AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તમારા ખિસ્સામાં છુપાયેલી છે ‘સોનાની ખાણ’, મોબાઈલમાં રહેલ કિંમતી ધાતુનું રહસ્ય જાણો

શું તમે કયારેય વિચાર્યું છે કે, જે સ્માર્ટફોન તમે આખો દિવસ તમારા ખિસ્સામાં રાખો છો, તે ખરેખર એક નાનકડી તિજોરી સમાન છે? હા, તમારા ફોનની અંદર સોનું, ચાંદી અને તાંબા જેવી કિંમતી ધાતુઓ છુપાયેલી હોય છે.

| Updated on: Feb 03, 2026 | 4:17 PM
Share
સોનું, ચાંદી અને તાંબા જેવી કિંમતી ધાતુઓ ફોનને માત્ર સુંદર બનાવવા માટે નહીં પરંતુ તેને ‘સ્માર્ટ’ બનાવવા માટે વાપરવામાં આવે છે. આજે સોના અને ચાંદીના ભાવમાં આવેલા ઉછાળાથી દરેક મધ્યમ વર્ગીય વ્યક્તિ પરેશાન છે. એવામાં તમારા ફોનમાં રહેલી આ ધાતુઓની માત્રા ભલે ઓછી હોય પરંતુ કરોડો સ્માર્ટફોન્સને ભેગા કરવામાં આવે તો તે એક મોટો ખજાનો બની શકે છે.

1 / 7
સોનું વીજળીનું ખૂબ જ ઉત્તમ વાહક (Conductor) છે. હવે આની સૌથી મોટી ખાસિયત એ છે કે, આમાં ક્યારેય કાટ લાગતો નથી. ફોનના માઈક્રો પાર્ટ્સ કે જ્યાં ભેજ પહોંચવાનો ડર હોય છે, ત્યાં સોનાનું કોટિંગ (ઢોળ) કરવામાં આવે છે. આના કારણે ફોન વર્ષો સુધી બગડ્યા વગર કામ કરી શકે છે.

2 / 7
આ સિવાય ચાંદી પણ વીજળીનું સૌથી ઉત્તમ વાહક (Conductor) છે. ફોનની અંદર ડેટાના ઝડપી ટ્રાન્સફર અને બટનોના યોગ્ય કામકાજ પાછળ ચાંદીના નાના તાર તેમજ ડોટ્સ જવાબદાર હોય છે. એક ફોનમાં આશરે 0.2 થી 0.3 ગ્રામ જેટલી ચાંદી હોય છે.

3 / 7
એક સરેરાશ સ્માર્ટફોનમાં લગભગ 0.034 ગ્રામ સોનું હોય છે. આ માત્રા સાંભળવામાં ખૂબ ઓછી લાગે છે પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે, 40-50 જૂના ફોનમાંથી એટલું સોનું નીકળી શકે છે કે, જેટલું એક ટન કાચા સોનાની ઓર (Ore) માંથી પણ નથી નીકળતું.

4 / 7
સોના-ચાંદી ઉપરાંત ફોનમાં તાંબું (Copper) અને પેલેડિયમ જેવી મોંઘી ધાતુઓ પણ હોય છે. પેલેડિયમનો ઉપયોગ કેપેસિટરમાં વીજળી (ચાર્જ) સંગ્રહ કરવા માટે થાય છે.

5 / 7
સ્માર્ટફોનની સ્ક્રીનને ચમકાવવા અને સ્પીકરના ચુંબક બનાવવા માટે 17 અલગ-અલગ ‘રેર અર્થ એલિમેન્ટ્સ’નો ઉપયોગ થાય છે. સામાન્ય જ્ઞાન માટે યાદ રાખો કે, આ તત્વો પર ચીનનું સૌથી વધુ નિયંત્રણ છે.

6 / 7
બીજું કે, જેમ જેમ ટેકનોલોજી 5G થી આગળ વધી રહી છે, તેમ તેમ આ કિંમતી ધાતુઓની માંગ પણ વધવાની છે. આ બાબત માઇનિંગ અને મેટલર્જિકલ એન્જિનિયર્સ (ધાતુશાસ્ત્ર ઇજનેરો) માટે સોનેરી તકો ઊભી કરી શકે છે.

7 / 7

દેશભરના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

બજેટનું લક્ષ્ય 'GYAN'! ચાર મુખ્ય સ્તંભ દ્વારા દેશના વિકાસનો નવો રોડમેપ

Gujarat Weather : વીજળીની કડાકા સાથે દાહોદમાં વરસ્યો વરસાદ

AI સમિટ 2026: ભારત મંડપમમાં રોબોટે લગાવ્યા ‘દેશી’ ઠુમકા

ભૂતકાળનું રોકાણ અપાવશે બમણો ફાયદો, જીવનસાથી સાથે વિતશે યાદગાર સાંજ

અમદાવાદમાં સરકારી આવાસમાં PG ચાલતુ હતુ PG, દરોડા દરમિયાન થયો પર્દાફાશ

ભારત-ફ્રાંસ વચ્ચે ઐતિહાસિક ડીલ !
ભારત-ફ્રાંસ વચ્ચે ઐતિહાસિક ડીલ !
મૃગી કુંડમાં કીર્તિ પટેલના વિવાદ બાદ ઋષિભારતી બાપુએ આપ્યુ મોટુ નિવેદન

ગુજરાતની આખરી મતદાર યાદી જાહેર, કુલ 4,40,30,725 મતદારો નોંધાયા

સાબરમતી નદી પરના બ્રિજ પરથી રિક્ષા નદીમાં ખાબકી, ચાલકનું થયું મોત

કીર્તિ પટેલના મૃગીકુંડમાં સ્નાન મામલે આ આશ્રમ સાથે ખૂલ્યુ કનેક્શન

g clip-path="url(#clip0_868_265)">