દાદા-દાદીની પણ લાડકી દીકરી છે.તમને જાણીને નવાઈ લાગશે કે આરાધ્યા માત્ર મોંઘી ગાડીઓ જ નહીં, પણ એક આલીશાન ઘરની પણ માલિક છે.

છેલ્લા એક વર્ષથી અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાય વચ્ચે મતભેદની ચર્ચાઓ થઈ રહી હતી. એવું પણ કહેવામાં આવતું હતુ કે, બંન્ને અલગ થઈ ચૂક્યા છે. આ વિશે બંન્નેમાંથી કોઈએ ખુલાસો કર્યો નથી.

હવે અભિષેક બચ્ચને એક ઈન્ટરવ્યુમાં મોટો ખુલાસો કર્યો છે, તેમણે તેના પરિવાર વિશે કહ્યું કે, પત્ની એશ્વર્યા રાય બચ્ચન જે રીતે દીકરીની સંભાળ રાખી રહી છે. તે અદ્દભૂત છે.

અભિષેક બચ્ચને આરાધ્યાના ઉછેરનો બધો શ્રેય ઐશ્વર્યાને આપ્યો છે. અભિષેકે એ પણ ખુલાસો કર્યો કે આરાધ્યાનું ન તો કોઈ સોશિયલ મીડિયા એકાઉન્ટ છે અને ન તો તેની પાસે ફોન છે. ઐશ્વર્યાએ આરાધ્યા માટે આ બધી વસ્તુઓ પર પ્રતિબંધ મૂક્યો છે.

અભિનેતાએ કહ્યું હું મારી ફિલ્મો માટે બહાર જાવ છું પરંતુ એશ્વર્યા દીકરીનું ધ્યાન રાખે છે.આરાધ્યાનો સંપૂર્ણ શ્રેય ઐશ્વર્યાને જાય છે.તેમણે કહ્યું જે રીતે આરાધ્યાની પરવરિશ થઈ રહી છે. તેનાથી લાગે કે, તે એક કર્તવ્યનિષ્ઠ છોકરી બનશે. તેની વ્યક્તિગત ઓળખ હશે.

અભિષેક હાલમાં તેની ફિલ્મ 'કાલીધર લપતા' માટે ચર્ચામાં છે, જે 4 જુલાઈના રોજ OTT પ્લેટફોર્મ Z5 પર રિલીઝ થઈ હતી. ફિલ્મની સાથે, આ ફિલ્મમાં અભિષેકના ખૂબ વખાણ પણ થઈ રહ્યા છે.

તમને જણાવી દઈએ કે આરાધ્યા હાલમાં ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરે છે. તેના સ્કૂલ ફંક્શનના ફોટા અને વીડિયો ઘણીવાર સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે.
એશ્વર્યા રાયના ભાણીયા તેને ગુલુ મામી કહીને બોલાવે છે, ભાભી પણ કરી ચૂકી છે મોડલિંગ અહી ક્લિક કરો

































































