ભારત-યુએસએ વચ્ચે થયેલ ટ્રેડ ડીલથી અંગે ગુજરાતના મેન્યુફેક્ચરિંગ સેક્ટર્સ, MSME, વેપાર-ઉદ્યોગને સીધો લાભ થશે : ભૂપેન્દ્ર પટેલ
ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું કે, જ્યારે વિશ્વની બે સૌથી મોટી લોકશાહી સાથે મળીને આગળ વધે છે, ત્યારે સાચા અર્થમાં વિશ્વ કલ્યાણની ભાવના ચરિતાર્થ થાય છે. આ ટ્રેડ ડીલ ભારત-અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોની પ્રગતિમાં નવા અધ્યાયની શરૂઆત પણ છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત અને અમેરિકા વચ્ચે થયેલી ટ્રેડ ડીલે વિશ્વને નવા ભારતની શક્તિનો પરિચય કરાવ્યો હોવાનું ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, આ ટ્રેડ ડીલનો ગુજરાતને સીધો લાભ થશે. ભારત અને યુએસએ વચ્ચેની ટ્રેડ ડીલ, એ માત્ર ઉદ્યોગ પૂરતી સીમિત નથી. પરંતુ બે મોટી અર્થવ્યવસ્થાના નાગરિકોના હિતમાં અને નવી તકોના સર્જન માટેની ડીલ છે.
ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું કે, જ્યારે વિશ્વની બે સૌથી મોટી લોકશાહી સાથે મળીને આગળ વધે છે, ત્યારે સાચા અર્થમાં વિશ્વ કલ્યાણની ભાવના ચરિતાર્થ થાય છે. આ ટ્રેડ ડીલ ભારત-અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોની પ્રગતિમાં નવા અધ્યાયની શરૂઆત પણ છે. ટ્રેડ ડીલના પરિણામે મેઈક ઇન ઇન્ડિયા, મેઈડ ફોર ધ વર્લ્ડના વડાપ્રધાન મોદીએ આપેલા વિઝનને વધુ બળ મળશે.
મેડ ઇન ઇન્ડિયા ઉત્પાદનો પર યુએસ ટેરિફમાં 18 ટકા સુધીનો ઘટાડો એ ઉત્પાદન, MSME, નિકાસકારો અને રોજગાર સર્જન માટે નોંધપાત્ર પ્રોત્સાહન છે. ઉદ્યોગસાહસિકો અને સ્ટાર્ટઅપ્સ માટે વિશ્વના વ્યાપક બજારો માટે નવા દ્વાર ખુલશે. ગુજરાત મેન્યુફેક્ચરીંગ હબ સાથે ટેક્સટાઇલ, ફાર્મા, કેમિકલ,પેટ્રોલિયમ, જેમ્સ એન્ડ જ્વેલરી જેવા ક્ષેત્રોમાં લીડર છે. તેથી આ ટ્રેડ ડીલનો લાભ ગુજરાતને પણ થવાનો છે.
ભારત અને અમેરિકા વચ્ચે થયેલા આ ઐતિહાસિક કરારથી આ સેક્ટર્સના ઉત્પાદનોના એક્સપોર્ટને પ્રોત્સાહન મળશે. એટલું જ નહિ, ગુજરાતના મેન્યુફેક્ચરિંગ સેક્ટર્સ અને MSME સહિતના વેપાર-ઉદ્યોગને સીધો લાભ થશે. આ કરારથી ભારતની ગ્લોબલ ઇકોનોમિક પ્રેઝન્સ વધશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્ણાયક નેતૃત્વ અને સિટિઝન સેન્ટ્રિક ડિપ્લોમસીથી, ભારત-યુએસ સંબંધોથી વૈશ્વિક શાંતિ અને સમૃદ્ધિને પણ વેગ મળશે.
