Indian Railways : શું કોઈ રેલવે પોલીસ અધિકારી તમારી ટ્રેનની ટિકિટ ચેક કરી શકે? નિયમો અને અધિકારો જાણો
કેટલાક પ્રવાસીઓને એક સવાલ હોય છે કે, શું રેલવે પોલીસ મુસાફરોની ટ્રેનની ટિકિટ ચેક કરી શકે, શું તેની પાસે ટિકિટ ચેક કરવાના કોઈ અધિકાર છે. તો આ વિશે આજે આપણે વિસ્તારથી જાણીએ.

ભારતીય ટ્રેનમાં દરરોજ કરોડોની સંખ્યામાં યાત્રિકો મુસાફરી કરે છે. કેટલીક વખત ટ્રેનમાં સફર કરતી વખતે મુસાફરોના મનમાં સવાલ આવે છે કે, શું રેલવે પોલીસ ટિકિટ ચેક કરી શકે. મુસાફરોને લાગે કે, પોલીસના યુનિફોર્મમાં હાજર કોઈ પણ અધિકારી ટિકિટ ચેક કરી શકે છે. જ્યારે આવું નથી. રેલવેના નિયમ અનુસાર ટિકિટ વગર મુસાફરી કરનાર યાત્રિક પર દંડ ફટકારવાનો અધિકાર માત્ર ટીટીઈ અને ટીસી પર રહેલો છે.

જેમાં ટ્રાવેલિંગ ટિકિટ એક્ઝામિનર્સ (TTE) અને ટિકિટ ચેકિંગ સ્ટાફ (TC)નો સમાવેશ થાય છે. રેલવે પોલીસ કર્મચારીઓ સ્ટેશન પરિસરમાં અને ટ્રેનોમાં કાનુની વ્યવસ્થા બનાવવાની જવાબદારી છે. તેથી, જો કોઈ રેલવે પોલીસ અધિકારી તમને તમારી ટિકિટ બતાવવાનું કહે, તો તેઓ કયા સંદર્ભમાં માંગી રહ્યા છે તે જાણવું ખુબ જરુરી છે.

TTE અને TCને જ ટિકિટ ચેક કરવાની અધિકાર હોય છે. તે ટ્રેન અને સ્ટેશન પર મુસાફરોની ટિકિટની તપાસ કરે છે. ટિકિટ વગરના મુસાફરોને દંડ ફટકારે છે. દંડ ફટકાર્યા બાદ અધિકારીઓ મુસાફરોને દંડની રીસીપ પણ આપે છે.

રેલ્વે પોલીસ (RPF અને GRP) નું પ્રાથમિક કાર્ય સુરક્ષા છે. તેઓ ચોરી, હુમલો, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, મહિલા સુરક્ષા અને કટોકટીના કિસ્સાઓમાં હસ્તક્ષેપ કરે છે. તેમની પાસે મુસાફરોની ટિકિટ તપાસવાનો કે દંડ વસૂલવાનો અધિકાર નથી.

જો કોઈ મુસાફર પર ગુનો થયાની શંકા હોય અથવા તેને સુરક્ષાની ચિંતા હોય, તો તેઓ ઓળખ માટે ટિકિટ તપાસવા માટે કહી શકે છે, પરંતુ આને ટિકિટ તપાસ ગણવામાં આવતી નથી. જો કોઈ મુસાફર ટિકિટ વિના પકડાશે, તો ટિકિટ તપાસ સ્ટાફ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.

જો કોઈ રેલવે પોલીસ અધિકારી તમારી પાસેથી દંડ માંગવાનો પ્રયાસ કરી રહ્યો હોય, તો તમે રેલવે હેલ્પલાઇન નંબર પર અથવા ઉચ્ચ અધિકારીને ફરિયાદ કરી શકો છો. તમારી ફરિયાદ બાદ સંબંધિત પોલીસ અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવશે. (photo : canva / PTI)
ભારતીય રેલવે એ મોટી રેલવે લાઈન છે. આ દૂનિયાની ચોથા ક્રમ પર આવતી રેલવે સેવા છે. ભારતમાં રેલવેની કુલ લંબાઈ 1,15,000 કિલોમીટર સુધીની છે. અહી ક્લિક કરો
