AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું એક્સપાયર થયેલું પરફ્યુમ વાપરી શકાય? ત્વચા અને સ્વાસ્થ્ય પર થતા નુકસાન વિશે જાણો

ઘણા લોકો વર્ષો જૂનું પરફ્યુમ વાપરતા રહે છે, પરંતુ એક્સપાયર થયેલું પરફ્યુમ ત્વચા પર એલર્જી, ખંજવાળ, ફોલ્લીઓ અને માથાનો દુખાવો જેવી સમસ્યાઓ નોતરી શકે છે. જાણો એક્સપાયર્ડ પરફ્યુમ ઓળખવાની સાચી રીત અને તેનાથી થતા નુકસાન.

| Updated on: Aug 29, 2026 | 10:00 PM
Share
પરફ્યુમની બોટલ ઘણીવાર વર્ષો સુધી ડ્રેસિંગ ટેબલ પર પડી રહે છે, અને મોટાભાગના લોકો એમ વિચારીને તેનો ઉપયોગ કરતા રહે છે કે તેની સુગંધમાં કોઈ ખાસ ફેરફાર થયો નથી. પરંતુ એક્સપાયર થયેલું પરફ્યુમ લગાવવું એ માત્ર સુગંધ પૂરતો સીમિત વિષય નથી, પણ ત્વચાના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી ગંભીર બાબત છે. આવો જાણીએ કે એક્સપાયર પરફ્યુમ લગાવવાથી શું નુકસાન થઈ શકે છે અને તેનાથી બચવું કેમ જરૂરી છે.

1 / 7
પરફ્યુમના ઘટકો ખરાબ થઈ જાય છે: નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, બ્યુટી અને કોસ્મેટિક પ્રોડક્ટ્સની જેમ પરફ્યુમમાં રહેલા એક્ટિવ ઘટકો પણ સમય જતાં ખરાબ થવા લાગે છે. પરફ્યુમ જેમ જેમ જૂનું થતું જાય છે, તેમ તેમ તેમાં બેક્ટેરિયા પેદા થવાનું જોખમ વધે છે, જેના કારણે તે ત્વચા માટે સુરક્ષિત માનવામાં આવતું નથી.

2 / 7
બળતરા અને એલર્જીનું જોખમ: મોટાભાગના પરફ્યુમમાં કેમિકલ્સનો ઉપયોગ થાય છે, અને એક્સપાયર થઈ ગયા પછી આ જ કેમિકલ્સ ત્વચામાં બળતરા, લાલાશ, રેશિઝ કે એલર્જી જેવી સમસ્યાઓ પેદા કરી શકે છે. સંવેદનશીલ (સેન્સિટિવ) ત્વચા ધરાવતા લોકો માટે આ જોખમ ઘણું વધારે વધી જાય છે, કારણ કે તેમની ત્વચા આવા ફેરફારો પર ઝડપથી રિએક્ટ કરે છે.

3 / 7
આ લક્ષણોને નજરઅંદાજ ન કરો: માત્ર ત્વચા જ નહીં, એક્સપાયર થયેલા પરફ્યુમની તીવ્ર કે બદલાયેલી સુગંધ ઘણીવાર માથાનો દુખાવો, ગભરામણ કે તણાવ જેવી સ્થિતિ પણ પેદા કરી શકે છે. કેટલાક લોકોને કેમિકલની તેજ સ્મેલથી અસ્વસ્થતા કે બેચેની જેવું લાગવા માંડે છે, જે જૂના પરફ્યુમમાં વધુ સામાન્ય છે.

4 / 7
આ જગ્યાઓ પર ભૂલથી પણ ન લગાવો: સામાન્ય રીતે કોઈપણ પરફ્યુમ ચહેરા અને આંખોની આસપાસ ન લગાવવું જોઈએ, પરંતુ એક્સપાયર પરફ્યુમના કિસ્સામાં આ સાવચેતી રાખવી વધુ જરૂરી બની જાય છે. જો સ્કિન પર ક્યાંય કાપો કે ઈજાનું નિશાન હોય, તો ત્યાં પણ પરફ્યુમ લગાવવાથી ઇન્ફેક્શન અને બળતરાનું જોખમ વધી જાય છે.

5 / 7
એક્સપાયર્ડ પરફ્યુમ કેવી રીતે ઓળખવું? જો પરફ્યુમની સુગંધમાં સ્પષ્ટ ફેરફાર જણાય, રંગ બદલાઈ ગયો હોય કે તેનું ટેક્સચર પહેલા જેવું ન લાગે, તો તે સંકેત છે કે પરફ્યુમ હવે ઉપયોગ લાયક રહ્યું નથી. આવા પરફ્યુમને ત્વચા પર લગાવવાને બદલે ફેંકી દેવું જ વધુ હિતાવહ છે.

6 / 7
યોગ્ય રીતે સ્ટોર કરવું પણ જરૂરી છે: પરફ્યુમનું આયુષ્ય વધારવા માટે તેને સીધા સૂર્યપ્રકાશ, ગરમી અને ભેજથી દૂર રાખવું જોઈએ, કારણ કે ઊંચું તાપમાન પરફ્યુમમાં રહેલા કેમિકલ્સને ઝડપથી બગાડી નાખે છે. બાથરૂમ જેવી ભેજવાળી જગ્યાઓને બદલે ઠંડી અને સૂકી જગ્યાએ બોટલ રાખવી વધુ સારી રહે છે. સાથોસાથ બોટલનું ઢાંકણ હંમેશાં ચુસ્તપણે બંધ રાખવું જોઈએ, જેથી હવાના સંપર્કમાં આવવાથી પરફ્યુમ ઝડપથી ઓક્સિડાઇઝ ન થાય. યોગ્ય સ્ટોરેજથી પરફ્યુમ લાંબા સમય સુધી સુરક્ષિત અને ઉપયોગ કરવા લાયક બની રહે છે.

7 / 7

ડિસ્ક્લેમર:

આ માહિતી ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના વીડિયો પર આધારિત છે. ઉપયોગ કરતા પહેલા પોતાના વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવો.

રક્ષાબંધન પૂરું થતાં જ રાખડી ન ઉતારશો: જાણો ક્યારે અને કેવી રીતે રાખડી ખોલવી શુભ ગણાય

Follow Us
મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ આંગણવાડીમાં એક્સપાયરી દાળ-ચણા અપાયા

છોટા ઉદેપુરમાં શાળાનું મકાન જર્જરીત થતા બાળકો મંદિરમાં ભણવા લાચાર

ખેડૂતોને કૃષિ સાધનો ખરીદવા વધુ 15 દિવસની મુદત

વૈશ્વિક હીરાની માંગથી સુરત ઉદ્યોગને મોટો વેગ

દુનિયાની સૌથી 'મોટી' સોનાની ઈંટ, 521 કિલો વજન સાથે બનાવ્યો 'રેકોર્ડ'

અંબાજી મંદિરમાં માઈભક્તે કર્યું લાખોના સોનાનું દાન, જુઓ Video

આજનું રાશિફળ : વેપાર, નોકરી અને પૈસાની બાબતમાં કોનું ભાગ્ય ચમકશે?

સુરતમાં બોગસ ડોક્ટરો વિરુદ્ધ પોલીસની મોટી કાર્યવાહી

મંદિરમાં લાડુ-પેંડા નહીં પણ મળે છે 'Munch', જાણો આ પાછળની ખાસ વાર્તા

ડ્રગ્સના દૂષણ પર પોલીસણી તરાપ, બાલીસણામાં પ્રાંતિજ પોલીસે એકની ધરપકડ ક

g clip-path="url(#clip0_868_265)">